ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

InterviewStory

ગાયિકા વાચા ઠક્કર સાથે એક મુલાકાત ‘વીર બાળ દિવસ’ નિમિતે

‘વીર બાળ દિવસ’ નિમિતે જયારે ભારતભરમાં બાળકોના શહાદત અને બલિદાનોની વાતો થઇ રહી છે, વિવિધ બાળ કલાકારો પોતાના ક્ષેત્રમાં આ પ્રસંગે વિવિધ કર્યો કરી બાળ દિવસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે ચાલો, આજે મળીયે કચ્છની એક એવી બાળ કલાકારને જેણે પોતાના સંગીતથી વિશ્વભરમાં કચ્છનું નામ રોશન કર્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ કચ્છની દસ વર્ષની મિસ વાચા ઠક્કર વિશે. ચાલો જાણીએ કૃપ મ્યુઝીક તરફથી લેવાયેલા આ exclusive artist interview માં વાચા સાથેનો સંવાદ, તેના વિચારો અને વાત કરીશું તેની ઉપલબ્ધિઓ વિશે…

મિસ વાચા, સર્વ પ્રથમ અમને તમારા વિશે થોડું જણાવો.

મારું નામ વાચા ઠક્કર છે, હું દસ વર્ષની છું. ભણતર અને અભ્યાસ સાથે મને સિંગીંગ અને એક્ટિંગ કરવું પસંદ છે. મારા આજ સુધી ૫૦ જેટલા ગીતો ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર લોન્ચ થયા છે અને ૧૫ જેટલા મ્યુઝીક વીડીઓમાં મેં એક્ટિંગ પણ કરેલી છે. હું ગિવ વાચા ફાઉનડેશનની બ્રાન્ડ અમ્બેસેડર તરીકે પણ કામ કરું છું.

એક સીંગર તરીકે તમારું કરિયર કઈ રીતે શરુ થયું?

હું નાની હતી ત્યારથી મેં મારા પપ્પાને ગીતો ગાતા જોયેલા છે. તેઓ ફિલ્મોમાં ગીત અને સંગીત આપતાં એટલે સંગીતમાં મને પણ પહેલાથી ગમતું હતું. જયારે મેં એમને સંગીતમાં રસ દાખવ્યો ત્યારે તેમને મને કૃપ એકેડમીમાં તેમણે એનરોલ કરાવ્યું અને મારી ટ્રેનીંગ શરુ થઇ. જેમ જેમ ગાવામાં કુશળતા આવી તેમ ધીરે ધીરે તેમણે મને તેમના સોન્ગ્સમાં નાના રોલ આપવાનું શરુ કર્યું. મને મારી લાઈફની સૌથી પહેલી અને મોટી ઓપરચ્યુનીટી એ મળી કે ‘સૂર ગુજરાત કે’ ના પાંચ ફાઈનલીસ્ટ સાથે મને ગાવાનો મોકો મળ્યો. જેમાં તેમની સાથે મેં ‘જન ગન મન’ સોંગમાં એક લાઈન ગાઈ હતી. જેને લોકોનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો. થોડા જ સમયમાં એ સોંગ પર મિલિયન વ્યુઝ થયા હતા. પછીથી કૃપ મ્યુઝીક એ મને એક આર્ટીસ્ટ તરીકે પ્રમોટ કર્યું. પછી ધીમે ધીમે બીજા ગીતોમાં પણ થોડી થોડી પંક્તિઓ ગાવાનું શરુ કર્યું. આ રીતે કરિયરની શરૂઆત થઇ.

ગીતકાર અને સંગીતકાર પિતા ડૉ. કૃપેશ ઠક્કર પાસેથી ટ્રેનીંગ લેવાનો અનુભવ કેવો રહયો?

ટ્રેનીંગ  પાપા પાસેથી લેવાની હતી, મારી માટે એ સરળ એટલે હતું કે પાપા મને ગમે ત્યારે શીખવી સકતા પણ એક ટ્રેનર તરીકે એમણે ક્યારેય સંબંધોને વચ્ચે આવવા નથી દીધા. મારી ટ્રેનીંગ હંમેશા સખ્ત જ રહી છે. જ્યાં સુધી ધાર્યા મુજબનું પરિણામ ના મળતું ત્યાં સુધી ટ્રેનીંગ આગળ વધતી નહીં. ગીત ગાવામાં પણ જ્યાં સુધી પરફેક્ટ શોટ ના મળતું ત્યાં સુધી પાપા રીટેક કરાવતા રહેતા.

