Tag: ડૉ. કૃપેશ ઠક્કર

ડૉ. કૃપેશ ઠક્કર

ડૉ. કૃપેશ ઠક્કર ભારતીય ગાયક, ગીતકાર, સંગીતકાર, દિગ્દર્શક, મ્યૂઝિક થેરાપીસ્ટ અને બેસ્ટ સેલિંગ લેખક છે. તેઓ કૃપ મ્યુઝિક, કૃપ પ્રોડક્શન્સ, કૃપ ફિલ્મ્સ, કૃપ પબ્લિશિંગ અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંસ્થાપક છે.

તેમના કાર્ય દ્વારા અસંખ્ય વ્યક્તિઓના જીવન પર સકારાત્મક પ્રભાવ પાડતા, લાઈફ કોચ તરીકે તેમની વ્યાપક પ્રશંસા અને સિદ્ધિઓ છે. તેઓ પર્વ ફ્યુઝન બેન્ડના ગિટારિસ્ટ અને લીડ વોકલિસ્ટ પણ છે. તેઓ સુર ગુજરાત કે, સુર હિન્દુસ્તાન કે, ધ મેજિકલ મ્યુઝિશિયન, નચ લે અને ધ ગ્લોબલ ગુજરાત શોના મેન્ટર અને જજ પણ છે.

તેઓ ભારત અને ગુજરાતના સૌથી સર્વશ્રેષ્ઠ મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે પણ જાણીતા છે. લેખક તરીકે, ડૉ. કૃપેશે બેસ્ટ સેલર નવલકથા શ્રેણી “ભગવદ ગીતા ફોર લાઈફ”, “જીવન મેં ગૂંજે ગીતા” તેમજ “ધ લવ ગાથા” લખી છે. તેમના જાણીતા પુસ્તકો અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા, અર્જુન ઉવાચ: ધ સ્પિરિચ્યુઅલ યાત્રા, અર્જુન ઉવાચ: મા પર્વ, ક્યા છે કાનો?: લીરીક્સ બુક તેમજ અધુરા પ્રેમની કહાની છે. તેમના પુસ્તકો કૃપ પબ્લિશિંગ દ્વારા વિશ્વભરમાં પ્રકાશિત થાય છે.

ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે, તેઓ વિશ્વના સૌથી લાંબા સમય સુધી ચાલતા સાહિત્ય ઉત્સવ “કૃપ લિટરેચર ફેસ્ટિવલ”નું નેતૃત્વ કરી રહ્યા છે.

  • ગુરુનાનક જયંતીએ વાચા ઠક્કરનું સતનામ વાહેગુરુ ધૂન માટે ગુરુદ્રારા ખાતે સન્માન

    ગુરુનાનક જયંતીએ વાચા ઠક્કરનું સતનામ વાહેગુરુ ધૂન માટે ગુરુદ્રારા ખાતે સન્માન

    ‘સતનામ વાહેગુરુ નાનક’ ધૂન પણ ગુરુદ્વારામાં રજૂ : બાળગાયિકાનું સન્માન કરાયું

    ગાંધીધામના ગુરુદ્રારા ખાતે ગુરુનાનક જયંતી નિમિત્તે ‘સુખ યા આનંદ’ ટૂંકી ફિલ્મ અને “સતનામ વાહેગુરુ ધૂન’ મ્યુઝિક્લ વીડિયો અંજાર સ્થિત કૃપ મ્યુઝિક અને ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા રજૂ કરાયા હતા. ૭ વર્ષીય ગાયક વાચા ઠક્કર તેમજ ગાયક અને સંગીતકાર ડો. કૃપેશ ઠક્કરે ‘સતનામ વાહેગુરુ ઘૂન’ના બે વીડિયો તૈયાર કર્યા છે જેમાં એકમાં ૧૦૮ વખત ધૂન ગાઇ છે. આ પ્રસંગે ગાંધીધામ ગુરુદ્રારા સમિતિના ખજાનચી શીતલસિંઘે બાળગાયિકા વાચાનું સન્માન કર્યું હતું.

