ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

EntertainmentMusicStory

ગુરુનાનક જયંતીએ વાચા ઠક્કરનું સતનામ વાહેગુરુ ધૂન માટે ગુરુદ્રારા ખાતે સન્માન

‘સતનામ વાહેગુરુ નાનક’ ધૂન પણ ગુરુદ્વારામાં રજૂ : બાળગાયિકાનું સન્માન કરાયું

ગાંધીધામના ગુરુદ્રારા ખાતે ગુરુનાનક જયંતી નિમિત્તે ‘સુખ યા આનંદ’ ટૂંકી ફિલ્મ અને “સતનામ વાહેગુરુ ધૂન’ મ્યુઝિક્લ વીડિયો અંજાર સ્થિત કૃપ મ્યુઝિક અને ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા રજૂ કરાયા હતા. ૭ વર્ષીય ગાયક વાચા ઠક્કર તેમજ ગાયક અને સંગીતકાર ડો. કૃપેશ ઠક્કરે ‘સતનામ વાહેગુરુ ઘૂન’ના બે વીડિયો તૈયાર કર્યા છે જેમાં એકમાં ૧૦૮ વખત ધૂન ગાઇ છે. આ પ્રસંગે ગાંધીધામ ગુરુદ્રારા સમિતિના ખજાનચી શીતલસિંઘે બાળગાયિકા વાચાનું સન્માન કર્યું હતું.

ડો. કૃપેશ ઠક્કરે જણાવ્યું હતું. કે, તેમના દ્વારા લિખિત અને નિર્મિત ‘સુખ યા આનંદ’ નામની શોર્ટ ફિલ્મ રિલીઝ કરાઇ જેમાં ગુરુનાનક દેવના એક દોહા “મેરો મેરો સભી ક્હતે હૈ, હિત સોં બાધ્યો ચિત, અંતકાલ સંગી નહીં કોઉ, યહ અચરજ કી રીત ‘ના સંદેશને વણી લેવાયો છે. ભૌતિક સુખ માટે સાચા આનંદને ભૂલી જનારા લોકોને ઇશ્વરે આપેલા જીવનનો સદુપયોગ કરવાનો સંદેશ લોકો સમક્ષ રજૂ કરાયો છે. ફિલ્મમાં સુરતના થિયેટરના જાણીતા પારસી ક્લાકાર ફરઝાન કરંજિયા તેમજ તેમના સાથીઓએ અભિનય કર્યો છે. ફરઝાને તેના લોકપ્રિય “પારસી બાવા કરે ધમાલ’ના કિરદાર પારસી બાવામાં લોકોનું મન જીત્યું છે. આ પહેલાં આ પિતા-પુત્રી દ્વારા આ જ વર્ષમાં રામધૂન, હૈ નમન, શહીદોને સલામ તેમજ ગયા અઠવાડિયે જલારામ ધૂન (વીડિયો) રજૂ કર્યો છે.