Tag: ગિવ વાચા ફાઉન્ડેશન

ગિવ વાચા ફાઉન્ડેશન

ગિવ વાચા ફાઉન્ડેશન એ એક બિન-સરકારી સંસ્થા (એનજીઓ) છે જે “ગિફ્ટ ઑફ ટાઈમ” થીમ પર કામ કરે છે. એનજીઓનું મિશન વિશ્વના વિવિધ ભાગોના શ્રેષ્ઠ સાંસ્કૃતિક મૂલ્યોને સંમિશ્રિત કરીને અનન્ય રીતે વિવિધ તહેવારોની ઉજવણી કરવાનું છે અને આ વિશ્વને સાચા અર્થમાં “વસુધૈવ कुटुम्बकम (વિશ્વ એક પરિવાર છે)” બનાવવાનું છે. એનજીઓ ના કેટલાક સફળ પ્રોજેક્ટ્સમાં વેલેન્ટાઇન પર્વ, મા પર્વ, વુમન્સ પર્વ, ફ્રેન્ડશિપ પર્વ, ફાધર્સ પર્વ, રામ નવમી પર્વ, હનુમાન જન્મોત્સવ, ગૂંજે ગીતા, શબ્દ વંદના, જન્માષ્ટમી પર્વ, ગણેશ ચતુર્થી પર્વ, નવરાત્રી પર્વ, ગીતા જયંતિ પર્વ, વીર બાલ દિવસ પર્વ નો સમાવેશ થાય છે. ૨૦૨૧ માં એનજીઓએ તેની પેલી વૈશ્વિક પહેલ ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વની શરૂઆત કરી.

  • જલારામ બાપા કે પરચે શોર્ટ ફિલ્મ રીલીઝ થઇ

    જલારામ બાપા કે પરચે શોર્ટ ફિલ્મ રીલીઝ થઇ

    અંજાર કચ્છ સ્થિત કૃપ મ્યુઝીક અને ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા આ જલારામ જયંતી નિમિતે “જલારામ ધૂન” મ્યુસિક વીડિઓ અને “જલારામ બાપા કે પરચે” નામની શોર્ટ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી.

    અંજાર સ્થિત 2 વર્ષના પર્વ ઠક્કર એ ગાયક 7 વર્ષીય વાચા ઠક્કર તેમજ ગાયક અને સંગીતકાર ડો. કૃપેશ સાથે વીડિઓ માં અભિનય કર્યો છે. વીડિઓનું શુટિંગ ભુજ રવાણી ફળિયાના જલારામ મંદિર તેમજ માંડવીના દરિયા કાંઠે અને અંજારમાં કરવામાં આવ્યું છે. વીડિઓ માં ડો. શશીકાંત ઠક્કર, નયનાબેન ઠક્કર તેમજ ડો. પૂજા ઠક્કર પણ સામેલ છે. આમ એક જ કુટુંબ ના 6 સભ્યો દ્વારા અનોખી રીતે જલારામ જયંતી ઉજવવા નો આ નવતર પ્રયાસ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે આ ગીત ની સાથે સાથે ડો. કૃપેશ ઠક્કર દ્વારા લેખિત અને નિર્મિત શોર્ટ ફિલ્મ “જલારામ બાપા કે પરચે” પણ રિલીસ કરવામાં આવી જેમાં જલાબાપા ના પરચા ના પ્રસંગ ને વણી લેવામાં આવ્યા છે. ફિલ્મમાં સુરતના થીએટરના જાણીતા પારસી કલાકાર ફરઝાન કરંજિયા તેમજ તેમના સાથીઓએ અભિનય કર્યો છે.

