ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Story

સાત ચક્રને સંગીતના સાત સૂર સ્થિર કરે છે: અંજારમાં સેમિનાર યોજાયો

ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યૂઝિક તથા ઇઝી આઇડી દ્વારા સંચાલિત કૃપ મ્યુઝિક થેરાપી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા અંજાર ખાતે કચ્છના લોકો માટે ‘મ્યુઝિક થેરાપી ફોર બેલેન્સ્ડ લાઇફ’ની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા મ્યુઝિક થેરાપી પર આધારિત સંશોધનો તેમજ સારવાર થઇ રહી છે, ત્યારે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે કચ્છમાં સૌપ્રથમ વખત શિબિરનું આયોજન થયું હતું.

શાળાના આચાર્યો તથા શિક્ષકો તેમજ વિવિધ શહેરોમાંથી ૫૦ થી પણ વધુ લોકો જોડાયા હતા. મ્યૂઝિક થેરાપિસ્ટ ડો. કૃપેશ ઠક્કરએ જીવનમાં સંતુલન જાળવવા મ્યુઝિક થેરાપીના ઉપયોગ ૫૨ વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત તેઓએ બાળક્લાકાર વાચા ઠક્કર અને ડો. પૂજા ઠક્કર સાથે મળીને સાંગીતિક પ્રયોગ પણ રજૂ કર્યો હતો.

મન પર આધ્યાત્મિક ચક્રોનો પ્રભાવ હોય છે, જો ચક્રો અસંતુલિત હોય તો શારીરિક, સંગીતનાં માધ્યમથી થતા ફાયદા અંગે અંજારમાં સેમિનાર યોજાયો ત્યારની તસવીર. માનસિક તક્લીફો સર્જાય છે. આ સાત ચક્રને સંગીતના સાત સૂર સ્થિર અને સશક્ત કરી શકે છે એમ તેમણે જણાવ્યું હતું. આ શિબિરમાં આયુર્વેદ વિશેષજ્ઞ ડો. પૂજાએ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ અને સંગીતની સ્વાસ્થ્ય ૫૨ થતી અસરો વિશે સમજ આપી હતી.

માસિક ચક્ર, મેનોપોઝ અને પ્રેગ્નન્સી જેવી મહિલાલક્ષી સમસ્યાઓમાં મ્યુઝિક થેરાપીના ઉપયોગથી રાહત મેળવવા માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે લોકોએ તેમના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે સમાધાન મેળવ્યું હતું.