Category: Entertainment

  • ગુરુનાનક જયંતીએ વાચા ઠક્કરનું સતનામ વાહેગુરુ ધૂન માટે ગુરુદ્રારા ખાતે સન્માન

    ગુરુનાનક જયંતીએ વાચા ઠક્કરનું સતનામ વાહેગુરુ ધૂન માટે ગુરુદ્રારા ખાતે સન્માન

    ‘સતનામ વાહેગુરુ નાનક’ ધૂન પણ ગુરુદ્વારામાં રજૂ : બાળગાયિકાનું સન્માન કરાયું

    ગાંધીધામના ગુરુદ્રારા ખાતે ગુરુનાનક જયંતી નિમિત્તે ‘સુખ યા આનંદ’ ટૂંકી ફિલ્મ અને “સતનામ વાહેગુરુ ધૂન’ મ્યુઝિક્લ વીડિયો અંજાર સ્થિત કૃપ મ્યુઝિક અને ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા રજૂ કરાયા હતા. ૭ વર્ષીય ગાયક વાચા ઠક્કર તેમજ ગાયક અને સંગીતકાર ડો. કૃપેશ ઠક્કરે ‘સતનામ વાહેગુરુ ઘૂન’ના બે વીડિયો તૈયાર કર્યા છે જેમાં એકમાં ૧૦૮ વખત ધૂન ગાઇ છે. આ પ્રસંગે ગાંધીધામ ગુરુદ્રારા સમિતિના ખજાનચી શીતલસિંઘે બાળગાયિકા વાચાનું સન્માન કર્યું હતું.

    ડો. કૃપેશ ઠક્કરે જણાવ્યું હતું. કે, તેમના દ્વારા લિખિત અને નિર્મિત ‘સુખ યા આનંદ’ નામની શોર્ટ ફિલ્મ રિલીઝ કરાઇ જેમાં ગુરુનાનક દેવના એક દોહા “મેરો મેરો સભી ક્હતે હૈ, હિત સોં બાધ્યો ચિત, અંતકાલ સંગી નહીં કોઉ, યહ અચરજ કી રીત ‘ના સંદેશને વણી લેવાયો છે. ભૌતિક સુખ માટે સાચા આનંદને ભૂલી જનારા લોકોને ઇશ્વરે આપેલા જીવનનો સદુપયોગ કરવાનો સંદેશ લોકો સમક્ષ રજૂ કરાયો છે. ફિલ્મમાં સુરતના થિયેટરના જાણીતા પારસી ક્લાકાર ફરઝાન કરંજિયા તેમજ તેમના સાથીઓએ અભિનય કર્યો છે. ફરઝાને તેના લોકપ્રિય “પારસી બાવા કરે ધમાલ’ના કિરદાર પારસી બાવામાં લોકોનું મન જીત્યું છે. આ પહેલાં આ પિતા-પુત્રી દ્વારા આ જ વર્ષમાં રામધૂન, હૈ નમન, શહીદોને સલામ તેમજ ગયા અઠવાડિયે જલારામ ધૂન (વીડિયો) રજૂ કર્યો છે.

  • જલારામ બાપા કે પરચે શોર્ટ ફિલ્મ રીલીઝ થઇ

    જલારામ બાપા કે પરચે શોર્ટ ફિલ્મ રીલીઝ થઇ

    અંજાર કચ્છ સ્થિત કૃપ મ્યુઝીક અને ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા આ જલારામ જયંતી નિમિતે “જલારામ ધૂન” મ્યુસિક વીડિઓ અને “જલારામ બાપા કે પરચે” નામની શોર્ટ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી.