    ડો. કૃપેશ ઠક્કરે જણાવ્યું હતું. કે, તેમના દ્વારા લિખિત અને નિર્મિત ‘સુખ યા આનંદ’ નામની શોર્ટ ફિલ્મ રિલીઝ કરાઇ જેમાં ગુરુનાનક દેવના એક દોહા “મેરો મેરો સભી ક્હતે હૈ, હિત સોં બાધ્યો ચિત, અંતકાલ સંગી નહીં કોઉ, યહ અચરજ કી રીત ‘ના સંદેશને વણી લેવાયો છે. ભૌતિક સુખ માટે સાચા આનંદને ભૂલી જનારા લોકોને ઇશ્વરે આપેલા જીવનનો સદુપયોગ કરવાનો સંદેશ લોકો સમક્ષ રજૂ કરાયો છે. ફિલ્મમાં સુરતના થિયેટરના જાણીતા પારસી ક્લાકાર ફરઝાન કરંજિયા તેમજ તેમના સાથીઓએ અભિનય કર્યો છે. ફરઝાને તેના લોકપ્રિય “પારસી બાવા કરે ધમાલ’ના કિરદાર પારસી બાવામાં લોકોનું મન જીત્યું છે. આ પહેલાં આ પિતા-પુત્રી દ્વારા આ જ વર્ષમાં રામધૂન, હૈ નમન, શહીદોને સલામ તેમજ ગયા અઠવાડિયે જલારામ ધૂન (વીડિયો) રજૂ કર્યો છે.

  • જલારામ બાપા કે પરચે શોર્ટ ફિલ્મ રીલીઝ થઇ

    જલારામ બાપા કે પરચે શોર્ટ ફિલ્મ રીલીઝ થઇ

    અંજાર કચ્છ સ્થિત કૃપ મ્યુઝીક અને ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા આ જલારામ જયંતી નિમિતે “જલારામ ધૂન” મ્યુસિક વીડિઓ અને “જલારામ બાપા કે પરચે” નામની શોર્ટ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી.

    અંજાર સ્થિત 2 વર્ષના પર્વ ઠક્કર એ ગાયક 7 વર્ષીય વાચા ઠક્કર તેમજ ગાયક અને સંગીતકાર ડો. કૃપેશ સાથે વીડિઓ માં અભિનય કર્યો છે. વીડિઓનું શુટિંગ ભુજ રવાણી ફળિયાના જલારામ મંદિર તેમજ માંડવીના દરિયા કાંઠે અને અંજારમાં કરવામાં આવ્યું છે. વીડિઓ માં ડો. શશીકાંત ઠક્કર, નયનાબેન ઠક્કર તેમજ ડો. પૂજા ઠક્કર પણ સામેલ છે. આમ એક જ કુટુંબ ના 6 સભ્યો દ્વારા અનોખી રીતે જલારામ જયંતી ઉજવવા નો આ નવતર પ્રયાસ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે આ ગીત ની સાથે સાથે ડો. કૃપેશ ઠક્કર દ્વારા લેખિત અને નિર્મિત શોર્ટ ફિલ્મ “જલારામ બાપા કે પરચે” પણ રિલીસ કરવામાં આવી જેમાં જલાબાપા ના પરચા ના પ્રસંગ ને વણી લેવામાં આવ્યા છે. ફિલ્મમાં સુરતના થીએટરના જાણીતા પારસી કલાકાર ફરઝાન કરંજિયા તેમજ તેમના સાથીઓએ અભિનય કર્યો છે.

  • માનવીના મન ઉપર કલમ અને સંગીતના સૂરોથી સર્જરી કરતો અનોખો ડૉક્ટર: કૃપેશ ઠક્કર

    માનવીના મન ઉપર કલમ અને સંગીતના સૂરોથી સર્જરી કરતો અનોખો ડૉક્ટર: કૃપેશ ઠક્કર

    • મૂળ કચ્છના અને જામનગરની મૅડિકલ કૉલેજના વિદ્યાર્થી ડૉ.કૃપેશે ગાયકી ક્ષેત્રે આગવું સ્થાન મેળવ્યું.
    • ગુજરાતી ફિલ્મોમાં ગીત ગાઈ, કમ્પોઝ કરી ૨૦૦ થી પણ વધુ ગીતો લખવાનો અનોખો રૅકોર્ડ
    • કૉલેજના ગુરૂવર્ય પ્રોફેસરો પાસે મ્યુઝિક આલ્બમ લૉન્ચ કરાવી શિષ્યએ અનોખી ગુરૂદક્ષિણા આપી

