ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

BlogLiterature

વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે થયું ભગવદ્ ગીતા પઠન

સમગ્ર વિશ્વમાં 3 જૂન વિશ્વ ક્લબફૂટ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ એ અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ નામના વૈશ્વિક જાગૃતી અભિયાનની સાતમી વર્ષગાંઠની અનેરી ઉજવણી કરી. એ સાથે જ ક્લબફૂટ વોરિયર તરીકે જાણીતા બનેલા વિશ્વના યંગેસ્ટ સિંગર અને એક્ટર ૭ વર્ષીય પર્વ ઠક્કર ની સંઘર્ષથી સફળતા સુધીની યાત્રાને આવરી લેતા ડૉ. કૃપેશ ઠક્કર ના આગામી પુસ્તક “અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ” ના મુખપૃષ્ઠનું ડૉ. શશીકાંત ઠક્કર, શ્રીમતી નયનાબેન ઠક્કર તેમજ પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

Read More
LiteratureSpotlight

‘મધર્સ ડે’ ને સનાતન સંસ્કારો સાથે ઊજવતા ‘મા પર્વ 2024’ નો થયો આરંભ

હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈડી ના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે મધર્સ ડે ને સનાતન સંસ્કારો સાથે ઉજવતા ત્રીસ દિવસીય ઉત્સવ ‘મા પર્વ’ નો શુભારંભ થયો. જેમાં બાળકોએ ‘માતૃ પૂજા’ કરી અને ભારતીય પરંપરા ની મહેક ફેલાવી. છેલ્લા દસ વર્ષથી ઉજવાતા આ ઉત્સવના દ્રષ્ટા ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કર એ ‘ચલો રામ બને’ કાર્યશાળામાં બાળકોને ભગવાન શ્રી રામની દ્રષ્ટિએ માતાનું મહત્વ શીખવ્યું. તો આયુર્વેદ તબીબ અને મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. પૂજા ઠક્કર ના નેતૃત્વ હેઠળ બાળકોએ શ્લોક, રામ કથા, રમત-ગમ્મત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ ની મજા માણી.

Read More
BlogLiteratureStoryગુજરાતી મિજાજ વિશેષ

ગુજરાત દિવસ વિશેષ: કૃપ પબ્લિશિંગ ‘ગુજરાતી મિજાજ’ સાથે ભાષાની સેવામાં

ગુજરાતનો સ્થાપના દિવસ એ ગુજરાતી અસ્મિતાનો પર્વ છે. કારણકે ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાતની એક સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના થઈ હતી. ત્યારથી ગુજરાત એ ભારત માતાનો જમણો હાથ બની દેશમાં ક્રાંતિ અને ઉન્નતિના નવા શિખરો સર કરતો આવ્યો છે, તો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ગુજરાતની ધરોહર એ ભારત માતાના હાથના કંકણ સમા આભૂષણો બની સૌંદર્યનો પ્રતિક બન્યા છે.  આવી ગૌરવવંતી ગાથા સાથે વર્ષોથી સંગીત, કલા, ફિલ્મો અને સાહિત્ય ક્ષેત્રે કાર્યરત રહેલી ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝિક, કૃપ ફિલ્મ્સ અને કૃપ પબ્લિશિંગ એ પોતાના ગુજરાતી ભાષા ને લગતા સર્વે કાર્યોને એક છત્ર નીચે લાવતા એક વેબ પોર્ટલનું નિર્માણ કરી ગુજરાત દિવસ ના રોજ જનસામાન્ય માટે લોકાર્પિત કર્યું. જેને ‘ગુજરાતી મિજાજ’ નામ આપવામાં આવ્યો.

Read More
LiteratureStory

હનુમાન જન્મોત્સવ પ્રસંગે બાળ લેખકો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર ના રામાયણ આધારિત પુસ્તકોનું થયું વિમોચન

હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે હનુમાન જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પઠન બાદ શબ્દો થકી ભગવાનની વંદના કરતાં બાળ લેખકો છ વર્ષીય પર્વ ઠક્કર ના ‘રામાયણ એક્ટિવિટી બુક’ અને બાર વર્ષીય વાચા ઠક્કર ના ‘રામાયણ વર્ડ સર્ચ’ પુસ્તકનું વિમોચન થયું.

Read More
Story

શ્રી રામ ના ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ ગુજરાત યાત્રાનો કચ્છથી થયો આરંભ

હાલમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જીએલસીસી) અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે બાળકોમાં ભગવાન રામ જેવા ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ કાર્યશાળાના પ્રથમ ચરણ સાથે પર્વ ફ્યુઝન બેન્ડ ની ગુજરાત યાત્રાનો થયો પ્રારંભ. જેમાં ૫૦ થી પણ વધુ બાળકોએ ભાગ લીધો.

