ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Story

મ્યુઝિક થેરાપી કમાલ: સંગીતના સથવારે બાળ કલાકારે હસતા મોઢે કરાવી સર્જરી

સંગીતની મન અને શરીર પર થતી અસરો પર કરાતાં સંશોધનો

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક સંચાલિત કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર અંતર્ગત વર્ષોથી મ્યુઝિક થેરાપી લઈ રહેલા બાળ કલાકાર પર્વ ઠક્કરે આર્શ ચિલ્ડ્રન ઓર્થોપેડિક હોસ્પિટલ અમદાવાદ ખાતે ચહેરા પર સ્મિત અને સંગીત સાથે ક્લબફૂટની સફ્ળ સર્જરી કરાવી હતી.

સંસ્થા દ્વારા સંગીતની મન અને શરીર પર થતી અસરો પર વિવિધ સંશોધનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે હાલમાં સર્જરી વખતે સંગીતની હકારાત્મક અસરો પર મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા આ સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. છેલ્લા છ વર્ષથી બાળ પર્વ કે જે કલબ ફૂટથી અસરગ્રસ્ત હતો તેને મ્યુઝિક થેરાપી નિયમિત રીતે આપવામાં આવતી હતી. જેના પરિણામે તેને સંગીત થકી પીડામાંથી રાહત તો મળી જ સાથે તેના વ્યક્તિત્વમાં દેઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે બૌધિક અને ભાવનાત્મક વિકાસ જોવા મળ્યો હતો. ઓપરેશન માટે લીધેલી મ્યુઝિક થેરાપીથી તેણે નિર્ભીક રીતે સર્જરી કરાવી હતી. નાના બાળકને આ રીતે પ્રસન્નતાથી ઓપરેશન માટે સ્વસ્થ જોઈને ડોક્ટરો પણ અચંબિત થયા હતા. માત્ર એટલું જ નહીં ઓપરેશન પછી તેણે ખાસ ડોક્ટરો તથા હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા હોસ્પિટલમાં ભક્તિ ગીતો રજૂ કર્યા હતા.

આ અંગે ડૉ. કૃપેશે જણાવ્યું હતું કે, મ્યુઝિક થેરાપી એ શરીરના સાત ચક્રોને સંગીતના સાત સૂરોના તાલમેલથી જાગૃત કરતું વિજ્ઞાન છે. પર્વને નિયમિત રીતે મળી રહેલી થેરાપીનું સફળ પરિણામ તેનો પ્રભાવશાળી વ્યક્તિત્વ, દેઢ આત્મવિશ્વાસ અને ઓપરેશન વખતે પણ ચહેરા પરના સ્મિતમાં જોઈ શકાય છે. વધુમાં આ વિશે વાત કરતા આયુર્વેદ વિશેષજ્ઞ તથા ચાઈલ્ડ કાઉન્સેલર માતા ડૉ. પૂજા ઠક્કરે ઉમેર્યું હતું કે, સર્જરીએ કોઈપણ વ્યક્તિના જીવનમાં આવતી કપરી તનાવજનક પરિસ્થિતિ છે. પર્વની સર્જરીના એક મહિના પૂર્વેથી જ તેને ખાસ થેરાપી આપી હતી.