ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

પર્વ ઠક્કર

પર્વ ઠક્કર

6 વર્ષીય પર્વ ઠક્કર (ધ યંગેસ્ટ સિંગર), જેને “ક્લબફૂટ વોરિયર” તરીકે વ્યાપકપણે ઓળખવામાં આવે છે. તેને મુખ્યત્વે ગુજરાતી અને હિન્દી ભક્તિ સંગીતમાં, ગાયક અને અભિનેતા તરીકેની તેની અસાધારણ પ્રતિભા માટે ખ્યાતિ મેળવી છે.

પર્વ ઠક્કર વિશ્વના સૌથી યુવા અભિનેતા અને ગાયક તરીકેનું ગૌરવ ધરાવે છે. પર્વ એ ફક્ત ૧ વર્ષ અને ૧૧ મહિનાની ઉંમરે “પર્વ – ધ યંગેસ્ટ સિંગર” નામના તેના પ્રથમ સોલો ભક્તિ આલ્બમના પ્રકાશન સાથે તેની ગાયન યાત્રાની શરૂઆત કરી. તેણે ૫૦ થી વધુ ગીતોને પોતાનો મધુર અવાજ આપ્યો છે. બાળ કલાકાર તરીકે, તેણે ક્રુપ મ્યુઝિક દ્વારા નિર્મિત ૧૫ થી વધુ મ્યુઝિક વિડિયોઝ માં એક્ટીંગ કરી છે.

તે ગીતા જયંતિ પર્વ, કૃપ લિટરેચર ફેસ્ટીવલ અને કૃપ મ્યુઝિક ફેસ્ટિવલ માટે એમ્બેસેડર અને કલાકાર તરીકે ગર્વથી સેવા આપે છે. તેમની અસંખ્ય સિદ્ધિઓ ઉપરાંત, પર્વ ઠક્કરને વિશ્વના સૌથી યુવા ચેન્જમેકર તરીકે પણ બિરદાવવામાં આવે છે. પર્વનો જન્મ ક્લબફૂટની ક્ષતિ સાથે થયો હતો અને તે સંગીત દ્વારા, તે પીડા સામે લડ્યો અને સ્વસ્થ થયો. હવે, તે તેના પર્વ ફ્યુઝન બેન્ડ દ્વારા ક્લબફૂટ વિશે જાગૃતિ ફેલાવે છે અને ક્લબફૂટ બાળકોની સારવાર માટે ભંડોળ ઊભુ કરવાના શો કરે છે. તે ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ માટે બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકા નિભાવે છે.

BlogLiterature

વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે થયું ભગવદ્ ગીતા પઠન

સમગ્ર વિશ્વમાં 3 જૂન વિશ્વ ક્લબફૂટ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ એ અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ નામના વૈશ્વિક જાગૃતી અભિયાનની સાતમી વર્ષગાંઠની અનેરી ઉજવણી કરી. એ સાથે જ ક્લબફૂટ વોરિયર તરીકે જાણીતા બનેલા વિશ્વના યંગેસ્ટ સિંગર અને એક્ટર ૭ વર્ષીય પર્વ ઠક્કર ની સંઘર્ષથી સફળતા સુધીની યાત્રાને આવરી લેતા ડૉ. કૃપેશ ઠક્કર ના આગામી પુસ્તક “અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ” ના મુખપૃષ્ઠનું ડૉ. શશીકાંત ઠક્કર, શ્રીમતી નયનાબેન ઠક્કર તેમજ પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

Read More
LiteratureSpotlight

‘મધર્સ ડે’ ને સનાતન સંસ્કારો સાથે ઊજવતા ‘મા પર્વ 2024’ નો થયો આરંભ

હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈડી ના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે મધર્સ ડે ને સનાતન સંસ્કારો સાથે ઉજવતા ત્રીસ દિવસીય ઉત્સવ ‘મા પર્વ’ નો શુભારંભ થયો. જેમાં બાળકોએ ‘માતૃ પૂજા’ કરી અને ભારતીય પરંપરા ની મહેક ફેલાવી. છેલ્લા દસ વર્ષથી ઉજવાતા આ ઉત્સવના દ્રષ્ટા ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કર એ ‘ચલો રામ બને’ કાર્યશાળામાં બાળકોને ભગવાન શ્રી રામની દ્રષ્ટિએ માતાનું મહત્વ શીખવ્યું. તો આયુર્વેદ તબીબ અને મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. પૂજા ઠક્કર ના નેતૃત્વ હેઠળ બાળકોએ શ્લોક, રામ કથા, રમત-ગમ્મત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ ની મજા માણી.

Read More
Story

શ્રી રામ ના ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ ગુજરાત યાત્રાનો કચ્છથી થયો આરંભ

હાલમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જીએલસીસી) અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે બાળકોમાં ભગવાન રામ જેવા ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ કાર્યશાળાના પ્રથમ ચરણ સાથે પર્વ ફ્યુઝન બેન્ડ ની ગુજરાત યાત્રાનો થયો પ્રારંભ. જેમાં ૫૦ થી પણ વધુ બાળકોએ ભાગ લીધો.

