Tag: કૃપ મ્યુઝિક

કૃપ મ્યુઝિક

કૃપ મ્યુઝિકની સ્થાપના ૨૦૧૫ માં પ્રખ્યાત ગાયક-ગીતકાર ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી, જે એક પ્રતિષ્ઠિત ભારતીય મ્યુઝિક રેકોર્ડ લેબલ કંપની છે. કૃપ મ્યુઝિક મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ઉભરતી પ્રતિભાઓને શોધવા અને પોષવા માટે સમર્પિત છે. કલાકારોને જરૂરી સાધનો અને સમર્થન પ્રદાન કરીને, તેમને તેમની સંગીત કારકિર્દીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે કાર્ય કરે છે.

  • “વીર બાળ દિવસ” વિશેષ: પર્વ ઠક્કર – ફક્ત કચ્છનું જ નહી પણ ગુજરાત અને દેશનું ગૌરવ

    “વીર બાળ દિવસ” વિશેષ: પર્વ ઠક્કર – ફક્ત કચ્છનું જ નહી પણ ગુજરાત અને દેશનું ગૌરવ

    • વિશ્વનો યંગેસ્ટ સીંગર અને એક્ટર
    • સોશલ મીડિયા ઇનફ્લુએન્સર
    • ક્લબ ફૂટ વોરિયર અને યંગેસ્ટ ચેંજ મેકર

    ૨૬ ડીસેમ્બરના રોજ જયારે ‘વીર બાળ દિવસ’ ની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે ત્યારે વાત કરીએ એક એવા બાળકની કે જેણે ફક્ત પાંચ વર્ષની ઉમરે જ વિશ્વભરમાં યંગેસ્ટ પ્લે-બેક સીંગર, યંગેસ્ટ એક્ટર, યંગેસ્ટ ચેંજ મેકર, ઇનફ્લુએન્સર, બ્રાન્ડ અમ્સેબેસેડર તરીકે પ્રસિદ્ધિ અને નામના મેળવી છે. પાંચ વર્ષની વયે પાંચ મહાન ઉપલબ્ધિઓ મેળવનાર આ મહાશય નાના નાના પગલાઓથી એટલી લાંબી અને મોટી મંઝિલ સુધી કઈ રીતે પોહોચ્યા ચાલો, એની વિગતવાર ચર્ચા કરીએ.

    ક્લબ ફૂટ વોરિયર

    કહેવાય છે કે સંઘર્ષ વિના સફળતા મળે નહિ. અપણે પર્વની સિદ્ધિઓને જોઇને પ્રભાવિત થઈએ તે પેહલા એ પણ જાણી લઈયે કે એણે નાનીશી ઉમરમાં સંઘર્ષ પણ મોટું  જોયેલું છે. જન્મતાની સાથે જ પર્વને ક્લબ ફૂટ નામની શારીરિક સ્થિતિ મળેલી જેમાં નવજાત પર્વના પગ અંદરની તરફ વળેલા હતા. પરંતુ સમયસર નિદાન અને સારવાર તથા દ્રઢ મનોબળ સાથે પર્વ ક્લબ ફૂટ વોરિયર તરીકે ઉભરી આવ્યો. અને પાંચ વર્ષની લાંબી સારવાર દરમિયાન સંગીત અને અભિનય ક્ષેત્રે પણ કુશળતા કેળવી જેના પરિણામે વિશ્વભરમાં યંગેસ્ટ સીંગર, યંગેસ્ટ એક્ટર તરીકે નામના મેળવી છે. આમ ફક્ત કલબફૂટને હરાવ્યું નહિ પણ તેનાથી ઉપર ઉઠી કેમ વ્યક્તિત્વ વિકાસ કરી શકાય તે અંગે લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય પણ કરે છે જેથી ગિવ વાચા ફાઉન્ડેશને તેને ‘ગ્લોબલ કલબફૂટ અવેરનેસ પર્વ’ પ્રોજેક્ટ માટે સાલ ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી ‘વૈશ્વિક ગીફ્ટ ઓફ ટાઇમ અમ્સેબેસેડર’ જાહેર કર્યું. અને હવે પર્વ વિશ્વભરમાં ‘ગ્લોબલ કલબફૂટ અવેરનેસ પર્વ’ પ્રોજેક્ટનું નેત્રુત્વ કરી રહ્યું છે.

