ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

Story

માતૃ પૂજા સાથે વૈશ્વિક મા પર્વ ૨૦૨૩ નું કચ્છ ખાતે શુભારંભ

હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીકના સંયુક્ત ઉપક્રમે માતૃ પૂજા સાથે અંજારના ગિવ વાચા સેન્ટર ખાતે મા પર્વ ૨૦૨૩ ની શરુઆત થઇ.

આ સંસ્થા ભારતીય સંસ્કાર સાથે વિશ્વભરમાં મધર્સ ડે ને  મા પર્વ રૂપે ત્રીસ દિવસીય તહેવાર તરીકે ઉજવી રહી છે. આ વર્ષે આ કાર્યક્રમનું શુભારંભ માતૃ પૂજા સાથે કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત માતાઓ તથા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, અંજાર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાજીવભાઈ અંજારીયા, શ્રી એન. કે. ધોરિયા, પ્રિન્સિપલ શ્રીમતિ જલ્પાબેન તેમજ શ્રીમતિ સ્મિતાબેન ઝવેરી સાથે ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કરે હાજરી આપી હતી.

આ કાર્યક્રમની શરૂઆત સંસ્થાના ગ્લોબલ ગિફ્ટ ઓફ ટાઈમ એમ્બેસેડરના નિમણુકથી કરવામાં આવી જેમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ, વાચા, ડૉ. પૂજા અને ડૉ. કૃપેશને તેમના માતા પિતાના નામ સહીત આમંત્રિત મહાનુભાવોના હસ્તે એમ્બેસેડર ઘોષિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ડૉ. કૃપેશે જાહેરાત કરી કે “માતૃદેવો ભવ: અને પિતૃ દેવો ભવઃ ના સનાતન સંસ્કારને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા હવેથી તેઓ ટ્રસ્ટના સર્વે કાર્યોમાં ડૉ. કૃપેશ નયના શશીકાંત તરીકે ઓળખાશે. આ મહિના દમિયાન તેમના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ થી પ્રેરિત સનાતન સંસ્કૃતિ પ્રમાણે માતાના વિવિધ રૂપોની સેવા ગૂંજે ગીતા, ગૌ પૂજા, હેલ્થ કેમ્પ, સ્વછતા પર્વ તથા શબ્દવંદના કાર્યક્રમ થકી કરશે.” આ સાથે જ તેમણે પોતાના નામને માતા પિતાના નામ સાથે જોડવાની પ્રથાની સમગ્ર વિશ્વમાં પહેલ કરી તથા સંસ્થા સાથે જોડાયેલા અન્ય લોકોને પણ આ પ્રથામાં જોડાઈ માતા પિતાના નામ સાથે સામાજિક કર્યો કરવા આમંત્રણ આપ્યું. ગિફ્ટ ઓફ ટાઇમના કેન્દ્રીય વિચાર વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે “ગીવ વાચા સંસ્થા ‘સમયદાન’ આપવામાં માને છે. સ્વયંસેવકો પોતાનો કિમતી સમય સંસ્થાને દાન કરી કલા અને કૌશલ્યો થકી માતાના નામ સાથે જોડાઈ સેવા કરે છે, માટે તેઓ અમારા ગિફ્ટ ઓફ ટાઇમ એમ્બેસેડર બને છે.”

માતૃ પૂજાનું પ્રારંભ આમંત્રિત માતાઓના પૂજન અને તુલસી દ્વારા સત્કાર સાથે કરવામાં આવી. અત્રે નોંધનીય છે કે અહલ્યા કન્યા છાત્રાલયની વીસથી પણ વધુ બાળાઓએ તેમની પાલક માતા સેજલબેન મનવરની પૂજા કરી સર્વેને પ્રેરણા આપી હતી. ૧૫ એપ્રિલ થી ૧૪ મે સુધી ચાલનારા આ પર્વમાં દર રવિવારે માતૃ પૂજાનું આયોજન કરવામાં આવશે. કૃપ મ્યુઝીક દ્વારા આ પર્વના ગીતો લવ યુ મા, નારી હૈ નારાયણી, ભક્તિ યોગ, ધન્ય ધરા ગુજરાતની, ઐ વતન, વંદે માતરમ અને મિસ યુ મા  ને વિશ્વભરમાં વિનામૂલ્યે લોન્ચ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મહિના માટે કૃપ ફિલ્મ પ્રોડક્શનએ પોતાની યુટ્યુબ ચેનલ પણ નિશુલ્ક આપવાની જાહેરાત કરી.

આ કાર્યક્રમનું આયોજન ડો. પૂજા પ્રવિણા જગદીશભાઈના નેતૃત્વ હેઠળ થયું જેમાં અંજલીબેન સેવક, કલરવભાઈ રાઠોડ અને યશભાઈ ટાંક જહેમત ઉઠાવી હતી.