    ઉભરતા ગાયકો માટે એક સુંદર પ્લૅટફોમ

    જન્માષ્ટ મીના આગામી ડૉ.કૃપેશ ઠક્કર દ્વારા ‘ક્યાં છે કાનો?’ ખાસ કૃષ્ણ ગીતો ઉપરનો આલ્બમ રજૂ થનાર છે, જેમાં ૪ ભાષામાં કૃષ્ણ ગીતો રજૂ થયાં છે. આ ઉપરાંત ‘સૂર ગુજરાત કે’ સંગીતમય કાર્યક્રમો દ્વારા ઉભરતા ગુજરાતી ગાયકોને એક સુંદર પ્લેટફોર્મ પુરૂ પાડવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. રાજ્યમાં તેમજ વિશ્વમાં અનેક શહેરોમાં સોશ્યલ મીડિયાના ઈન્ટરનેટ માધ્યમથી ગુજરાતી ગાયકો આ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યાં છે.

    મન ઉપર સંગીત રૂપી અનેરૂ સર્જન

    જામનગરની એમ. પી. શાહ મેડિક્લ કૉલેજ વિશ્વના અનેક નામી-પ્રતિષ્ઠિન સર્જનોની તબિબિ જગતમાં ભેંટ આપી. છે હવે, આજ એક ‘સંગીત સર્જકની ડૉ. કૃપેશ દરરૂપી ભેટ સંગીત જગતને આપ્યાનું ગૌરવ લઈ શકે છે. સામાન્ય રીતે એક ડૉક્ટરને કાતર લઇ શરીર ઉપર સર્જરી કરતાં જોવા એ સામાન્ય બાબત છે, પણ અમેરિકાનું ગ્રીનકાર્ડ છોડી માદરે વતનના સંગીતપ્રેમને લઈ એક ડૉક્ટર હાથમાં કાતરની જગ્યાએ ક્લમ અને મન ઉપર સંગીતરૂપી અનેક સર્જન કરતાં જોઈ ડૉ. કૃપેશને તેઓની સંગીતયાત્રા માટે બૅસ્ટ ઓફ લક…

    સંગીતનો શોખ એક સર્જનને પણ કેટલી હદે પાગલ કરી શકે છે, તેનું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો છે જામનગરની એમ. પી. શાહ મૅડિકલ કૉલેજમાં અભ્યાસ કરી એમ.બી.બી.એસ. ડૉક્ટર બનેલા ડૉ.કૃપેશ ઠક્કર,.. જેઓએ ડૉક્ટરીની સાથે સાથે તેમના સંગીત પ્રત્યેના શોખને જીવંત રાખી ૨૦૦ થી વધુ ગુજરાતી તેમજ હિન્દી ગીતો લખ્યા અને કમ્પોઝ પણ કર્યા છે.

    કચ્છના માંડવી ગામમાં જન્મેલા કૃપેશ ઠક્કરના પિતા શશીકાંતભાઈ ઠક્કર ડૉક્ટર હોય, ‘વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા..’ ગુજરાતી કહેવતને સાર્થક કરતા કૃપેશભાઈએ પણ પિતાનો વારસો જાળવી રાખી મેડિકલ અભ્યાસની સાથે એમ.બી.બી.એસ. ડૉક્ટરી પાસ કરી, પણ સંગીત પ્રત્યેનો તેમનો લગાવ ડૉક્ટર બન્યા બાદ પણ છૂટયો નહીં અને આજે તેઓ ગુજરાતી ફિલ્મના એક અદના ગાયક તરીકે ઉભરી રહ્યાં છે.

    ઘો.૧૦ માં કવિતા લખવાનાં શોખ અને કુટુંબમાં વડિલો દ્વારા જાહેર કાર્યક્રમોમાં લોકગીતો રજૂ કરવાની વાતોથી પ્રેરાઈને ડૉ. કૃપેશે પણ ગાયકી ક્ષેત્રે ઝંપલાવ્યું. યુએસએમાં અભ્યાસ દરમિયાન સવારે એમ.એચ.એ. (માસ્ટર ઈન હૉસ્પિટલ ઍડમિનિસ્ટ્રેશન ના વર્ગો અને સાંજે રેકોર્ડિંગ ઍન્જિનિયરના વર્ગો સાથે-સાથે કર્યાં. રેકોર્ડિંગ ઍન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કૃપેશભાઈએ તેમના માદરે વતન કચ્છમાં રેકૉર્ડિંગ સ્ટુડિઓ રૂા.૨૦ લાખના અદ્યત્તન ઈન્ટિમેન્ટ્સ સાથે શરૂ કર્યો છે.