    વિશ્વનો યંગેસ્ટ એક્ટર

    ફક્ત નવ મહિનાનો હતો પર્વ જયારે એક્ટર તરીકે એણે પોતાના કરિયરની શરૂઆત કરી છે. ડૉ. કૃપેશ ઠક્કર અને વાચા ઠક્કરના ‘રામ ધૂન’ મ્યુઝીક વિડીઓમાં પોતાનો પહેલો ડેબ્યુ આપીને જે સુપર હીટ રહ્યું હતું એની સાથે સાથે એક્ટર પર્વ પણ સ્ક્રીન અને લોકોના દિલોમાં છવાઈ ગયો. આ પછીતો કૃપ મ્યુઝીકના લગભગ દરેક બાળકલાકાર ધરવતા મ્યુઝીક વિડીઓમાં એક ચાઈલ્ડ એક્ટર તરીકે પર્વ ઝળહળવા લાગ્યો. હાલ સુધીમાં કૃપ મ્યુઝીકના ૧૫ થી પણ વધારે મ્યુઝીક વિડીઓમાં પર્વએ એકટરની ભૂમિકા ભજવેલી છે. જેમાં તેના નોંધનીય ગીતોમાં ‘જન ગન મન’, ‘રઘુપતિ રાઘવ રાજા રામ’, ‘રામ રાખે તેમ રહીએ’, ‘પપ્પા મારા સુપેરમન’, ‘તું છે ઓ માં’, તેમજ ‘એ વતન’ જેવા ગીતોનો સમાવેશ થાય છે. મોટા પ્રમાણમાં લોકચાહના મેળ્યા બાદ આ ગીતોના સંકલન કરીને ‘વલ્ડસ યંગેસ્ટ એક્ટર-પર્વ ઠક્કર’ નામનું આલ્બમ વર્ષ ૨૦૦૧માં લોન્ચ કર્યું.

    વિશ્વનો યંગેસ્ટ સીંગર

    ગાયક તરીકે સૌથી નાની વય, આકર્ષક અવાજ, અને એ આવાજમાં છલકાતી માસુમીયત… આ બધી વિશેષતાઓને લઈને પર્વએ વિશ્વના યંગેસ્ટ સીંગર તરીકેની પાત્રતા મેળવી છે. પર્વ જયારે ૧ વર્ષ અને ૧૧ મહિનાનો હતો ત્યારે ગાયક તરીકે પોતાનો પહેલો સ્વર “પર્વ ધ યંગેસ્ટ સીંગર’ આલ્બમના ગીતો માટે આપેલું જેમાં પ્રભુભાક્તિના ૭ ધૂનોનો સમાવેશ થાય છે. ત્યાર પછીતો એના દરેક નવા ગીતોમાં ગાયન સિવાયની એની કલાકારીઓ થકી એક આગવી છવી દર્શાવતો રહ્યો, એટલે સુધી કે લોકો એને એના ગીત સિવાય એણે બોલેલા ડાયલોગ માટે પણ યાદ કરવા લાગ્યા. જે કારીગરી તેની આલ્બમ ‘પર્વ ધ યંગેસ્ટ સીંગર માંના ‘શ્રી રામ જય રામ જય જલારામ’, ‘હનુમાન મંત્ર’, ‘શ્રી રામ જય રામ જય જય રામ’ જેવા ગીતોમાં જોઈ શકાય છે. આજ સુધીમાં પર્વ એ ૩૦ થી પણ વધારે ગીતો ગયેલા છે જે કૃપ મ્યુઝીક રેકોર્ડ લેબલ કમ્પની દ્વારા વિશ્વભરમાં ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.

    સોશલ મીડિયા ઇનફ્લુએન્સર

    સફળ વ્યક્તિત્વ, પ્રભાવશાળી ગાયકી અને સમાજસેવા તથા જનજાગૃતિનિ ભાવના સાથે પર્વ સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહ્યો છે. જયારે મોટાભાગના બાળકો ફિલ્મી ગીતો પર લીપ્સિંગ અને ડાન્સ કરી રહ્યા છે ત્યારે પર્વ ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ જેવા જનજાગૃતિના કામ માટે સતત કાર્ય કરી રહ્યો છે જેને પરિણામે ખુદ ઇનસ્ટાગ્રામ – ઇન્ડિયા પણ તેને સપોર્ટ કરી રહ્યો છે. તેના યુટ્યુબ અને ઇનસ્ટાગ્રામ પર ૧૦,૦૦૦ થી પણ વધારે ફોલોઅર છે. જેના પર તે પોતાની ક્લબફૂટ અંગેની પોસ્ટ શેર કરતો હોય છે જેના મારફતે જન સામાન્ય પણ તેના આ પ્રોજેક્ટમાં વિવિધ રીતે ભાગ લે છે.

