ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

EntertainmentMusicStory

સૂર ગુજરાત કે વિજેતા આર્ચીએ કબડ્ડીના વર્લ્ડ કપમાં રાષ્ટ્રગીત ગાયું

‘સૂર ગુજરાત કે’ વિજેતા રહિ ચુકેલી આર્ચીના કંઠથી અનેકો થયા છે મંત્રમુગ્ધ

અમદાવાદ ખાતે આયોજીત કબડ્ડીના વિશ્વક્પની ઓપનીંગ સેરેમનીમાં મુન્દ્રાની દિકરી આર્ચી મીસ્ત્રીએ રાષ્ટ્રગીતનું ગાયન કર્યું હતુ. રાજ્યના મુખ્યમંત્રી સાથે 12 દેશોની ટીમના કેપ્ટન ઉપસ્થીત રહ્યા હતા. કબડ્ડીનો વર્લ્ડકપ આ વખતે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે ત્યારે ક્ચ્છના મુન્દ્રાની રહેવાસી આર્ચી ભાવિન મીસ્ત્રીને આ ઉચ્ચ પ્લેટફોર્મ પર દેશનું રાષ્ટ્રગીત પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો હતો. વિશ્વકપની ઓપનીંગ સેરેમનીમાં રાષ્ટ્રગીતનું ગાન કરી રહેલી આર્ચી દ્રશ્યમાન થાય છે.

શરુઆતમાં આર્ચીએ રાષ્ટ્રગીત લરકાર્યું હતુ. જેની સાથે મુખ્યમંત્રી વિજય રુપાણી, 12 દેશોની કબડ્ડી ટીમના કેપ્ટન, ઉચ્ચ અધિકારીઓ અને હજારોની માત્રામાં દર્શકોએ પણ સાથ પુરાવ્યો હતો. 13 વર્ષની આર્ચી મુન્દ્રાની સીપીએસ સ્કુલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. કૃપ મ્યુઝીક દ્રારા આયોજીત “સુર ગુજરાત કે’ નો ખિતાબ પણ તે મેળવી ચુકી છે ત્યારે આજ દિવસે આગામી દિવસોમાં આવી રહેલી ગુજરાતી ફિલ્મ “કમીટમેન્ટ” માં તેણે ગાયેલુ “હે પ્રભુ’ ગીત લોંચ કરવામાં આવ્યુ હતુ. અહિ નોંધવુ રહ્યુ કે તેના રીલીક્સ અને સંગીત અંજારના કૃપેશ ઠક્કર દ્વારા આપવામાં આવ્યા છે. કચ્છી પ્રતીભાઓ હવે ઉચ્ચપાયદાનો પર ઉઠી જિલ્લાનું વિવિધ સ્તર પર નામ રોશન કરી રહ્યા છે.