    જામનગરની એમ.પી. શાહે મૅડિકલ કૉલેજમાં અભ્યાસ દરમિયાન અનેક સહવિદ્યાર્થીઓ અને કોલેજના પ્રોફેસરો દ્વારા ડૉ. કૃપેશને ગાયકી ક્ષેત્રે પ્રોત્સાહન મળતું રહ્યું. ડૉકટર બન્યા બાદ તેમજ ગુજરાતી ફિલ્મોમાં ગાયક, કમ્પોઝર બન્યા પછી પણ કોલેજનું ઋણ અદા કરવા ડૉ.કૃપેશે તેમના દ્વારા બહાર પાડવામાં આવેલ મ્યુઝિક આલ્બમ ‘રામધૂન’નું લૉન્ચિંગ તેમના જ વડિલ પ્રોફેસરો હસ્તે કર્યું હતું, આ આલ્બમમાં ડૉ. કૃપેશ ઉપરાંત તેમની ૬ વર્ષની પુત્રી વાચા ઠક્કરે પણ સૂર આપ્યો છે… રામધૂનમાં ‘રામચરિત માનસ’ની ચોપાઈના શ્લોક સુમધુર અવાજમાં સુંદર રીતે કમ્પોઝ કરી રજૂ કરાયા છે.

    ડૉ,કૃપેશ ઠકકરે ‘સાંજ સમાચાર સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રિલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ગુજરાતી વૅડિંગ ઈન ગોવા’માં તેઓએ રોમેન્ટિક સોંગ લખ્યું છે તેમજ જુન મહિનામાં રિલિઝ થનારી ફિલ્મ ‘ફૅમિલી સર્કસ’ માં તેમના દ્વારા લખાયેલ ગીત જાણીતા બોલિવુડ ગાયક શાન દ્વારા ગાવામાં આવ્યું છે.

    ફિલ્મો ઉપરાંત તેઓ અનેક મ્યુઝિકલ કાર્યક્રમો દ્વારા બાળકો અને યુવાનોમાં રહેલી સંગીત પ્રત્યેની ધગરા બહાર લાવવા પ્રયત્નો કરે છે. ‘જન ગણ મન..’ ઍપિસોંડ તેઓનો પ્રખ્યાત શો છે, જેને યુ-ટ્યુબ ઉપર ૭૦ લાખથી વધુ યુ-ટ્યુબ યુઝરોએ જોયો છે.

    પાશ્ચાત્ય અને ભારતીય સંગીતના મિશ્રણથી યુવાઓને આપણી મૂળ સંસ્કૃતિ તરફ લઈ જવાનો મારો પ્રયત્ન છેઃ ડૉ. કૃપેશ

    ‘સાંજ સમાચાર’ સાથેની મુલાકાત દરમિયાન ડૉ.કૃપેશે જણાવ્યું હતું કે, પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આંધળી દોટ મૂકી રહેલાં યુવાધન તેમજ બાળકોને સંપૂર્ણ રીતે આપણા પ્રાચીન સંગીત અને સાંસ્કૃતિક ધરોહર તરફ ઢાળવા ખૂબ કઠિન છે, ત્યારે મેં નવો માર્ગ અપનાવ્યો અને પાશ્ચાત્ય તેમજ ભારતીય સંગીતનું બૅલેન્સ કરી અલગ ફ્યુઝન દ્વારા યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ તરફ ઢાવળા પ્રયત્ન કરૂ છું. મારા સંગીતમાં કૃષ્ણ ઉપરના જન્માષ્ટમી ગીતો હોય કે પછી ‘રામધૂન’ના શ્લોક હોય કે સમાજના વિવિધ સંબંધો પિતા-પુત્રી, ભાઈ-બહેન, પતિ-પત્નીને લગતાં પ્રેમ ઉપરના ગીતો હોય. હું પાશ્ચાત્ય સંગીત સાથે તેને લણી લઈ યુવાઓમાં વહેતા મકુંછું અને મારા આ પ્રયોગમાં મને સારી એવી સફળતા પણ મળી છે, આજેમારા દ્વારા લખાયેલા અને કમ્પોઝ કરાયેલા ગીતો યુ-ટ્યુબ ઉપર લાખો સંગીતપ્રેમીઓ માણી રહ્યાં છે.