    બ્રાંડ અમ્બેસેડર

    પર્વની કારકિર્દી, વ્યક્તિત્વ અને સફળતાઓને પરિણામે તેની બ્રાન્ડ અમ્બેસેડર તરીકેની નામના પણ વિસ્તરતી ગયી. કલબ ફૂટ વોરિયર તરીકે જાગૃતિ લાવવા સૌ પ્રથમ ગિવ વાચા ફાઉન્ડેશને તેને ‘ગ્લોબલ કલબ ફૂટ અવેરનેસ’ પ્રોજેક્ટ માટે બ્રાન્ડ અમ્બેસેડર નિયુક્ત કર્યું. ત્યારબાદ કૃપ મ્યુઝીકમાં પોતાની સફળ કારકિર્દી રહેતા કૃપ મ્યુઝીક કંપનીએ તેને પોતાના રીયાલીટી શો ‘કે. એમ. ટેલેન્ટ હન્ટ – કિડ્સ’ અને કૃપ એકેડમીના માટે બ્રાન્ડ અમ્બેસેડર બનાવ્યો.

    ચેન્જ મેકર

    પર્વ આટલી નાની વયે કર્મયોગ થકી સામાજિક ક્ષેત્રે બદલાવ લાવવા માટે પણ વિવિધ સંસ્થાઓ જોડે કાર્યરત છે. જેમાં બે વૈશ્વિક પ્રોજેક્ટ ‘ગ્લોબલ કલબ ફૂટ અવેરનેસ’ પ્રોજેક્ટ તથા ‘ગુંજે ગીતા’ થકી સમાજમાં નવજાત બાળકોમાં થતી કલબ ફૂટ નામની બીમારી અંગે પ્રચલિત ગેરમાન્યતાઓને દુર કરવાની સાથે સાથે ગીતાના વિચારોને લોકો સુધી પોતાના પર્વ ફ્યુઝન બેન્ડ મારફતે લઇ જઇ રહ્યો છે. તેનું આ બેન્ડ વિવિધ શાળાઓ, અનાથાશ્રમો, કોલેજો અને વિવધ સંસ્થાઓમાં સંગીતમય ગીતાનું અધ્યયન કરી ભગવદ ગીતાને લોકભોગ્ય બનાવે છે. તેમજ આ કાર્યક્રમ થકી પોતાના કર્મયોગ થી કલબ ફૂટ ધરવતા અન્ય બાળકો માટે ધનલક્ષ્મી એકત્ર કરી રહ્યો છે. તેના આ કાર્યોમાં હંગામા જેવી ભારતની મોટી કંપની ગુજરાતના ખ્યાતનામ બાળરોગના હાડકાના નિષ્ણાંત ડોક્ટરો, વિવધ શૈક્ષણિક સંસ્થાઓ, એન. જી. ઓ. તેમજ જાણીતા કલાકારો મદદે આવ્યા છે.

    આ પાંચ વિશિષ્ટતાઓમાં તેના કાર્ય બદલ તેને ઘણાં એવોર્ડ પણ મળેલા છે જેમાં રઘુવંશી લોહાણા મહાપરીષદ દ્વારા ‘ઈંટરનેશનલ બેસ્ટ રઘુવંશી ચાઈલ્ડ આઇકોન એવોર્ડ’ તથા હંગામા દ્વારા ‘રાઈઝીંગ સ્ટાર ઓફ ઇન્ડિયા’ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત દુન પબ્લિક સ્કૂલ, અંજાર લોહાણા મહાજન તથા ગાંધીધામ ગુરુદ્વારા જેવી સામાજિક સંસ્થાઓ એ પણ સન્માનિત કર્યું છે.