આજે તમેં ‘ધ યંગેસ્ટ સીંગર(ફીમેલ)’ છો, તો આ મુકામ સુધી તમે કઈ રીતે પહોચ્યા?

ટ્રેનીંગના બે વર્ષો પછી જયારે સંગીતકાર તરીકે પાપાને મારા ટેલેન્ટ થી સંતોષ થયો પછી એમણે મને પુરા ગીતો આપવાનું શરુ કર્યું અને પછી તો કંપની એ ખાસ મારા માટે ગીતો બનાવવાનું શરુ કર્યું. એમ કરીને આગળ વધતા મારા ૫૦ થી પણ વધારે ઓરીજીનલ ગીતો ગુજરાતની એક માત્ર રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝીક મારફતે  રીલીઝ થયા. જેથી એ સાવન, હંગામા, સ્પોતટીફાઈ વગેરે જેવા ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર રીલીઝ થયા, અને હીટ પણ થયા. અને હા, એના પર મારા સોંગ ટ્રેન્ડીંગ લીસ્ટમાં હોવાથી લોકો મને ‘યંગેસ્ટ સીંગર કહે છે.  આ અચીવમેંટ મળ્યા બાદ મને કૃપ મ્યુઝીક દ્વરા ‘સૂર ગુજરાત કે’, ‘સૂર હિન્દુસ્તાન કે’ અને ‘કે. એમ. ટેલેન્ટ હન્ટ’ શો માટે પણ બ્રાન્ડ અમ્બેસેડર બનાવી.

એક એક્ટ્રેસ તરીકે તમે ક્યારે અને કેવી રીતે શરૂઆત કરી?

અમે લોકો એ જોયુ કે આજ કાલ લોકો પોતાના મ્યુઝીક વિડીઓમા પોતે જ એક્ટ કરતા હોય છે એટલે શરૂઆતમાં મેં કૃપ એકેડમીમાં એક્ટિંગના સર્ટીફીકેટ કોર્સ કર્યા અને પછી થોડા થોડા શોટ્સ માટે કેમેરા સામે આવવાનું શરુ કર્યું. કોર્સના ભાગ રૂપે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટરીના કલાકારો સાથે મળવાનું થયું અને એ લોકો પાસેથી પણ મને ગાઇડન્સ મળ્યું. પછી જયારે મને કોન્ફીડન્સ આવ્યો પછીથી મ્યુઝીક વીડીઓમાં પૂરે પૂરી ઇન્વોલ્વ થઇ.

અત્યાર સુધીના સિંગીંગ કરિયરમાં તમારો સૌથી સારો અનુભવ કયો રહ્યો?

મને ખાસ મજા ત્યારે આવી જયારે અમે લોકો ‘પાપા મારા સુપરમેન’ ગીત પર કામ કરી રહ્યા હતા કારણકે મમ્મી, પાપા અને પર્વ જોડે લોકેશન પર જવું, સીન શૂટ કરવા, એ સોંગમાં અમે સાથે રમ્યા પણ છીએ એવા સીન પણ છે. એટલે શુટિંગમાં પણ એટલી જ મજા આવી અને રેકોર્ડીંગમાં પણ મજા આવી કારણકે ગીત ગાવામાં પણ હું પાપા અને પર્વ અમે જોડે હતા. એવી રીતે ‘અય વતન’ ગીત વખતે પણ મજા આવી હતી કારણકે એમાં અમે આપણા દેશ અને તિરંગા માટે અમારો પ્રેમ વ્યક્ત કર્યો છે. તો એ ગીતના મેકિંગ વખતે પણ એટલીજ મજા આવી હતી.

તમારા બધાં સોંગ માંથી કયો સોંગ તમને સૌથી વધારે ચેલેન્ગીંગ લાગ્યું?

મને બરોબર યાદ છે જયારે અમને ‘હૈ નમન’ ગીત નું શુટિંગ કર્યું હતું ત્યારે અમને લોકોને ખુબ મહેનત કરવી પડી હતી. એનું શુટિંગ અમે લોકો એ ભુજના ડુંગર ઉપર જે કિલ્લો છે ત્યાં કર્યું એટલે ડુંગર ચડવું, લોકેશન શોધવી, પર્ફેક્ટ સીન તૈયાર કરવું. તે સોંગ વખતે પાપા એ ખાસ કહ્યું હતું કે આવાજ માં ઇનોસન્સ અને મેચ્યોરીટી બંને આવવા જોઈએ, એક્ષ્પ્રેશનમાં પણ એ જ દેખાવું જોઈએ. એટલે સોંગ રેકોર્ડ કરવામાં પણ તકલીફ પડી હતી અને શુટિંગ કરવામાં પણ તકલીફ પડી હતી.

