ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Story

કલા થકી સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે ગુજરાત યાત્રાએ નીકળેલા કચ્છી કલાકાર

કલા થકી સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે ગુજરાતની યાત્રાએ નીકળેલા કચ્છી બાળ કલાકારને સત્કર્મ કરવા બદલ મુખ્યમંત્રીએ આશીર્વાદ આપ્યા હતા. અંજારનો છ વર્ષીય બાળ કલાકાર પર્વ ઠક્કર છેલ્લા ચાર વર્ષથી ગાયન અને અભિનય થકી સનાતન સંસ્કૃતિ, દેશભક્તિ અને પારિવારિક મૂલ્યોના સંવર્ધન માટે કાર્યરત છે, ત્યારે હાલમાં ગૂંજે ગીતા થકી ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટ માટે જનજાગૃતિ અર્થે ગુજરાત યાત્રા કરી રહેલ પર્વ ઠક્કર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આશીર્વાદ લેવા પહોંચ્યો ત્યારે તેના કાર્યને બિરદાવતા પ્રશસ્તિપત્ર આપ્યું અને પ્રશંસા કરતાં કહ્યું કે, અભિનય, ગાયન, બ્રાન્ડ એમ્બેસેડર અને ક્લબફૂટ વોરિયર તરીકે ઘણા વળાંકો પાર કરી પર્વનું ચેન્જ મેકર તરીકે જે વ્યક્તિત્વ નિર્માણ થયું છે તે ભવ્ય છે.

તેનું કૌશલ્ય અને પ્રતિભા, ઘણા પુરસ્કારો અને પ્રશંસા મેળવવા માટે ઉત્કૃષ્ટ છે. ફ્ક્ત બે વર્ષની ઉમરથી જ પોતાના પ્રથમ ભક્તિગીતોના આલ્બમ થકી ધ યંગેસ્ટ સિંગરનું ખિતાબ મેળવેલ પર્વના ૫૦ જેટલા આલ્બમ વિશ્વભરમાં લોન્ચ થયા છે તથા ૨૦ જેટલા ગીતોમાં તેણે અભિનય કરેલ છે. તેના ગીતોને બસ્સો જેટલા પ્લેટફોર્મ થકી ૨૫ કરોડથી વધુ લોકો માણી ચુક્યા છે. ક્લબર્ટ વોરિયર તરીકે તે નવજાત બાળકોમાં જોવા મળતી આ બીમારી અંગે પ્રચલિત ગેરમાન્યતાઓને દૂર કરવા ઉપરાંત ભગવદ્ ગીતાના પ્રચાર અર્થે પોતાના પર્વ ફ્યૂઝન બેન્ડ સાથે વિવિધ શહેરો અને સંસ્થાઓમાં ગૂંજે ગીતાના કાર્યક્રમ પણ કરે છે.