Read More
MusicStory

શહીદ દિવસે પર્વ ફ્યૂઝન બેન્ડ એ શહીદોને સમર્પિત કર્યું ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીત

અંજાર-કચ્છના ડૉ. કૃપેશ ઠક્કર અને બાળ કલાકારો વાચા ઠક્કર અને પર્વ ઠક્કર એ માતૃભૂમિ માટે કુરબાન થયેલા શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને સ્વરાંજલી આપતા ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીતનું નિર્માણ કર્યું. જે ગિવ વાચા ફાઉન્ડેશનના હેરિટેજ પર્વ અંતર્ગત કૃપ મ્યુઝિક દ્વારા વૈશ્વિક સ્તરે લોન્ચ થયું.

Read More
Story

નારીઓની ઉન્નતિ માટે કાર્યરત કચ્છની મહિલાલક્ષી સંસ્થાઓને મળ્યા ‘વુમન્સ પર્વ પુરસ્કાર’

સમાજમાં નારીઓના સર્વાંગી વિકાસ અને ઉન્નતિ માટે સમર્પિત તથા શિક્ષણ, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિના સંવર્ધન માટે મહિલાઓના નેતૃત્વ હેઠળ સતત કાર્યરત એવી કચ્છની નામાંકિત સંસ્થાઓ ‘ગૂંજે ગીતા કેન્દ્ર’, ‘કાવ્ય નિર્ઝરી’,’વાર્તા વિહાર’ અને ‘માતૃછાયા કન્યા વિદ્યા મંદિર’ ને ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક તરફથી મહિલા દિન નિમિતે ‘ગિવ વાચા ઍવોર્ડ ૨૦૨૪’ અંતર્ગત ‘વુમન્સ પર્વ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યું.

Read More
LiteratureMusicStory

કચ્છના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ’

વૈશ્વિક સાહિત્ય પર્વ રૂપે જ્યારે કૃપ લીટરેચર ફેસ્ટિવલ કચ્છના શહેરોમાં ઉજવાઇ રહ્યું છે, ત્યારે હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે આ પર્વ અંતર્ગત ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લીટરેચર ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન થયું. જેમાં વિવિધ શાળાઓના આચાર્યો અને સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા. આ ઉત્સવમાં બસો થી પણ વધુ બાળકો વાલીઓ સહિત જોડાયા અને ‘શબ્દવંદના’ સાથે સાત ભાષાઓની ગાયન, વાદન અને નૃત્યના મધ્યમથી વંદના કરી.

Read More
Story

‘વસુધૈવ કુટુંબકમ’ ના ભાવથી ઉજવાતા ‘વેલેન્ટાઇન્સ પર્વ’ ની દસમી વર્ષગાંઠ કચ્છમાં ઉજવાઇ

અંજારની સંસ્થા ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના અગ્રણીઓ, સ્વયંસેવકો, સાહિત્યકારો અને બાળકો માવતરો સાથે ‘વેલેન્ટાઇન્સ પર્વ’ની દસમી વર્ષગાંઠ ઉજવવા માધાપર ખાતે શ્રી હરિ શાંતિનિકેતન વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા. દસ વર્ષ પહેલાં અમેરિકાથી પરત થયેલા રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. કૃપેશ ઠક્કર એ વર્ષ ૨૦૧૪માં સૌ પ્રથમ આ પાશ્ચાત્ય દિવસને ‘વસુધૈવ કુટુંબકમ’ ના ભાવ સાથે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં ૭ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ‘વેલેન્ટાઇન્સ પર્વ’ રૂપે ઉજવી યુવાવર્ગને સનાતન સંસ્કૃતિ તરફ વળવાની પહેલ કરી હતી. જેમાં તેમણે ‘ક્યાં છે કાનો’ આલ્બમ લોન્ચ કરી સીતા-રામ અને રાધા-શ્યામને પ્રેમના આદર્શ પ્રતિક ગણાવ્યા હતાં.

Read More
Story

વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યું છે કચ્છની આ બાળ કલાકારાનું રાષ્ટ્રગીત

અગિયાર વર્ષીય ગાયિકા વાચા ઠક્કરના ‘જન ગન મન’ ને વિશ્વભરમાં ચાહકોએ ઉત્સાહભેર વધાવ્યો. આ ગીતમાં અંજારના બગીચાની જલક હોતા તેના વિડીયો સાથે અંજાર અને કચ્છ વિશ્વસ્તરે રોશન થયું છે જે સૌ કચ્છીઓ માટે ગૌરવની વાત છે. આ ગીતને યુટ્યુબ પર ત્રણ કરોડથી વધુ લોકોએ નિહાળ્યું, ૧ લાખથી પણ વધુ લોકોએ લાઇક્સ વરસાવ્યા ઉપરાંત સાડા સાત હજાર લોકોએ શોર્ટ્સ બનાવ્યા. એ સિવાય જીઓ સાવન પર નવ લાખથી વધુ લોકોએ આ ગીત માણ્યું તથા ત્યાં ટ્રેન્ડિંગ રહેતાં આ ગીતને જીઓ સાવને ‘બૉલીવુડ ડેકેડ 2010’ ની યાદીમાં પ્રથમ સ્થાન પણ આપ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર વાચાના આ ગીત પર દસ હજાર જેટલી રિલ બનતા છવીસમી જાન્યુઆરીથી તે હજુ પણ ટ્રેન્ડિંગમાં છે.

Read More