ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Story

મધર્સ ડે માતાના નામ અને ભારતીય સંસ્કારોથી બન્યું મા પર્વ

વિશ્વભરમાં ઉજવાતા મધર્સ ડે ને અમેરિકાથી પરત ફરેલા ડોક્ટર એ ભારતીય સંસ્કારો, સનાતન ધર્મ અને નૈતિક મૂલ્યો ને સંકલિત કરીને ત્રીસ દિવસીય ‘મા પર્વ’ તહેવારનું સ્વરૂપ આપ્યું. જે માટે ‘માતૃદેવો ભવઃ’ ના વૈદિક સૂત્રથી મધર્સ ડે નિમિતે સૌ સેવા કાર્યો તેમણે ડૉ. કૃપેશ નયના શશીકાંત તરીકે તેમની માતાના નામ સાથે ઉજવવાની પહેલ કરી અને માતા પિતાના નામ સાથે ઓળખ સ્થાપિત કરનાર પ્રથમ ભારતીય બન્યા.

તેમના નેતૃત્વ હેઠળ ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઈઝી આઈ.ડી. ના સંયુક્ત ઉપક્રમે મા પર્વની શરૂઆત તા. ૧૫ એપ્રિલ એ ગીવ વાચા સેન્ટર અંજાર ખાતે સંસ્થાના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો એ માતૃ પૂજન સાથે કરી, તો પૂર્ણાહુતી 14 મે મધર્સ ડે નિમિતે વંદે માતરમ મેમોરીયલ, ભુજોડી ખાતે ભારત માતા અને ધરતી માતાની વંદના સાથે કરવામાં આવી. આ ત્રીસ દિવસીય પર્વ અંતર્ગત ફક્ત એક માતા નહિ પણ સનાતન સંસ્કૃતિ પર આધારિત ડૉ. કૃપેશના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ અનુસાર માતાના અગિયાર રૂપ એટલે કે મા, ગીતા માતા, ગૌ માતા, તુલસી માતા, માતૃભાષા, ગુરુ, માતૃભૂમિ, ભારત માતા, લોકમાતા (નદીઓ), ધરતી માતા અને દેવી મા એમ વિવિધ સ્વરૂપોની વંદના અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા અર્પિત કરવા અનેકવિધ કાર્યક્રમો થયા; જેમાં સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો, કવિ સંમેલન, ગૌશાળામાં ગૂંજે ગીતા, વૃદ્ધાશ્રમમાં માતૃપૂજા, માતા ને સમર્પિત ગીતો અને ઓડીઓ પોએટ્રી ના વિમોચન તથા ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ જેવા સ્વાસ્થ્ય સંબંધિત કાર્ય નો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટની વિશિષ્ટતા એ હતી કે પ્રથમ વખત કોઈ લેખકે પુસ્તક પ્રકાશિત થતા પહેલા તેમાં દર્શાવેલા સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનું સામાજિક સ્તરે અમલીકરણ કર્યું હોય.

પર્વ ફ્યુઝન બેન્ડ ના કલાકારો વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ પૂજા કૃપેશ, ધ નોટેશન ગર્લ વાચા પૂજા કૃપેશ, ડૉ. પૂજા પ્રવિણા જગદીશ તથા ડૉ. કૃપેશ એ આ ત્રીસ દિવસમાં પંદર જેટલા સંગીતમય ગૂંજે ગીતાના કાર્યક્રમો વિવિધ શહેરોમાં રજુ કર્યા. ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબના સદસ્યોએ કલમ થકી યોગદાન આપ્યું તો સ્વયંસેવકોએ સંસ્થાના જે તે શહેરના ગિફ્ટ ઓફ ટાઇમ એમ્બેસેડર તરીકે માતાના નામ સાથે જોડાઈને સેવા કરી.

ગીવ વાચા ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન દિવાળીબેન જેઠાલાલ અને ડૉ. શશીકાંત દેવકાબા ઉમરશી એ મધર્સ ડે, ઇન્ડિયન વે ની આ નવી વિચારધારામાં મા પર્વ દરમિયાન સંલગ્ન થયેલી સંસ્થાઓ અને લોકોનું હૃદય થી આભાર માન્યો. આમ એક પરિવાર એ શરૂ કરેલ આ પરંપરા વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે વૈશ્વિક બની છે.