  • કૃપ મ્યુઝિક, ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ભાવનગરમાં ગાયન, નૃત્ય અને મોડેલ માટેના ઓડીશન લેવાયા

    કૃપ મ્યુઝિક, ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ભાવનગરમાં ગાયન, નૃત્ય અને મોડેલ માટેના ઓડીશન લેવાયા

    ભાવનગર ખાતે તા.૨૯ માર્ચના રોજ કૃપ મ્યુઝિક અને ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ગાયન (સુર ગુજરાત કે), નૃત્ય (નચ લે) અને મોડેલની શોધ (ઈ સિતારા મોડેલ) માટેના ઓડિશન સિલ્વર બેલ્સ સ્કુલ ખાતે યોજવામાં આવ્યા. ઓડિશનમાં વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

    રાજ્ય કક્ષાની આ સ્પર્ધાઓમાં જીતનાર પાંચ સ્પર્ધકોને કૃપ મ્યુઝિકની આવનારી ફિલ્મ કે આલ્બમમાં લેવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં ગીતકાર-સંગીતકાર, ગાયક ડો.કૃપેશ ઠક્કરના હનુમાન જયંતિ નિમિત્તે બનાવેલ ફ્યુઝન ગીત મંગલ ભવન-રામ ધૂનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ગીતમાં ડો.કૃપેશ ઉપરાંત બાળ કલાકાર વાચા ઠક્કરે પણ કંઠ આપ્યો છે. ૨૯ માર્ચે ઓડિશન પાર કરી આગળ વધેલા સ્પર્ધકોને સ્પર્ધાના મેન્ટોર ડો.કૃપેશ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવી. આ સ્પર્ધકો ૩૦ માર્ચના સ્પર્ધાના બીજા રાઉન્ડના ઓડિશનમાં ભાગ લેશે.

    તદુપરાંત સૌપ્રથમ વખત ડીજીટલ ઈન્ડિયાના મિશનને ધ્યાનમાં રાખી કૃપ મ્યુઝિક મોબાઈલ એપ દ્વારા સ્પર્ધાના રજીસ્ટ્રેશન તેમજ દરેક સ્પર્ધાના ઓડિશન પણ લેવામાં આવી રહ્યાં છે. એપ દ્વારા સ્પર્ધકો પ્રથમ રાઉન્ડમાં ભાગ લઈ શકે છે અને બીજા રાઉન્ડમાં વિવિધ શહેરોમાં ઓડિશનમાં પ્રવેશ મેળવી શકે છે. આ ઉપરાંત સ્પર્ધાના આગળના તબક્કે વોટીંગ પણ આ એપ મારફત થશે. સુર ગુજરાત કે સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતી ગાયકો પણ ભાગ લઈ રહ્યાં છે.

  • વેલેન્ટાઇન ડેને ભારતીય સંસ્કૃતિ અનુસાર વેલેન્ટાઇન પર્વ તરીકે ઉજવવાનો પ્રયાસ

    વેલેન્ટાઇન ડેને ભારતીય સંસ્કૃતિ અનુસાર વેલેન્ટાઇન પર્વ તરીકે ઉજવવાનો પ્રયાસ

    અમદાવાદ અત્યારે વેલેન્ટાઇન ડેની તૈયારી કરી રહ્યું છે ત્યારે અમદાવાદના યુવા ઉત્સાહી ગ્રુપ – ક્રુપ મ્યુઝિક ટીમ દ્વારા શહેરના વિવિધ સ્થળે જઇને ભારતીય સંસ્કૃતિ અનુસાર વેલેન્ટાઇન ડેની ઉજવણીના ભાગરૂપે વેલેન્ટાઇન વીકની ઉજવણી કરી રહ્યું છે. જે અંતર્ગત તેઓ શહેરમાં ૭મી ફેબ્રુઆરી થી ૧૩મી ફેબ્રુઆરી સુધી હેલ્થ ચેક-અપ કેમ્પ, સ્વાસ્થ અંગે સલાહ, વૃદ્ધાશ્રમની મુલાકાત, અબલાશ્રમની મુલાકાત, થેન્ક યુ કહેવા વિવિધ હોસ્પિટલો, રેડિયો સ્ટેશન, પોલીસ અધિકારની મુલાકાત કરી હતી. સાથે મળનાર વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે તબાકું-બીડી છોડોનું સૂત્ર અને ગર્લ ચાઇલ્ડને અપનાવીશું તેવી સમજણ આપી હતી. અમદાવાદના યુવા ઉત્સાહી ગ્રુપ – ક્રુપ મ્યુઝિક ટીમ શહે૨માં વેલેન્ટાઇન વીકની ઉજવણી કરી રહ્યું છે. જેમાં તેઓ ભારતીય સંસ્કૃતિ અનુસાર ૪ અલગ અલગ થીમ પર વેલેન્ટાઇન વીકની ઉજવણી કરશે.