  • કૃપ મ્યુઝિક, ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ભાવનગરમાં ગાયન, નૃત્ય અને મોડેલ માટેના ઓડીશન લેવાયા

    કૃપ મ્યુઝિક, ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ભાવનગરમાં ગાયન, નૃત્ય અને મોડેલ માટેના ઓડીશન લેવાયા

    ભાવનગર ખાતે તા.૨૯ માર્ચના રોજ કૃપ મ્યુઝિક અને ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ગાયન (સુર ગુજરાત કે), નૃત્ય (નચ લે) અને મોડેલની શોધ (ઈ સિતારા મોડેલ) માટેના ઓડિશન સિલ્વર બેલ્સ સ્કુલ ખાતે યોજવામાં આવ્યા. ઓડિશનમાં વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

    રાજ્ય કક્ષાની આ સ્પર્ધાઓમાં જીતનાર પાંચ સ્પર્ધકોને કૃપ મ્યુઝિકની આવનારી ફિલ્મ કે આલ્બમમાં લેવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં ગીતકાર-સંગીતકાર, ગાયક ડો.કૃપેશ ઠક્કરના હનુમાન જયંતિ નિમિત્તે બનાવેલ ફ્યુઝન ગીત મંગલ ભવન-રામ ધૂનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ગીતમાં ડો.કૃપેશ ઉપરાંત બાળ કલાકાર વાચા ઠક્કરે પણ કંઠ આપ્યો છે. ૨૯ માર્ચે ઓડિશન પાર કરી આગળ વધેલા સ્પર્ધકોને સ્પર્ધાના મેન્ટોર ડો.કૃપેશ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવી. આ સ્પર્ધકો ૩૦ માર્ચના સ્પર્ધાના બીજા રાઉન્ડના ઓડિશનમાં ભાગ લેશે.

    તદુપરાંત સૌપ્રથમ વખત ડીજીટલ ઈન્ડિયાના મિશનને ધ્યાનમાં રાખી કૃપ મ્યુઝિક મોબાઈલ એપ દ્વારા સ્પર્ધાના રજીસ્ટ્રેશન તેમજ દરેક સ્પર્ધાના ઓડિશન પણ લેવામાં આવી રહ્યાં છે. એપ દ્વારા સ્પર્ધકો પ્રથમ રાઉન્ડમાં ભાગ લઈ શકે છે અને બીજા રાઉન્ડમાં વિવિધ શહેરોમાં ઓડિશનમાં પ્રવેશ મેળવી શકે છે. આ ઉપરાંત સ્પર્ધાના આગળના તબક્કે વોટીંગ પણ આ એપ મારફત થશે. સુર ગુજરાત કે સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતી ગાયકો પણ ભાગ લઈ રહ્યાં છે.

  • સૂર ગુજરાત કે વિજેતા આર્ચીએ કબડ્ડીના વર્લ્ડ કપમાં રાષ્ટ્રગીત ગાયું

    સૂર ગુજરાત કે વિજેતા આર્ચીએ કબડ્ડીના વર્લ્ડ કપમાં રાષ્ટ્રગીત ગાયું

    ‘સૂર ગુજરાત કે’ વિજેતા રહિ ચુકેલી આર્ચીના કંઠથી અનેકો થયા છે મંત્રમુગ્ધ

    અમદાવાદ ખાતે આયોજીત કબડ્ડીના વિશ્વક્પની ઓપનીંગ સેરેમનીમાં મુન્દ્રાની દિકરી આર્ચી મીસ્ત્રીએ રાષ્ટ્રગીતનું ગાયન કર્યું હતુ. રાજ્યના મુખ્યમંત્રી સાથે 12 દેશોની ટીમના કેપ્ટન ઉપસ્થીત રહ્યા હતા. કબડ્ડીનો વર્લ્ડકપ આ વખતે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે ત્યારે ક્ચ્છના મુન્દ્રાની રહેવાસી આર્ચી ભાવિન મીસ્ત્રીને આ ઉચ્ચ પ્લેટફોર્મ પર દેશનું રાષ્ટ્રગીત પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો હતો. વિશ્વકપની ઓપનીંગ સેરેમનીમાં રાષ્ટ્રગીતનું ગાન કરી રહેલી આર્ચી દ્રશ્યમાન થાય છે.

