ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

MusicStory

કચ્છી કલાકાર પર્વ ઠક્કરનાં આલ્બમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિમોચન

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના જનજાગૃતિના વૈશ્વિક પ્રોજેક્ટ અંતર્ગત બાળ કલાકાર પર્વ ઠક્કરનાં ધ ક્લબફુટ વોરિયર આલ્બમનું ગુજરાતનાં હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ક્લબફુટ વોરિયર તરીકે પ્રોજેક્ટનાં વૈશ્વિક એમ્બેસેડર

છેલ્લાં છ વર્ષથી ગ્લોબલ ક્લબટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોમાં જોવા મળતી ક્લબફુટ નામની બીમારી અંગે જાગૃકતા ફ્લાવવા પ્રયાસો કરી રહી છે. ક્લબફુટ વોરિયર પર્વ આ પ્રોજેક્ટનાં વૈશ્વિક એમ્બેસેડર તરીકે પોતાની કલા થકી યોગદાન આપી રહ્યો છે. હાલમાં જે ગીતા કાર્યક્રમ સાથે ગુજરાત યાત્રા પર નીકળેલા પર્વ ફ્યુઝન બેન્ડના આ કલાકારો પર્વ ઠક્કર તથા ડો. કૃપેશની ગાંધીનગર ખાતે ઋષિકેશભાઈ સાથે મુલાકાત થઈ હતી અને તેમના હસ્તે સાત ભક્તિ ગીતોના આલ્બમનું વિમોચન થયું હતું. હેલ્થ મિનિસ્ટરે પર્વને પ્રશસ્તિ પત્ર આપી અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે પિતા ડૉ. કૃપેશે કહ્યુ કે જન્મથી જ પર્વને મ્યુઝિક થેરાપીની સારવાર આપવામાં આવી છે. જેના પરિણામે તે દ્રઢ આત્મવિશ્વાસ સાથે ક્લબફુટ વોરિયર તરીકે ઉભરી આવ્યો છે.

આ ઉપરાંત તે સૌથી નાની ઉંમરનો સફ્ળ ગાયક પણ બન્યો છે. તેના ગીતો થકી અન્ય અસરગ્રસ્ત બાળકોને પણ જીવનમાં કંઇક કરવાન પ્રેરણા મળે તે જ ઉદ્દેશ્ય છે. સંસ્થાના ટ્રસ્ટી નયનાબેને ઉમેર્યું કે ક્લબફુટ બીમારીના નામને આવરી લેતા આ આલ્બમનું વિમોચન જનજાગૃતિન ઉદ્દેશ્યને સાર્થક કરવામાં મદદરૂપ થશે.