    • હેલ્પીંગ હેન્ડ માં છે કાનો
    • સેલ્ફલેસ એક્ટમાં છે કાનો
    • ગેટીટ્યુટમાં છે કાનો
    • એટીટ્યુટમાં છે કાનો

    હેલ્પીંગ હેન્ડ

    પ્રથમ થીમમાં તેઓએ વિવિધ સ્થળે જઇને લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ, તેમજ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ૮મી ફેબ્રુઆરીએ પરીમલ ગાર્ડન અને કાંકરીયા પાસે ૨૦૦થી વધુ લોકોના હેલ્થ ચેકઅપ કર્યા હતાં. અને ૯મી ફેબ્રુઆરીએ અશોક મીલની ચાલીમાં અંદાજે ૩૦૦ જેટલા લોકોના હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યા હતાં. જીસીએસના ૩ તબીબોએ આ કેમ્પમાં પોતાની સેવા આપી હતી.

    સેલ્ફલેસ એક્ટ

    બીજી થીમમાં તેઓએ ઇનકમ ટેક પાસેના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વેલેન્ટાઇન વીકની ઉજવણી કરી હતી. હવે તેઓ ૧૩મી ફેબ્રુઆરીએ સવારે મહીપતરામ રૂપરામ આશ્રમ, રાયપુરની મુલાકાત લેશે જ્યાં તેઓ છોકરીઓ સાથે વિવિધ રમત રમશે. આશ્રમની છોકરીઓ સ્ત્રીસશક્તિકરણ પર પોતાના વિચાર રજુ ક૨શે. ૧૩મી ફેબ્રુઆરીની સાંજે મધર ટેરેસા આશ્રમમાં જઇ મંદબુદ્ધિના વ્યક્તિઓને નાસ્તા વિતરણનો પ્રોગ્રામ ક૨શે.

    ગ્રેટીટ્યુટ

    ત્રીજી થીમમાં તેઓ સમગ્ર સપ્તાહમાં આભાર વ્યકત કરે છે, જે અંતર્ગત વિવિધ રેડિયો સ્ટેશનમાં જઇ આરજેને મનોરંજન પુરુ પાડવા માટે આભાર એટલે થેન્ક યુ કહ્યું. સાથે ક્રુપ મ્યુઝિક ગ્રુપમાં જોડાયેલ સભ્યોના વાલીને મંળીને તેમનો પણ આભાર વ્યક્ત કરશે. તેઓ વિવિધ હોસ્પિટલો અને અલગ અલગ પોલીસ સ્ટેશનો ૫૨ જઇને ડોક્ટરો, નર્સો, કંપાઉન્ડર, પોલીસ અધિકારીઓને તેમની સેવા બદલ આભાર વ્યક્ત કરશે.

    એટીટ્યુટ

    ચોથી થીમમાં તેઓ મળનાર દરેક વ્યક્તિને તબાકું-બીડી છોડોનો સંકલ્પ કરાવશે, વિવિધ મોલ્સમાં જઇને આસપાસની પ્લાસ્ટિકની થેલીઓ અને બોટલો ઉઠાવી ગંદકી નહીં કરીએ તેવો સંકલ્પ લોકોની સમક્ષ ક૨શે. ૧૩મી ફેબ્રુઆરીએ તેઓ લોકોને રીસ્પેક્ટ વુમન, વેલકમ ગર્લ ચાઈલ્ડ, સે નો ટુ ઇવ-ટીસીંગના સંકલ્પ પણ કરાશે. સાથે સાંજે અમદાવાદના વિવિધ રસ્તા પર ફોલો ટ્રાફિક રૂલ્સના સંકલ્પ પણ કરાવશે.