    શરુઆતમાં આર્ચીએ રાષ્ટ્રગીત લરકાર્યું હતુ. જેની સાથે મુખ્યમંત્રી વિજય રુપાણી, 12 દેશોની કબડ્ડી ટીમના કેપ્ટન, ઉચ્ચ અધિકારીઓ અને હજારોની માત્રામાં દર્શકોએ પણ સાથ પુરાવ્યો હતો. 13 વર્ષની આર્ચી મુન્દ્રાની સીપીએસ સ્કુલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. કૃપ મ્યુઝીક દ્રારા આયોજીત “સુર ગુજરાત કે’ નો ખિતાબ પણ તે મેળવી ચુકી છે ત્યારે આજ દિવસે આગામી દિવસોમાં આવી રહેલી ગુજરાતી ફિલ્મ “કમીટમેન્ટ” માં તેણે ગાયેલુ “હે પ્રભુ’ ગીત લોંચ કરવામાં આવ્યુ હતુ. અહિ નોંધવુ રહ્યુ કે તેના રીલીક્સ અને સંગીત અંજારના કૃપેશ ઠક્કર દ્વારા આપવામાં આવ્યા છે. કચ્છી પ્રતીભાઓ હવે ઉચ્ચપાયદાનો પર ઉઠી જિલ્લાનું વિવિધ સ્તર પર નામ રોશન કરી રહ્યા છે.

  • ગુજરાતના યુવા ડોકટરના નવા ઓડિયો આલ્બમ ‘ક્યાં છે કાનો? અંતરયાત્રા’ ની ભવ્ય રજુઆત

    ગુજરાતના યુવા ડોકટરના નવા ઓડિયો આલ્બમ ‘ક્યાં છે કાનો? અંતરયાત્રા’ ની ભવ્ય રજુઆત

    ગુજરાતના યુવા કલાકાર-ડો. કૃપેશ ઠક્કર કે જેઓએ જામનગરથી ડોક્ટરની ડિગ્રી મેળવી હતી. અને પછી યુએસએ જઇને માસ્ટર ડિગ્રી મેળવીને રીસર્ચના ક્ષેત્રે પ્રેક્ટીસ કરી હતી, પરંતુ તેઓના મનમાં રહેલી સંગીત પ્રત્યેની લાગણી છુપી શકી નહીં, તેથી તેઓ ત્યાંથી રાજીનામું આપી ભારત પરત ફર્યા અને પોતાના મનમાં રહેલી સંગીતની લાગણીને એક ઓડિયો આલ્બમ “ક્યાં છે કાનો ? અંતરયાત્રા” થકી લોકો સમક્ષ રજુ કરી.

    ક્યાં છે કાનો? અંતરયાત્રા આલ્બમની રજુઆત (લોકાર્પણ) ડો. કૃપેશ ઠક્કરના માતા પિતાના હસ્તે કરવામાં આવી. ડો. કૃપેશ ઠક્કરના પ્રથમ આલ્બમ ક્યાં છે કાનો? અંતરયાત્રા ની અમદાવાદના એએમએ (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) ખાતે ભવ્ય રજુઆત કરવામાં આવી. આ આલ્બમમાં કુલ ૭ ગીતો છે. જેમાં ૪ ભાષા – ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીનો સમાવેશ છે. ડો. કૃપેશ ઠક્કરને આ આલ્બમ માટેની પ્રેરણા શ્રીમદ્ ભાગવત ગીતામાંના શ્રી કૃષ્ણ અને શ્રી અર્જુન વચ્ચેના સંવાદમાંથી મળી છે. આ સાથે ડો. કૃપેશ ઠક્કરે પોતાની મ્યુઝિક કંપની કૃપ મ્યુઝિકની પણ જાહેરાત કરી હતી. જેનું આ પ્રથમ આલ્બમ છે.

    આ પ્રસંગે ડો. કૃપેશ ઠક્કરે જણાવ્યું હતું કે, “હું મારા પ્રથમ આલ્બમની રજુઆતથી ઘણો ખુશ છું, આ આલ્બમની પ્રેરણા મને શ્રીમદ્‌ ભાગવત ગીતાના શ્રી કૃષ્ણ અને શ્રી અર્જુનના સંવાદમાંથી મળી છે. આ આલ્બમના તમામ ગીતોમાં ભગવાનની શોધથી લઇને તેમને પામવા સુધીની અંતરયાત્રા અને ત્યારબાદ આવનારી પેઢીને થતાં પ્રશ્નોને સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ આલ્બમમાં કુલ ૭ ગીતોમાં ૪ ભાષા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીને આવરી લેવામાં આવી છે. આ સાથે જ હું મારી પોતાની મ્યુઝિક કંપની લોન્ચ કરી રહ્યો છું અને આવનાર સમયમાં ગુજરાતમાં સિંગિગ કોમ્પિટિશન યોજી, તેમાંથી ૭ સિંગરને લઇને વધુ એક આલ્બમની રજુઆત કરવાનો અમારો વિચાર છે, સાથે સાથે ઉભરતા કવિની ગીત/ગઝલનો પણ સમાવેશ કરવામાં આવશે.”