  • ગાંધીધામમાં સતનામ વાહેગુરુ મંત્ર આલ્બમનું લોકાર્પણ થયું

    ગાંધીધામમાં સતનામ વાહેગુરુ મંત્ર આલ્બમનું લોકાર્પણ થયું

    બાળ કલાકારોના કંઠથી સજ્જ મંત્ર આલ્બમ યુ-ટ્યુબ ઉપર મુકાયું

    ગાંધીધામ તા. ૧૨ : અહીના ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક જયંતી નિમિતે ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા “સતનામ વાહેગુરુ મંત્ર” આલ્બમનું લોકાર્પણ કરાયું હતું.

    આ આલ્બમમાં પાંચ વર્ષીય યુવા ગાયક પર્વ ઠક્કર, ૧૦ વર્ષીય વાચા ઠક્કર અને ગીતકાર-સંગીતકાર ડો. કૃપેશે પોતાના સુરોનો સ્વર રેલાવ્યો છે. ગુરુદ્વારા ના મંત્રી સતપાલ સિંઘ, અમૃતસર ના ગાયક જગતાર સિંઘ, મોહિન્દર સિંઘ, કૃપ મ્યુઝીક ના ચેરપર્સન ડો. પૂજા ઠક્કરના હસ્તે ગીતનું લોન્ચિંગ કરાયું હતું. ઉપપ્રમુખ ગુરુદિપ સિંઘ અને રાજેશ ઇસરાણીએ બાળ કલાકારોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે આ કલાકારોના પર્વ ફ્યૂઝન બેન્ડે સતનામ મંત્રની એક ઝલક પ્રસ્તુત કરી હતી. મંત્ર કૃપ મ્યુઝિક દ્વારા યૂટ્યુબ માધ્યમ દ્વારા મુકાયું હતું. નોંધપાત્ર છે કે પાંચ વર્ષ અગાઉ આ સંસ્થા દ્વારા ગુરૂ નાનક જયંતિ નિમિતે ધુન અને ફિલ્મ રજુ કરાઈ હતી. જેને બહોળા પ્રમાણમાં લોકચાહના મળી હતી.

  • ગુજરાતનું ગૌરવ: કચ્છનો માત્ર 4 વર્ષનો પર્વ વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટનો ભારતનો પ્રતિનિધિ બન્યો

    ગુજરાતનું ગૌરવ: કચ્છનો માત્ર 4 વર્ષનો પર્વ વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટનો ભારતનો પ્રતિનિધિ બન્યો

    વિશ્વ કક્ષાએ 15 ગીતોનો ખાસ આલ્બમ રજૂ : હંગામા મ્યુઝિકે રાઇસિંગ સ્ટાર ઓફ ઇન્ડિયાનું બિરૂદ આપ્યું

    3જી જૂન વર્લ્ડ ક્લબફૂટ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ વિશેષ દિવસે, અંજારની સંસ્થા દ્વારા વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં એશિયાનો યંગેસ્ટ સિંગર અને એક્ટર અંજારનો માત્ર 4 વર્ષનો પર્વ નામનો બાળક આ પ્રોજેક્ટનો ભારતનો પ્રતિનિધિ બન્યો છે.

    15 ગીતોમાં પોતાની કળા બતાવી

    ગિવ વાચા ફાઉન્ડેશન “વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વ” પ્રોજેક્ટ દ્વારા ક્લબફૂટ તકલીફ સાથે જન્મેલા બાળકોને સચોટ અને સમયસર માર્ગદર્શન પૂરું પાડશે, જેમાં વૈશ્વિક કક્ષાના ડોક્ટરો પણ પોતાનું યોગદાન આપવા આગળ આવી રહ્યા છે. ત્યારે આ પ્રોજેક્ટના ભારતના પ્રતિનિધિ તરીકે અંજારનો માત્ર 4 વર્ષનો બાળક પર્વ કૃપેશ ઠક્કરની નિમણૂક કરવામાં આવી છે. આ બાળક ક્લબફૂટની તકલીફ સાથે જન્મેલો હતો. તેની સમયસર સારવાર થવાથી તે સંપૂર્ણ ઠીક થયો હતો. આ ઉપરાંત તેણે સંસ્થાના વિવિધ પ્રોજેક્ટ માટેના 15 જેટલા ગીતોમાં પોતાની કળાનું દાન આપ્યું છે. જેથી હંગામા મ્યુઝિકએ તેને “રાઈસિંગ સ્ટાર ઓફ ઈન્ડિયા”નું બિરુદ આપી તેના 15 ગીતોનો ખાસ આલ્બમ આ પ્રસંગે વિશ્વ કક્ષાએ રજૂ કર્યો હતો.

