ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

SpotlightStoryગુજરાતી મિજાજ વિશેષ

“વીર બાળ દિવસ” વિશેષ: પર્વ ઠક્કર – ફક્ત કચ્છનું જ નહી પણ ગુજરાત અને દેશનું ગૌરવ

  • વિશ્વનો યંગેસ્ટ સીંગર અને એક્ટર
  • સોશલ મીડિયા ઇનફ્લુએન્સર
  • ક્લબ ફૂટ વોરિયર અને યંગેસ્ટ ચેંજ મેકર

૨૬ ડીસેમ્બરના રોજ જયારે ‘વીર બાળ દિવસ’ ની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે ત્યારે વાત કરીએ એક એવા બાળકની કે જેણે ફક્ત પાંચ વર્ષની ઉમરે જ વિશ્વભરમાં યંગેસ્ટ પ્લે-બેક સીંગર, યંગેસ્ટ એક્ટર, યંગેસ્ટ ચેંજ મેકર, ઇનફ્લુએન્સર, બ્રાન્ડ અમ્સેબેસેડર તરીકે પ્રસિદ્ધિ અને નામના મેળવી છે. પાંચ વર્ષની વયે પાંચ મહાન ઉપલબ્ધિઓ મેળવનાર આ મહાશય નાના નાના પગલાઓથી એટલી લાંબી અને મોટી મંઝિલ સુધી કઈ રીતે પોહોચ્યા ચાલો, એની વિગતવાર ચર્ચા કરીએ.

ક્લબ ફૂટ વોરિયર

કહેવાય છે કે સંઘર્ષ વિના સફળતા મળે નહિ. અપણે પર્વની સિદ્ધિઓને જોઇને પ્રભાવિત થઈએ તે પેહલા એ પણ જાણી લઈયે કે એણે નાનીશી ઉમરમાં સંઘર્ષ પણ મોટું  જોયેલું છે. જન્મતાની સાથે જ પર્વને ક્લબ ફૂટ નામની શારીરિક સ્થિતિ મળેલી જેમાં નવજાત પર્વના પગ અંદરની તરફ વળેલા હતા. પરંતુ સમયસર નિદાન અને સારવાર તથા દ્રઢ મનોબળ સાથે પર્વ ક્લબ ફૂટ વોરિયર તરીકે ઉભરી આવ્યો. અને પાંચ વર્ષની લાંબી સારવાર દરમિયાન સંગીત અને અભિનય ક્ષેત્રે પણ કુશળતા કેળવી જેના પરિણામે વિશ્વભરમાં યંગેસ્ટ સીંગર, યંગેસ્ટ એક્ટર તરીકે નામના મેળવી છે. આમ ફક્ત કલબફૂટને હરાવ્યું નહિ પણ તેનાથી ઉપર ઉઠી કેમ વ્યક્તિત્વ વિકાસ કરી શકાય તે અંગે લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય પણ કરે છે જેથી ગિવ વાચા ફાઉન્ડેશને તેને ‘ગ્લોબલ કલબફૂટ અવેરનેસ પર્વ’ પ્રોજેક્ટ માટે સાલ ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી ‘વૈશ્વિક ગીફ્ટ ઓફ ટાઇમ અમ્સેબેસેડર’ જાહેર કર્યું. અને હવે પર્વ વિશ્વભરમાં ‘ગ્લોબલ કલબફૂટ અવેરનેસ પર્વ’ પ્રોજેક્ટનું નેત્રુત્વ કરી રહ્યું છે.