  • ગાંધીધામ ખાતે ‘સૂર ગુજરાત કે’ માં અલ્તાફ રાજાએ દર્શકોને ડોલાવ્યા

    ગાંધીધામ ખાતે ‘સૂર ગુજરાત કે’ માં અલ્તાફ રાજાએ દર્શકોને ડોલાવ્યા

    ગાંધીધામ ખાતે ‘સુર ગુજરત કે’ નું ફાઈનલ ઓડિશન યોજવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કચ્છમાંથી પસંદગી પામેલા ૩૦ પ્રતિસ્પર્ધીઓ તેમજ અલ્તાફ રાજાએ સંગીતના સથવારે દર્શકોને ડોલાવ્યા હતા. ક્રુપ મ્યુઝિક આયોજિત ‘સૂર ગુજરાત કે’ ના ફાઈનલ ઓડિશનમાં કચ્છી સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    કચ્છના યુવાનોમાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવવા માટે મુન્દ્રા, માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામ ખાતે ઓડીશનનું આયોજન કરાયું હતું. ફાઈનલમાં તમામ સ્પર્ધકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં હીમા હોદાર, સૂરજ સોલંકી, અને આર્ચી મિસ્ત્રી વિજેતા થયા હતા જયારે હર્ષિદા, વૈભવ ઠક્કર અને પ્રથમ શાહ રનર્સઅપ રહ્યા હતા. આ પ્રસંગે કુપેશ ઠક્કરનો આલ્બમ ‘કયાં છે કાનો’ નું ત્રિકમદાસજી મહારાજ, નિર્ણાયકો તેમજ ડો. શશિકાંત ઠક્કરના હસ્તે લોંચ કરાયું હતું.

    પ્રખ્યાત કવાલી કલાકાર અલ્તાફ રાજા, દેશ-વિદેશમાં સૂરથી ધૂમ મચાવનાર ઈન્ડિયન આઈડલ ફેમ હર્ષી માધાપરિયા, ડોલી પીટર, વાજીદ ખાન, આલોક માશી, કીર્તિ વરસાણી, પૂજા ઠક્કર અને કૃપેશ ઠક્કરે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. અલ્તાફ રાજાએ “તુમ તો ઠહેરે પરદેશી’ થી દર્શકોને ડોલાવ્યા હતા.

  • વેલેન્ટાઇન ડેને ભારતીય સંસ્કૃતિ અનુસાર વેલેન્ટાઇન પર્વ તરીકે ઉજવવાનો પ્રયાસ

    વેલેન્ટાઇન ડેને ભારતીય સંસ્કૃતિ અનુસાર વેલેન્ટાઇન પર્વ તરીકે ઉજવવાનો પ્રયાસ

    અમદાવાદ અત્યારે વેલેન્ટાઇન ડેની તૈયારી કરી રહ્યું છે ત્યારે અમદાવાદના યુવા ઉત્સાહી ગ્રુપ – ક્રુપ મ્યુઝિક ટીમ દ્વારા શહેરના વિવિધ સ્થળે જઇને ભારતીય સંસ્કૃતિ અનુસાર વેલેન્ટાઇન ડેની ઉજવણીના ભાગરૂપે વેલેન્ટાઇન વીકની ઉજવણી કરી રહ્યું છે. જે અંતર્ગત તેઓ શહેરમાં ૭મી ફેબ્રુઆરી થી ૧૩મી ફેબ્રુઆરી સુધી હેલ્થ ચેક-અપ કેમ્પ, સ્વાસ્થ અંગે સલાહ, વૃદ્ધાશ્રમની મુલાકાત, અબલાશ્રમની મુલાકાત, થેન્ક યુ કહેવા વિવિધ હોસ્પિટલો, રેડિયો સ્ટેશન, પોલીસ અધિકારની મુલાકાત કરી હતી. સાથે મળનાર વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે તબાકું-બીડી છોડોનું સૂત્ર અને ગર્લ ચાઇલ્ડને અપનાવીશું તેવી સમજણ આપી હતી. અમદાવાદના યુવા ઉત્સાહી ગ્રુપ – ક્રુપ મ્યુઝિક ટીમ શહે૨માં વેલેન્ટાઇન વીકની ઉજવણી કરી રહ્યું છે. જેમાં તેઓ ભારતીય સંસ્કૃતિ અનુસાર ૪ અલગ અલગ થીમ પર વેલેન્ટાઇન વીકની ઉજવણી કરશે.