    દર વર્ષે 5 બાળકોની સારવારનો ખર્ચ લેવાની તૈયારી

    આ અંગે સંસ્થાના ટ્રસ્ટી ડૉ. શશિકાંત ઠક્કરએ માહિતી આપી હતી કે, આ પ્રોજેક્ટમાં ક્લબફૂટની સારવારના નિષ્ણાંત અમદાવાદના ડૉ. કમલેશ દેવમુરારી, ડૉ. પૂજા ઠક્કર, ડૉ. કૃપેશ ઠક્કર તેમજ નયનાબેન ઠક્કર અને ડૉ. પ્રકૃતિ દેવમુરારી પોતાની સેવા આપશે. આ સાથે જ ગુજરાતની જણાતી મ્યુઝિક કંપની કૃપ મ્યુઝિક તેમજ ઈઝી આઈ ડી કંપનીએ દર વર્ષે 5 બાળકોના સારવારનો ખર્ચ લેવાની તૈયારી દર્શાવી છે.

    નવજાત બાળકોમાં જોવા મળતી શુ છે ક્લબફૂટ બીમારી?

    ક્લબફૂટએ નવજાત શિશુમાં થતી પગની ખામી છે. આ બીમારી સાથે બાળક જન્મે ત્યારે તેના પગ અંદરની તરફ વળેલા હોય છે. જો સમયસર આવા બાળકની સારવાર ના કરવામાં આવે તો ખોડખાંપણ કાયમી થઈ જાય છે અને બાળક આખી જિંદગી સરખી રીતે ચાલી નથી શકતું. પરંતુ જો યોગ્ય અને સમયસર સારવાર મળે તો બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે છે. ભારતમાં દર 1000 બાળકોએ 3 થી 4 બાળકો આ ખામી સાથે જન્મે છે. ત્યારે સમાજમાં આ રોગ વિષેની સમજણના અભાવે મોટા ભાગના માતા પિતા સારવાર મોડી શરૂ કરે છે જેથી બાળકને સંપૂર્ણ ઠીક થવામાં વધુ સમય લાગે છે અથવા તો થોડી ખોટ સાથે જીવન જીવવું પડે છે.

  • વેલેન્ટાઇન પર્વ ૨૦૨૦ ની વિશ્વ કક્ષાએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગીવ વાચા દ્વારા ઉજવણી

    વેલેન્ટાઇન પર્વ ૨૦૨૦ ની વિશ્વ કક્ષાએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગીવ વાચા દ્વારા ઉજવણી

    આ વર્ષે ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક “વેલેન્ટાઇન પર્વ” ના 7 વર્ષની ઉજવણી વિશ્વ સ્તરે કરી રહ્યા છે. સાલ 2014 થી 7 – 14 ફેબ્રુઆરી દરમ્યાન “વસુધૈવ કુટુમ્બકમ” ના સંદેશ સાથે પાશ્ચાત્ય સંસ્કૃતિના તહેવારમાં  ભારતીય સંસ્કૃતિની સુગંધ મેળવી ઉજવવાની શરૂઆત ડો. કૃપેશ ઠક્કરએ કોલેજના યુવાનો સાથે મળીને કરી. આ રીતે તેમણે “ગિવ વાચા ફાઉન્ડેશન” ની શરૂઆત કરી. સંસ્થાનો મુળ હેતુ પાશ્ચાત્ય સંસ્કૃતિના તહેવારોને ભારતીય સંસ્કૃતિના સમાંતર સંદેશ સાથે ઉજવી, આજની યુવા પેઢીને અમૂલ્ય ભારતીય સાંસ્કૃતિક વારસા સાથે પરિચિત કરવાનો હતો. આ હેતુથી આ તહેવાર દરમ્યાન “બધા ને પ્રેમ કરો” ના સંદેશ સાથે વિવિધ સામાજિક પ્રવૃતિ કરવામાં આવે છે.

