ગુજરાતી મિજાજ

આપણો મિજાજ, ગુજરાતી મિજાજ

MusicStory

રામનવમી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીતનું થયું લોકાર્પણ

હાલમાં જ રામનવમીના રોજ અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) કચ્છના સંયુક્ત ઉપક્રમે ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીત તૈયાર થયું. જેનું લોકાર્પણ સંસ્કૃત ભારતીના કાર્યક્રમમાં ભુજ ખાતે કરવામાં આવ્યું. આ રામભક્તિ ગીતમાં વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર, ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર તથા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કર તથા સુર ગુજરાત કે સિઝન ૨ અમેરિકાની વિજેતા રીતિ એ પોતાની કલાનું યોગદાન આપ્યું.

સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા ભુજ ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં આ કલાકારોના પર્વ ફ્યુઝન બેન્ડને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી દિનેશ કામત, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગના માન. નવિનભાઇ વ્યાસ, સંસ્કૃત ભારતીના ન્યાસી. ડૉ. પંકજ શાહ, સામાજિક કાર્યકર્તા દિલીપભાઈ દેશમુખ, ફ્રેન્ડસ ગ્રુપના રાહુલભાઇ ગોર અને કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડો. પૂજા ઠક્કર તથા પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારોના વરદ હસ્તે આ ભક્તિગીતનું વિમોચન કરવામાં આવ્યું; વિમોચનના આયોજનમાં અમિતભાઈ ગોર એ સહયોગ આપ્યો. લોકાર્પણ બાદ ભક્તિગીતનો વિડીયો પ્રદર્શિત કરવામાં આવ્યો, જેને ઉપસ્થિત દર્શકોએ વધાવી લીધું. આ ગીતના વીડિઓમાં અંજાર રઘુનાથજી મંદિર, અંજારની પ્રખ્યાત ભવ્ય રથયાત્રા તથા સ્વામિનારાયણ તળાવના નયનરમ્ય દ્રશ્યોને દિગ્દર્શક ડૉ. કૃપેશ એ સુંદર રીતે કેમેરામાં કંડાર્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની નામાંકીત મ્યુઝીક રેકોર્ડ લેબલ કૃપ મ્યુઝિક દ્વારા આ ગીતને નિશુલ્ક તેમની યુટ્યુબ ચેનલ તથા વિશ્વભરના ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવાની જોગવાઈ કરવામાં આવી છે તથા કૃપ ફિલ્મ્સની સમગ્ર ટીમએ આ વિડિયોનું શુટિંગ વિનામૂલ્યે કરી યોગદાન આપ્યું છે. બાળ કલાકારો પર્વ અને વાચા વિષે વાત કરતા સંગીતકાર ડૉ. કૃપેશ એ જણાવ્યું કે આવનારી પેઢીને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા સાથે અવગત કરાવવા આ બાળકો સતત આવા ભક્તિગીતો રજુ કરી અન્ય બાળકો અને યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે જે આજના સમયની માંગ છે. રામ નવમી સાથેની યાદોને વાગોળતા તેમણે વધુમાં ઉમેર્યું કે ૨૦૧૯ રામ નવમીના તેમના ગીત “મંગલ ભવન અમંગલ હારી” અને “રામ ધૂન” માં ફક્ત એક વર્ષની વયે બાળ ગાયક અને અદાકાર તરીકે પદાર્પણ કરીને જ પર્વ ઠક્કર યંગેસ્ટ સીંગર અને એક્ટર ઇન વર્લ્ડ બન્યો છે.

આ પ્રસંગે સંસ્થના ટ્રસ્ટી શ્રી નયનાબેન ઠક્કરે ઉમેર્યું કે ગિવ વાચા ટ્રસ્ટ દ્વારા વિવિધ તહેવારોને સંગીતના સથવારે ઉજવવાની પરંપરાને આગળ વધારતા આ ભક્તિગીતમાં પણ સનાતન રામ ધૂન મંત્ર અને રાગબદ્ધ ભારતીય સંગીતને પાશ્ચાત્ય સંગીત સાથે ફ્યુઝન કરી લોકભોગ્ય બનાવવાનો પ્રયાસ કરેવામાં આવ્યો છે. આ સાથે જ કચ્છને વિશ્વસ્તરે અગ્રીમ લાવવા ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબના ઉદેશ્ય મુજબ કચ્છના વિવિધ દર્શનીય સ્થળોને મ્યુઝીક વિડીયોમાં લેવામાં આવે છે. અગાઉ પણ આ બેન્ડ દ્વારા રચિત ‘રામ રાખે તેમ રહીએ’ ગીતમાં વાંઢાય ના રામ મંદિર ને, ‘મંગલ ભવન અમંગલહારી’ ગીતમાં મકલેશ્વર મંદિરને કેમેરામાં કંડારવામાં આવ્યા હતા. કચ્છના કલાકારોને વિશ્વ ફલક પર લઇ જવા ના ઉદેશ્ય સાથે તેમણે ઉમેર્યું કે આવનારા સમયમાં કચ્છના વિવિધ ધાર્મિક સ્થળોને અધ્યતન ટેકનોલોજીના ઉપકરણોથી ફિલ્માંન્કિત કરી ભક્તીગીતોના સથવારે વિશ્વભરમાં પહોંચાડવા માટે જી.એલ.સી.સી. અને ગિવ વાચા કચ્છના અન્ય કલાકરોને પણ આમંત્રિત કરે છે. ડૉ. પુજાબેન ઠક્કરે વધુમાં ઉમેર્યું કે ટ્રસ્ટના આ કાર્યને સહયોગ આપી માતૃભૂમિનું ઋણ ચુકવવા માટે કૃપ ગ્રુપ ઓફ કંપનીઝ સદા તત્પર રહેશે.