તમે તમારા ‘ગિવ વાચા’ એન.જી.ઓ. માં કાર્યો કરવાનું ક્યાર થી શરુ કર્યું?

‘ગિવ વાચા’ માં ‘વાચા’ એ મારું નામ નથી પણ એ તો એમની થીમ છે. ‘ગિવ વાચા’ એટલે કે ‘ઈમોશન્સ ને વાચા આપવી, વ્યક્ત કરવું એમ.’ મારું પરિવાર તો વર્ષોથી એમાં કામ કરતુ હતું પણ હું જયારે નાની હતી ત્યારે મમ્મી અને પાપા સાથે એના પ્રોજેક્ટ્સ માં જતી અને મને એમાં કામ કરવું બહુ જ ગમતું. પછી જેમ જેમ સિંગીંગ માં કરિયર આગળ વધ્યું તેમ ‘ગિવ વાચા’ માટે પણ મેં ગાવાનું શરુ કર્યું જેના મેં ક્યારેય પણ કોઈ જ ચાર્જીસ લીધા નથી. પછી એના પ્રોજેક્ટ માટે પણ ગીતો ગાયા છે અને થીમ સોંગ પણ ગાયા છે.

આ એન.જી.ઓ. માં તમારી પ્રગતિ કઈ રીતે થઇ? તમે ગિવ વાચના ‘બ્રાન્ડ અમ્બેસેડર’ કઈ રીતે બન્યા?

ગિવ વાચાનો એક મોટો પ્રોજેક્ટ છે ‘ગુંજે ગીતા’ જે પર્વ ફ્યુઝન બેન્ડ રજુ કરે છે. આ પ્રોજેકટમાં ગીતાના બારમાં અધ્યાય ‘ભક્તિયોગ’ ને સંગીતમય રીતે ગાવાનું હોય છે તો ગીતા તો પહેલાથી જ સીખી હતી. હું હમેશા મારા સંગીત વડે ગિવ વાચામાં મારું સમર્પણ આપતી રહી છું. મારા ડેડીકેશન પર ધ્યાન આપતાં તેમણે મને આ પ્રોજેક્ટ લીડ કરવા કહ્યું. આ પ્રોજેક્ટ વડે અમે લોકો ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ’ માટે ફંડ રેઈઝ પણ કરીએ છીએ. આમ હું ગિવ વાચાની ‘ગીફ્ટ ઓફ ટાઇમ અમ્બેસેડર’ બની.

તમે તમારી સ્ટડીઝ અને કરિયર બંનેને કઈ રીતે મેનેજ કરો છો?

સ્કુલ ટાઇમમાં પૂરું ધ્યાન ભણવામાં આપું છું. પોતાનો હોમવર્ક અને વાંચવાનું સમયસર પૂરું કરું છું. પછી મારા કલાસીસ અને સિંગીંગ અને એક્ટિંગ પર ધ્યાન આપું છું. એ સિવાય વીકએન્ડ્સ પર અમે લોકો શુટિંગ કે રેકોર્ડીંગ કરી લઇયે છીએ. અમારા સંડેઝ ક્યારેય કોઈ હોટલ કે રેસ્ટરો માં નથી જતા પણ એના બદલે અમે ગિવ વાચના કોઈ સેવા પ્રોજેક્ટ કરી લઈયે છીએ. આ રીતે પ્લાનીંગ થી બધું મેનેજ થઇ જય છે.

તમે આટલી નાની ઉમરમાં આટલી મોટી સફળતાઓ મેળવી છે તો તમે તમારી ઉમરના બીજા બાળકોને શું સંદેશ આપશો?

હું એમ માનું છું કે જ્યાં સુધી અપણે નાના હોઈએ છીએ ત્યાં સુધી ફ્રી હોઈએ છીએ. આપણી સ્કુલ અને પ્રાથમિક જવાબદારીઓ અને શોખ તથા રમત ગમત સિવાય બીજું કોઈ કામ હોતું નથી. તો આપણી પાસે સમય હોય છે કે અપણે અપણા શોખ, આપણી ઇચ્છાઓ વગેરે પર ધ્યાન આપી શકીએ. તો મોટા થઈને શું બનવું છે એના વિશે નાના હોઈએ ત્યારથી જ ધ્યાન આપવું જોઈએ. એના માટે સ્કુલ ટાઇમ અને એક્ષટ્રા કલાસીસ પછી પણ સમય કાઢવો જોઈએ અને જે કલા કે હોબી છે એના પાર ધ્યાન આપવું જોઈએ.