    જેમાં ટ્રસ્ટી ડો. કૃપેશ ઠક્કરને ગુજરાતના યુવાનો અને કોલેજના સહકારથી અદભૂત સફળતા મળી. દર વર્ષે વધુ ને વધુ લોકો આ સંસ્થા સાથે જોડાતા ગયા. આ વર્ષે આ તહેવાર વિશ્વક સ્તરે ઉજવવાનુ સ્વપ્ન ડો. કૃપેશ જોઈ  રહ્યા છે ત્યારે અત્યાર સુધી “વેલેન્ટાઇન પર્વ 2020” માં વિશ્વના 7 દેશોના લોકો જોડાઈ ગયા છે. જેમાં ફિલ્મના કલાકારો, શાળા અને કોલેજના પ્રાધ્યાપકો, ડોક્ટરો, કવિઓ, સંગીતકારો, ગાયકો, વિદ્યાર્થીઓ તેમજ ગૃહિણીઓનો સમાવેશ થાય છે.

    આ વર્ષની થીમ “લવ યુ માં” માતૃદેવો ભવઃ પરથી લેવામાં આવી છે. જેમાં આ વર્ષે માતા અને પુત્ર/પુત્રી  એ સાથે મળી “વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવના સાથે આ ઉજવણીમાં જોડાવાનું છે.   “નો ડોનેશન NGO” ના નિયમ સાથે ચાલતી આ સંસ્થામાં બધા લોકો “ગીફ્ટ ઓફ ટાઇમ” આપી જોડાતા હોય છે. ત્યારે આ વર્ષે હર એક શહેરમાં “ગીફ્ટ ઓફ ટાઇમ એમ્બેસેડર” તરીકે માતા-પુત્ર તેમજ માતા-પુત્રી ને સંસ્થા દ્વારા નીમવામાં આવશે. આ એમ્બેસેડર દુનિયાના જે તે શહેરમાં આ અનોખી ઉજવણીમાં જોડાઈ ખરા અર્થમાં “વસુધૈવ કુટુમ્બકમ” ના ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરશે. આ ઉપરાંત માતા પ્રત્યે પોતાના પ્રેમને લઈ આ એમ્બેસેડર 1 ફેબ્રુઆરી થી 10 મે 100 દિવસ સુધી આ સંસ્થાના કાર્યોમાં માતાના નામથી ઓળખાશે. આ 100 દિવસ દરમિયાન વેલેન્ટાઇન ઉપરાંત “મહિલા દિવસ પર્વ” તેમજ અંતે “માતૃ દિવસ પર્વ” 10 મે પર પૂર્ણ થશે.

    ડો. કૃપેશ નયનાબેન ઠક્કર દ્વારા “વેલેન્ટાઇન પર્વ 2020” માટે ગુજરાતી અને હિન્દીમાં માતા માટે થીમ ગીત તૈયાર કરેલ છે જેમાં “ગીફ્ટ ઓફ ટાઇમ” ના ભારતીય એમ્બેસેડર પર્વ પૂજાબેન ઠક્કર એ મુખ્ય કલાકાર તરીકે તેમજ અમેરિકા ની એમ્બેસેડર વાચા પૂજાબેન ઠક્કર એ ગાયક તરીકે પોતાની કલાનું યોગદાન આપ્યું છે. આ ઉજવણીના અંતે વિશ્વક એમ્બેસેડર તરીકે ડો. કૃપેશ નયનાબેન ઠક્કર “વસુધૈવ કુટુમ્બકમ” ના સંદેશ સાથે વિશ્વના 7 દેશોના પ્રતિનિધિઓ ને મળવા તેમજ વધુ લોકો સુધી ભારતીય સાંસ્કૃતિક વારસાને લઈ જવા પ્રવાસ કરશે.