Read More
MusicStory

શહીદ દિવસે પર્વ ફ્યૂઝન બેન્ડ એ શહીદોને સમર્પિત કર્યું ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીત

અંજાર-કચ્છના ડૉ. કૃપેશ ઠક્કર અને બાળ કલાકારો વાચા ઠક્કર અને પર્વ ઠક્કર એ માતૃભૂમિ માટે કુરબાન થયેલા શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને સ્વરાંજલી આપતા ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીતનું નિર્માણ કર્યું. જે ગિવ વાચા ફાઉન્ડેશનના હેરિટેજ પર્વ અંતર્ગત કૃપ મ્યુઝિક દ્વારા વૈશ્વિક સ્તરે લોન્ચ થયું.

Read More
LiteratureMusicStory

કચ્છના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ’

વૈશ્વિક સાહિત્ય પર્વ રૂપે જ્યારે કૃપ લીટરેચર ફેસ્ટિવલ કચ્છના શહેરોમાં ઉજવાઇ રહ્યું છે, ત્યારે હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે આ પર્વ અંતર્ગત ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લીટરેચર ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન થયું. જેમાં વિવિધ શાળાઓના આચાર્યો અને સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા. આ ઉત્સવમાં બસો થી પણ વધુ બાળકો વાલીઓ સહિત જોડાયા અને ‘શબ્દવંદના’ સાથે સાત ભાષાઓની ગાયન, વાદન અને નૃત્યના મધ્યમથી વંદના કરી.

Read More
MusicStory

નવરાત્રી પર્વ નિમિતે કચ્છી કલાકારો દ્વારા અંબે માં આરતીની ભવ્ય રજૂઆત

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા નવરાત્રી ઉત્સવ નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશના ‘જય આદ્યાશક્તિ’ અંબે માં આરતીનું અંજારના ગિવ વાચા સેન્ટર ખાતે આમંત્રિત કુમારીકાઓને હસ્તે લોકાર્પણ થયું.

Read More
Story

કલા થકી સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે ગુજરાત યાત્રાએ નીકળેલા કચ્છી કલાકાર

અંજારનો છ વર્ષીય બાળ કલાકાર પર્વ ઠક્કર છેલ્લા ચાર વર્ષથી ગાયન અને અભિનય થકી સનાતન સંસ્કૃતિ, દેશભક્તિ અને પારિવારિક મૂલ્યોના સંવર્ધન માટે કાર્યરત છે, ત્યારે હાલમાં ગૂંજે ગીતા થકી ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટ માટે જનજાગૃતિ અર્થે ગુજરાત યાત્રા કરી રહેલ પર્વ ઠક્કર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આશીર્વાદ લેવા પહોંચ્યો

Read More
LiteratureStory

છ વર્ષીય પર્વ ઠક્કરએ સનાતન એક્ટીવિટી પુસ્તક દ્વારા સાહિત્ય ક્ષેત્રે કર્યું પદાર્પણ

બાળ કલાકાર પર્વ ઠક્કર એ સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કરી ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરતું પોતાનું પ્રથમ પુસ્તક ‘પર્વ કી પાઠશાલા- સનાતન એક્ટિવિટી બુક પાર્ટ ૧’ પ્રકાશિત કર્યું. જેનું કચ્છના લોકલાડીલા સાંસદસભ્ય શ્રી વિનોદભાઇ ચાવડાને હસ્તે ભુજ ખાતે લોકાર્પણ થયું. ધારાસભ્ય શ્રી ત્રિકામભાઈ છાંગાએ પણ શુભકામનાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યા.

Read More
Story

પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા ને મળ્યા

ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઈઝીઆઈડીએ ત્રીસ દિવસીય ક્લબફૂટ અવેરનેસ મંથ પ્રોજેક્ટ થકી ગુજરાતનાં વિવિધ શહેરોમાં લોકજાગૃતિ માટેની પહેલ કરી છે. ત્યારે વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે પ્રતિનિધિ તરીકે પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જાને મળ્યા હતા.

Read More
Story

વૈશ્વિક સ્પર્ધા કૃપ ટેલેન્ટ હન્ટનું ગાંધીધામ ખાતે થયું શુભારંભ

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના સંયુક્ત ઉપક્રમે વિશ્વભરના ભારતીયો માટે થનારી ગાયન, વાદન, નૃત્ય, અભિનય, મોડેલિંગ અને વક્તવ્ય માટેની સ્પર્ધાઓના કચ્છ ક્ષેત્રના ઓડિશનનું દયાનંદ આર્ય વૈદિક (ડીએવી) પબ્લિક સ્કૂલ ગાંધીધામ ખાતે પ્રારંભ થયું. જેમાં શાળાના સીઇઓ શ્રીમતી હેતલબેન પરમાર, આચાર્ય શ્રી દિગંતભાઈ ધોળકિયા, ગીતકાર, સંગીતકાર અને ફિલ્મ મેકર ડૉ. કૃપેશ ઠક્કર, કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડૉ. પૂજા ઠક્કર તથા ડૉ. રાધાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

Read More