ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Story

વેલેન્ટાઇન ડેને ભારતીય સંસ્કૃતિ અનુસાર વેલેન્ટાઇન પર્વ તરીકે ઉજવવાનો પ્રયાસ

અમદાવાદ અત્યારે વેલેન્ટાઇન ડેની તૈયારી કરી રહ્યું છે ત્યારે અમદાવાદના યુવા ઉત્સાહી ગ્રુપ – ક્રુપ મ્યુઝિક ટીમ દ્વારા શહેરના વિવિધ સ્થળે જઇને ભારતીય સંસ્કૃતિ અનુસાર વેલેન્ટાઇન ડેની ઉજવણીના ભાગરૂપે વેલેન્ટાઇન વીકની ઉજવણી કરી રહ્યું છે. જે અંતર્ગત તેઓ શહેરમાં ૭મી ફેબ્રુઆરી થી ૧૩મી ફેબ્રુઆરી સુધી હેલ્થ ચેક-અપ કેમ્પ, સ્વાસ્થ અંગે સલાહ, વૃદ્ધાશ્રમની મુલાકાત, અબલાશ્રમની મુલાકાત, થેન્ક યુ કહેવા વિવિધ હોસ્પિટલો, રેડિયો સ્ટેશન, પોલીસ અધિકારની મુલાકાત કરી હતી. સાથે મળનાર વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે તબાકું-બીડી છોડોનું સૂત્ર અને ગર્લ ચાઇલ્ડને અપનાવીશું તેવી સમજણ આપી હતી. અમદાવાદના યુવા ઉત્સાહી ગ્રુપ – ક્રુપ મ્યુઝિક ટીમ શહે૨માં વેલેન્ટાઇન વીકની ઉજવણી કરી રહ્યું છે. જેમાં તેઓ ભારતીય સંસ્કૃતિ અનુસાર ૪ અલગ અલગ થીમ પર વેલેન્ટાઇન વીકની ઉજવણી કરશે.

• હેલ્પીંગ હેન્ડ માં છે કાનો
• સેલ્ફલેસ એક્ટમાં છે કાનો
• ગેટીટ્યુટમાં છે કાનો
• એટીટ્યુટમાં છે કાનો

હેલ્પીંગ હેન્ડ

પ્રથમ થીમમાં તેઓએ વિવિધ સ્થળે જઇને લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ, તેમજ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ૮મી ફેબ્રુઆરીએ પરીમલ ગાર્ડન અને કાંકરીયા પાસે ૨૦૦થી વધુ લોકોના હેલ્થ ચેકઅપ કર્યા હતાં. અને ૯મી ફેબ્રુઆરીએ અશોક મીલની ચાલીમાં અંદાજે ૩૦૦ જેટલા લોકોના હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યા હતાં. જીસીએસના ૩ તબીબોએ આ કેમ્પમાં પોતાની સેવા આપી હતી.

સેલ્ફલેસ એક્ટ

બીજી થીમમાં તેઓએ ઇનકમ ટેક પાસેના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વેલેન્ટાઇન વીકની ઉજવણી કરી હતી. હવે તેઓ ૧૩મી ફેબ્રુઆરીએ સવારે મહીપતરામ રૂપરામ આશ્રમ, રાયપુરની મુલાકાત લેશે જ્યાં તેઓ છોકરીઓ સાથે વિવિધ રમત રમશે. આશ્રમની છોકરીઓ સ્ત્રીસશક્તિકરણ પર પોતાના વિચાર રજુ ક૨શે. ૧૩મી ફેબ્રુઆરીની સાંજે મધર ટેરેસા આશ્રમમાં જઇ મંદબુદ્ધિના વ્યક્તિઓને નાસ્તા વિતરણનો પ્રોગ્રામ ક૨શે.

ગ્રેટીટ્યુટ

ત્રીજી થીમમાં તેઓ સમગ્ર સપ્તાહમાં આભાર વ્યકત કરે છે, જે અંતર્ગત વિવિધ રેડિયો સ્ટેશનમાં જઇ આરજેને મનોરંજન પુરુ પાડવા માટે આભાર એટલે થેન્ક યુ કહ્યું. સાથે ક્રુપ મ્યુઝિક ગ્રુપમાં જોડાયેલ સભ્યોના વાલીને મંળીને તેમનો પણ આભાર વ્યક્ત કરશે. તેઓ વિવિધ હોસ્પિટલો અને અલગ અલગ પોલીસ સ્ટેશનો ૫૨ જઇને ડોક્ટરો, નર્સો, કંપાઉન્ડર, પોલીસ અધિકારીઓને તેમની સેવા બદલ આભાર વ્યક્ત કરશે.

એટીટ્યુટ

ચોથી થીમમાં તેઓ મળનાર દરેક વ્યક્તિને તબાકું-બીડી છોડોનો સંકલ્પ કરાવશે, વિવિધ મોલ્સમાં જઇને આસપાસની પ્લાસ્ટિકની થેલીઓ અને બોટલો ઉઠાવી ગંદકી નહીં કરીએ તેવો સંકલ્પ લોકોની સમક્ષ ક૨શે. ૧૩મી ફેબ્રુઆરીએ તેઓ લોકોને રીસ્પેક્ટ વુમન, વેલકમ ગર્લ ચાઈલ્ડ, સે નો ટુ ઇવ-ટીસીંગના સંકલ્પ પણ કરાશે. સાથે સાંજે અમદાવાદના વિવિધ રસ્તા પર ફોલો ટ્રાફિક રૂલ્સના સંકલ્પ પણ કરાવશે.