    કચ્છ ખાતે તોલાણી આર્ટ્સ અને સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. સુશિલ વિમલાબેન ધર્માણી, માનવ રચના એકેડેમીના ટ્રસ્ટી અલ્પા કંચનબેન ખખ્ખર, દૂન પબ્લિક સ્કુલના ચેર પર્સન નેહા પુષ્પાબેન ઠક્કર, દિપેશ  હંસાબેન ઠક્કર, યુવા પ્રતિનિધિ ગૌરી યામિનીબેન ઠક્કર, હિતિકા મનીષાબેન ધૂઆ અને હિના મનીષાબેન ધૂઆ, હિના મંજુલાબેન દવે, ચિરંતન જયશ્રીબેન દવે, ગિવ વાચાના ટ્રસ્ટીઓ ડો. શશીકાંત દેવકાબેન ઠક્કર અને નયના દિવાળીબેન ઠક્કર તેમજ કૃપ મ્યુઝિક ના પૂજા પ્રવિણાબેન ઠક્કર એ આ કાર્યમાં જોડાવાની પહેલ કરી છે. જેના બાદ પાંચ જ દિવસમાં ભારત અને વિશ્વ ભરમાં હજાર થી વધારે લોકો જોડાઈ ગયા છે અને હજુ આ સંખ્યા ઘણી વધારે થવાની શક્યતા છે.

  • વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સૂર ગુજરાત કે’ 2 ના વિજેતા ઘોષિત: ગુજરાત તેમજ અમેરિકા અને કેનેડાના ગાયકોએ મેદાન માર્યું

    વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સૂર ગુજરાત કે’ 2 ના વિજેતા ઘોષિત: ગુજરાત તેમજ અમેરિકા અને કેનેડાના ગાયકોએ મેદાન માર્યું

    કોરોનાના લોકડાઉન દરમિયાન ગુજરાતની જાણીતી મ્યુઝિક અને ફિલ્મ કંપની કૃપ મ્યુઝિક તથા ગિવ વાચા ફાઉન્ડેશન એનજીઓ દ્વારા વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સૂર ગુજરાત કે’ સીઝન-2નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ તાલુકા તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વસતા પાંચથી ૫૦ વર્ષના ૧૦૦૦થી વધુ ગુજરાતી ગાયકોએ સ્પર્ધાના સિનિયર તેમજ જુનિયર વિભાગમાં ભાગ લીધો હતો. સંપૂર્ણ ડિજીટલ સ્પર્ધામાં પાંચ રાઉન્ડ હતા, જેમાં અંતે સેમી કાઈનલમાં ગુજરાતી ગરબા અને કાઈનલમાં કક્ત ગુજરાતી ગીતો જ ગાવાના હતા. ફાઈનલ રુઉન્ડમાં મેન્ટર અને જજ ડૉ. કૃપેશ ઠક્કરના ગુજરાતી ગીતો ગાઈ આ ગાચકોએ વિશ્વભરના ગુજરાતીઓની પ્રસંશા મેળવી.

    કૃપ મ્યુઝિક દ્વારા હાલ આ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના પ્રણય રાવલએ કૃષ્ણ ભક્તિ ગીત “આ કેવી કરમત’, “મધુરાષ્ટકમ’ ગીત ગાઈ પ્રથમ સ્થાન, ભરૂચના ધ્રુવ મિસ્ત્રીએ માતૃપ્રેમ દર્શાવતું ગીત “તું છે ઓ મા’ ગાઈ બીજું સ્થાન જ્યારે કેનેડા સ્થિત ફેની પંડ્યાએ રાધા કૃષ્ણનું ગીત “ધબકારા ચૂકી જાતું” ગાઈ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સાથે જ જુનિયર વિભાગમાં મૂળ કચ્છી અને હાલ યુ.એસ.એ.સ્થિત રીતિ ઠક્કરએ “આ કેવી કરામત’, ‘મધુરાષ્ટકમ’ ગીત સાથે પ્રથમ, વડોદરાની સાક્ષી સલોટએ “તું છે ઓ મા” ગીત સાથે બીજું તેમજ અમદાવાદની રાશી વૈષ્ણવ “તું છે ઓ મા’ ગીત સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત સિનિચર વિભાગમાં યુ.એસ.એ.સ્થિત નેહલ શાહએ ચોથું, કેશોદ ના જયદીપ કાનાબારએ પાંચમું તેમજ સોમનાથના સાગર જેઠવાએ છઠું સ્થાન મેળવ્યું હતું.

