ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Story

અંજાર ખાતે ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે શિષ્યોએ ગુરુને આપી અનેરી દક્ષિણા

ગાયકોએ પોતાના ગીતોના આલ્બમનું ગુરુજીના હસ્તે વિમોચન કરાવ્યું

ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઈઝી આઈ ડી તથા કપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટરના સંયુકત ઉપક્રમે અંજારની શાળા નંબર ૩ માં ગુરુપૂર્ણિમા પર્વ યોજવામાં આવ્યું હતું. જેમાં સિંગર પર્વ ઠક્કર. વાચા ઠક્કર, ડૉ. પૂજા તથા ગીતકાર, સંગીતકાર અને મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. કૃપેશએ પોતાના આલ્બમ હિટ્સ ઓફ પર્વ ફ્યુઝન બેન્ડ’ નું તેમના ગુરુજનોને હસ્તે લોકાર્પણ કરીને અનોખી ગુરુદક્ષિણા આપી હતી. ડૉ. કૃપેશ આ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

કચ્છી કલાકારોએ ગુરુપૂજાના કાર્યક્રમમાં તેમના ગુરુઓ માવજીભાઈ મજેઠિયા, કલ્પનાબેન મહેતા. એન. કે. ધોરિયા, વૈશાલીબેન ભટ્ટ અને અંજલીબેન સેવકનું પૂજન કરવામાં આવ્યું હતું. કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જે ગીતા પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ ગુરુજનોના હસ્તે શિષ્યોના આલ્બમનું વિમોચન કરવામાં આવ્યું હતું. આલ્બમ વિશે ડૉ. કૃપેશે જણાવ્યું હતું કે, ‘હું પારિવારિક મૂલ્યો, માતૃભૂમિ અને દેશભક્તની ભાવના ઊજાગર થાય તેવા ગીતો વધુ લખું છું જેને પર્વ અને વાચા મધુર કંઠ આપે છે. આ આલ્બમ અમારા પર્વ ફ્યુઝન બેન્ડના સંગીતને પ્રસ્થાપિત કરે છે. ત્યારે આજે મારી જ શાળામાં મારા ગુરુજનોના આશીર્વાદથી આ આલ્બમનું લોકાર્પણ એ એક અનેરી અનુભૂતિ આપે છે. ડૉ. પૂજાએ જણાવ્યું હતું કે, આ બેન્ડ ભારતીય સંસ્કારો અને સનાતન મૂલ્યોને વિશ્વભરમાં પહોંચાડવાનું કામ કરે છે. ત્યારે આ આલ્બમનું કલાકારો પોતાના ગુરુના આશીર્વાદથી લોકાર્પણ કરાવે છે.