વિશ્વનો યંગેસ્ટ એક્ટર

ફક્ત નવ મહિનાનો હતો પર્વ જયારે એક્ટર તરીકે એણે પોતાના કરિયરની શરૂઆત કરી છે. ડૉ. કૃપેશ ઠક્કર અને વાચા ઠક્કરના ‘રામ ધૂન’ મ્યુઝીક વિડીઓમાં પોતાનો પહેલો ડેબ્યુ આપીને જે સુપર હીટ રહ્યું હતું એની સાથે સાથે એક્ટર પર્વ પણ સ્ક્રીન અને લોકોના દિલોમાં છવાઈ ગયો. આ પછીતો કૃપ મ્યુઝીકના લગભગ દરેક બાળકલાકાર ધરવતા મ્યુઝીક વિડીઓમાં એક ચાઈલ્ડ એક્ટર તરીકે પર્વ ઝળહળવા લાગ્યો. હાલ સુધીમાં કૃપ મ્યુઝીકના ૧૫ થી પણ વધારે મ્યુઝીક વિડીઓમાં પર્વએ એકટરની ભૂમિકા ભજવેલી છે. જેમાં તેના નોંધનીય ગીતોમાં ‘જન ગન મન’, ‘રઘુપતિ રાઘવ રાજા રામ’, ‘રામ રાખે તેમ રહીએ’, ‘પપ્પા મારા સુપેરમન’, ‘તું છે ઓ માં’, તેમજ ‘એ વતન’ જેવા ગીતોનો સમાવેશ થાય છે. મોટા પ્રમાણમાં લોકચાહના મેળ્યા બાદ આ ગીતોના સંકલન કરીને ‘વલ્ડસ યંગેસ્ટ એક્ટર-પર્વ ઠક્કર’ નામનું આલ્બમ વર્ષ ૨૦૦૧માં લોન્ચ કર્યું.

વિશ્વનો યંગેસ્ટ સીંગર

ગાયક તરીકે સૌથી નાની વય, આકર્ષક અવાજ, અને એ આવાજમાં છલકાતી માસુમીયત… આ બધી વિશેષતાઓને લઈને પર્વએ વિશ્વના યંગેસ્ટ સીંગર તરીકેની પાત્રતા મેળવી છે. પર્વ જયારે ૧ વર્ષ અને ૧૧ મહિનાનો હતો ત્યારે ગાયક તરીકે પોતાનો પહેલો સ્વર “પર્વ ધ યંગેસ્ટ સીંગર’ આલ્બમના ગીતો માટે આપેલું જેમાં પ્રભુભાક્તિના ૭ ધૂનોનો સમાવેશ થાય છે. ત્યાર પછીતો એના દરેક નવા ગીતોમાં ગાયન સિવાયની એની કલાકારીઓ થકી એક આગવી છવી દર્શાવતો રહ્યો, એટલે સુધી કે લોકો એને એના ગીત સિવાય એણે બોલેલા ડાયલોગ માટે પણ યાદ કરવા લાગ્યા. જે કારીગરી તેની આલ્બમ ‘પર્વ ધ યંગેસ્ટ સીંગર માંના ‘શ્રી રામ જય રામ જય જલારામ’, ‘હનુમાન મંત્ર’, ‘શ્રી રામ જય રામ જય જય રામ’ જેવા ગીતોમાં જોઈ શકાય છે. આજ સુધીમાં પર્વ એ ૩૦ થી પણ વધારે ગીતો ગયેલા છે જે કૃપ મ્યુઝીક રેકોર્ડ લેબલ કમ્પની દ્વારા વિશ્વભરમાં ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.

સોશલ મીડિયા ઇનફ્લુએન્સર

સફળ વ્યક્તિત્વ, પ્રભાવશાળી ગાયકી અને સમાજસેવા તથા જનજાગૃતિનિ ભાવના સાથે પર્વ સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહ્યો છે. જયારે મોટાભાગના બાળકો ફિલ્મી ગીતો પર લીપ્સિંગ અને ડાન્સ કરી રહ્યા છે ત્યારે પર્વ ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ જેવા જનજાગૃતિના કામ માટે સતત કાર્ય કરી રહ્યો છે જેને પરિણામે ખુદ ઇનસ્ટાગ્રામ – ઇન્ડિયા પણ તેને સપોર્ટ કરી રહ્યો છે. તેના યુટ્યુબ અને ઇનસ્ટાગ્રામ પર ૧૦,૦૦૦ થી પણ વધારે ફોલોઅર છે. જેના પર તે પોતાની ક્લબફૂટ અંગેની પોસ્ટ શેર કરતો હોય છે જેના મારફતે જન સામાન્ય પણ તેના આ પ્રોજેક્ટમાં વિવિધ રીતે ભાગ લે છે.

