ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

MusicStory

‘મારું ગુજરાત છે’ ગીતનું લોકાર્પણ

અંજારના કલાકારો દ્વારા ગુજરાત દિવસ નિમિત્તે “ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે’ ગીત રજૂ કરવામા આવ્યું હતુ. આ ગીતનું લોકાર્પણ અંજાર ટાઉનહોલ ખાતે વાસણભાઈ આહીર અને માલતીબેન મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતુ. ગુજરાતની ગૌરવગાથા વર્ણવતા આ ગીતના ગીતકાર, સંગીતકાર અને દિગ્દર્શક ડો. કૃપેશ ઠકકર છે જયારે ગાયક તરીકે પાંચ વર્ષના પર્વ ઠકકર, ૧૦ વર્ષની વાચા ઠકકર તેમજ ડો. કૃપેશ ઠક્કરે કંઠ આપ્યો છે આ ગીતના વીડિયો માટે મહંત ત્રિકમદાસજી મહારાજે આશીર્વાદ સાથે ગોવર્ધન પર્વત ખાતે શૂટિંગની વ્યવસ્થા કરી આપી હતી. ગીતને તૈયાર કરવા માટે ગિવ વાચા ફાઉન્ડેશનના ડો. પૂજા ઠકકર તેમજ અન્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. ભારતીય જનતા મજદૂર ટ્રેડ યુનિયન કાઉન્સિલના બ્રિજેન ગોંડલિયા તેમજ કિશનગિરિએ લોકાર્પણવિધિની જવાબદારી ઉઠાવી હતી.