    અંજાર સ્થિત 2 વર્ષના પર્વ ઠક્કર એ ગાયક 7 વર્ષીય વાચા ઠક્કર તેમજ ગાયક અને સંગીતકાર ડો. કૃપેશ સાથે વીડિઓ માં અભિનય કર્યો છે. વીડિઓનું શુટિંગ ભુજ રવાણી ફળિયાના જલારામ મંદિર તેમજ માંડવીના દરિયા કાંઠે અને અંજારમાં કરવામાં આવ્યું છે. વીડિઓ માં ડો. શશીકાંત ઠક્કર, નયનાબેન ઠક્કર તેમજ ડો. પૂજા ઠક્કર પણ સામેલ છે. આમ એક જ કુટુંબ ના 6 સભ્યો દ્વારા અનોખી રીતે જલારામ જયંતી ઉજવવા નો આ નવતર પ્રયાસ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે આ ગીત ની સાથે સાથે ડો. કૃપેશ ઠક્કર દ્વારા લેખિત અને નિર્મિત શોર્ટ ફિલ્મ “જલારામ બાપા કે પરચે” પણ રિલીસ કરવામાં આવી જેમાં જલાબાપા ના પરચા ના પ્રસંગ ને વણી લેવામાં આવ્યા છે. ફિલ્મમાં સુરતના થીએટરના જાણીતા પારસી કલાકાર ફરઝાન કરંજિયા તેમજ તેમના સાથીઓએ અભિનય કર્યો છે.

  • સૂર ગુજરાત કે વિજેતા આર્ચીએ કબડ્ડીના વર્લ્ડ કપમાં રાષ્ટ્રગીત ગાયું

    સૂર ગુજરાત કે વિજેતા આર્ચીએ કબડ્ડીના વર્લ્ડ કપમાં રાષ્ટ્રગીત ગાયું

    ‘સૂર ગુજરાત કે’ વિજેતા રહિ ચુકેલી આર્ચીના કંઠથી અનેકો થયા છે મંત્રમુગ્ધ

    અમદાવાદ ખાતે આયોજીત કબડ્ડીના વિશ્વક્પની ઓપનીંગ સેરેમનીમાં મુન્દ્રાની દિકરી આર્ચી મીસ્ત્રીએ રાષ્ટ્રગીતનું ગાયન કર્યું હતુ. રાજ્યના મુખ્યમંત્રી સાથે 12 દેશોની ટીમના કેપ્ટન ઉપસ્થીત રહ્યા હતા. કબડ્ડીનો વર્લ્ડકપ આ વખતે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે ત્યારે ક્ચ્છના મુન્દ્રાની રહેવાસી આર્ચી ભાવિન મીસ્ત્રીને આ ઉચ્ચ પ્લેટફોર્મ પર દેશનું રાષ્ટ્રગીત પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો હતો. વિશ્વકપની ઓપનીંગ સેરેમનીમાં રાષ્ટ્રગીતનું ગાન કરી રહેલી આર્ચી દ્રશ્યમાન થાય છે.

    શરુઆતમાં આર્ચીએ રાષ્ટ્રગીત લરકાર્યું હતુ. જેની સાથે મુખ્યમંત્રી વિજય રુપાણી, 12 દેશોની કબડ્ડી ટીમના કેપ્ટન, ઉચ્ચ અધિકારીઓ અને હજારોની માત્રામાં દર્શકોએ પણ સાથ પુરાવ્યો હતો. 13 વર્ષની આર્ચી મુન્દ્રાની સીપીએસ સ્કુલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. કૃપ મ્યુઝીક દ્રારા આયોજીત “સુર ગુજરાત કે’ નો ખિતાબ પણ તે મેળવી ચુકી છે ત્યારે આજ દિવસે આગામી દિવસોમાં આવી રહેલી ગુજરાતી ફિલ્મ “કમીટમેન્ટ” માં તેણે ગાયેલુ “હે પ્રભુ’ ગીત લોંચ કરવામાં આવ્યુ હતુ. અહિ નોંધવુ રહ્યુ કે તેના રીલીક્સ અને સંગીત અંજારના કૃપેશ ઠક્કર દ્વારા આપવામાં આવ્યા છે. કચ્છી પ્રતીભાઓ હવે ઉચ્ચપાયદાનો પર ઉઠી જિલ્લાનું વિવિધ સ્તર પર નામ રોશન કરી રહ્યા છે.