બ્રાંડ અમ્બેસેડર

પર્વની કારકિર્દી, વ્યક્તિત્વ અને સફળતાઓને પરિણામે તેની બ્રાન્ડ અમ્બેસેડર તરીકેની નામના પણ વિસ્તરતી ગયી. કલબ ફૂટ વોરિયર તરીકે જાગૃતિ લાવવા સૌ પ્રથમ ગિવ વાચા ફાઉન્ડેશને તેને ‘ગ્લોબલ કલબ ફૂટ અવેરનેસ’ પ્રોજેક્ટ માટે બ્રાન્ડ અમ્બેસેડર નિયુક્ત કર્યું. ત્યારબાદ કૃપ મ્યુઝીકમાં પોતાની સફળ કારકિર્દી રહેતા કૃપ મ્યુઝીક કંપનીએ તેને પોતાના રીયાલીટી શો ‘કે. એમ. ટેલેન્ટ હન્ટ – કિડ્સ’ અને કૃપ એકેડમીના માટે બ્રાન્ડ અમ્બેસેડર બનાવ્યો.

ચેન્જ મેકર

પર્વ આટલી નાની વયે કર્મયોગ થકી સામાજિક ક્ષેત્રે બદલાવ લાવવા માટે પણ વિવિધ સંસ્થાઓ જોડે કાર્યરત છે. જેમાં બે વૈશ્વિક પ્રોજેક્ટ ‘ગ્લોબલ કલબ ફૂટ અવેરનેસ’ પ્રોજેક્ટ તથા ‘ગુંજે ગીતા’ થકી સમાજમાં નવજાત બાળકોમાં થતી કલબ ફૂટ નામની બીમારી અંગે પ્રચલિત ગેરમાન્યતાઓને દુર કરવાની સાથે સાથે ગીતાના વિચારોને લોકો સુધી પોતાના પર્વ ફ્યુઝન બેન્ડ મારફતે લઇ જઇ રહ્યો છે. તેનું આ બેન્ડ વિવિધ શાળાઓ, અનાથાશ્રમો, કોલેજો અને વિવધ સંસ્થાઓમાં સંગીતમય ગીતાનું અધ્યયન કરી ભગવદ ગીતાને લોકભોગ્ય બનાવે છે. તેમજ આ કાર્યક્રમ થકી પોતાના કર્મયોગ થી કલબ ફૂટ ધરવતા અન્ય બાળકો માટે ધનલક્ષ્મી એકત્ર કરી રહ્યો છે. તેના આ કાર્યોમાં હંગામા જેવી ભારતની મોટી કંપની ગુજરાતના ખ્યાતનામ બાળરોગના હાડકાના નિષ્ણાંત ડોક્ટરો, વિવધ શૈક્ષણિક સંસ્થાઓ, એન. જી. ઓ. તેમજ જાણીતા કલાકારો મદદે આવ્યા છે.

આ પાંચ વિશિષ્ટતાઓમાં તેના કાર્ય બદલ તેને ઘણાં એવોર્ડ પણ મળેલા છે જેમાં રઘુવંશી લોહાણા મહાપરીષદ દ્વારા ‘ઈંટરનેશનલ બેસ્ટ રઘુવંશી ચાઈલ્ડ આઇકોન એવોર્ડ’ તથા હંગામા દ્વારા ‘રાઈઝીંગ સ્ટાર ઓફ ઇન્ડિયા’ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત દુન પબ્લિક સ્કૂલ, અંજાર લોહાણા મહાજન તથા ગાંધીધામ ગુરુદ્વારા જેવી સામાજિક સંસ્થાઓ એ પણ સન્માનિત કર્યું છે.