    • હેલ્પીંગ હેન્ડ માં છે કાનો
    • સેલ્ફલેસ એક્ટમાં છે કાનો
    • ગેટીટ્યુટમાં છે કાનો
    • એટીટ્યુટમાં છે કાનો

    હેલ્પીંગ હેન્ડ

    પ્રથમ થીમમાં તેઓએ વિવિધ સ્થળે જઇને લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ, તેમજ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ૮મી ફેબ્રુઆરીએ પરીમલ ગાર્ડન અને કાંકરીયા પાસે ૨૦૦થી વધુ લોકોના હેલ્થ ચેકઅપ કર્યા હતાં. અને ૯મી ફેબ્રુઆરીએ અશોક મીલની ચાલીમાં અંદાજે ૩૦૦ જેટલા લોકોના હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યા હતાં. જીસીએસના ૩ તબીબોએ આ કેમ્પમાં પોતાની સેવા આપી હતી.

    સેલ્ફલેસ એક્ટ

    બીજી થીમમાં તેઓએ ઇનકમ ટેક પાસેના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વેલેન્ટાઇન વીકની ઉજવણી કરી હતી. હવે તેઓ ૧૩મી ફેબ્રુઆરીએ સવારે મહીપતરામ રૂપરામ આશ્રમ, રાયપુરની મુલાકાત લેશે જ્યાં તેઓ છોકરીઓ સાથે વિવિધ રમત રમશે. આશ્રમની છોકરીઓ સ્ત્રીસશક્તિકરણ પર પોતાના વિચાર રજુ ક૨શે. ૧૩મી ફેબ્રુઆરીની સાંજે મધર ટેરેસા આશ્રમમાં જઇ મંદબુદ્ધિના વ્યક્તિઓને નાસ્તા વિતરણનો પ્રોગ્રામ ક૨શે.

    ગ્રેટીટ્યુટ

    ત્રીજી થીમમાં તેઓ સમગ્ર સપ્તાહમાં આભાર વ્યકત કરે છે, જે અંતર્ગત વિવિધ રેડિયો સ્ટેશનમાં જઇ આરજેને મનોરંજન પુરુ પાડવા માટે આભાર એટલે થેન્ક યુ કહ્યું. સાથે ક્રુપ મ્યુઝિક ગ્રુપમાં જોડાયેલ સભ્યોના વાલીને મંળીને તેમનો પણ આભાર વ્યક્ત કરશે. તેઓ વિવિધ હોસ્પિટલો અને અલગ અલગ પોલીસ સ્ટેશનો ૫૨ જઇને ડોક્ટરો, નર્સો, કંપાઉન્ડર, પોલીસ અધિકારીઓને તેમની સેવા બદલ આભાર વ્યક્ત કરશે.

    એટીટ્યુટ

    ચોથી થીમમાં તેઓ મળનાર દરેક વ્યક્તિને તબાકું-બીડી છોડોનો સંકલ્પ કરાવશે, વિવિધ મોલ્સમાં જઇને આસપાસની પ્લાસ્ટિકની થેલીઓ અને બોટલો ઉઠાવી ગંદકી નહીં કરીએ તેવો સંકલ્પ લોકોની સમક્ષ ક૨શે. ૧૩મી ફેબ્રુઆરીએ તેઓ લોકોને રીસ્પેક્ટ વુમન, વેલકમ ગર્લ ચાઈલ્ડ, સે નો ટુ ઇવ-ટીસીંગના સંકલ્પ પણ કરાશે. સાથે સાંજે અમદાવાદના વિવિધ રસ્તા પર ફોલો ટ્રાફિક રૂલ્સના સંકલ્પ પણ કરાવશે.