    સ્પર્ધાના મેન્ટર અને જજ ગીતકાર, સંગીતકાર તેમજ ગાયક ડૉ. કૃપેશ ઠક્કરએ જણાવ્યું કે તેમનો મૂળ હેતુ દુનિયાના કોઈ પણ છેડે રહેલા ગુજરાતી ગાચકોને શોધીને ગુજરાતના ટેલેન્ટને વિશ્ન સમક્ષ કૃપ મ્યુઝીક દ્વારા કરવાનો છે. તેમણે ઉમેર્યું કે કાઈનલના બધા સ્પર્ધકોએ એમના ગીતને પૂરતો ન્યાય આપ્યો અને વિજેતાઓના ટેલૅન્ટથી તેઓ ખૂબ સંતુષ્ટ છે. તેમણે કહ્યું કે હજી ઘણાં દેશમાં વસતા ગુજરાતી લોકો ભાગ લેવા ઉત્સુક છે, તેથી ટૂંક સમયમાં સિઝન-3 શરૂ કરવામાં આવશે. આ ઉપરંંત બોલીવૂડ અને ગુજરાતી ફિલ્મ અભિનેતા વીજે ભાટિયાએ ફાઇનલમાં જજ તરીકે સેવા આપી હતી.

    યંગેસ્ટ સિંગર ઓક ઇન્ડેયા તરીકે ઓળખાતા અને ૨૫ જેટલા ગીતોને કંઠ આપનાર તેમજ “તું છે ઓ મા’ના ગાયિકા આઠ વર્ષીચ વાચા ઠક્કર તેમજ ગાયક અને યંગેસ્ટ એક્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા બાળ ક્લાકાર પર્વ ઠક્કરએ સ્પર્ધાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપી હતી. આ સાથે જ ભાસ્તીય સંગીતના વાધોનું ડિજીટલ સોફ્ટવેર બનાવતી સ્વીટઝર્લેન્ડ કંપની સ્વર સિસ્ટમએ મુખ્ય સ્પોન્સર તરીકે યોગદાન અને પ્રોત્સાહન આપ્યું હતું. ધ ગ્લોબલ ગુજરાતીએ ડીજીટલ પાર્ટનર તરીકે સ્પર્ધકોને દુનિયાભરમાં જાણીતા કર્યા. હવે આ સ્પર્ધાના વિજેતાઓ ડૉ. કૃપેશના આવનારા ગીતને કંઠ આપશે, જે કૃપ મ્યુઝિક લેબલ દ્વારા વિશ્રભરમાં રજૂ થશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે “સૂર ગુજરાત કે’ સ્પર્ધા તેના વિજેતા તેમજ સ્પર્ધકોને ફિલ્મજગત તેમજ સંગીતમાં કારકિર્દી બનાવવામાં મંચ આપવા માટે જાણીતી છે. આ અગાઉ સિઝન-1ની વિજેતા આર્ચી મિસ્ત્રીએ ફિલ્મ કમિટમેન્ટમાં ડો. કૃપેશના જ ગીત “હે પ્રભુ’ ને કંઠ આપ્યો છે તેમજ કબડ્ડી વર્લ્ડકપમાં રાષ્ટ્રગીત પરફોર્મ કર્યું હતું. ઉપરાંત ૨૦ જેટલા અન્ય સ્પર્ધકોને ચાર મ્યુઝિક વિડીઓમાં ગાવાની તક મળી ચૂકી છે. તેમજ સિઝ્ન-2ના સેમી ફાઇનલ સુધી પહોંચેલા અમદાવાદના સ્પર્ધક પૂર્વી રાજગુરુને ડો. કૃપેશ ના બે ગીત ગાવાની તક મળી ચૂકી છે. આ સાથે જ સ્પર્ધકોને કૃપ મ્યુઝિક એકેડેમી દ્વારા સંગીતના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવશે. તેમજ “ગિવ વાચા કાઉન્ડેશન’ના વેલેન્ટાઇન પર્વ, વુમન્સ પર્વ અને માં પર્વ ઉત્સવમાં આ સ્પર્ધકોને તેમના શહેરના ગિફ્ટ ઓફ ટાઈમ એમ્બેસેડર તર્રીકે નીમવામાં આવશે.

  • માધાપર (ભુજ)ની દૂન પબ્લિક સ્કુલમાં બાળદિન નિમિત્ત સાત વર્ષની વયની ગાયિકા અને અભિનેત્રી વાચા ઠક્કરનું સન્માન કરી તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું

    માધાપર (ભુજ)ની દૂન પબ્લિક સ્કુલમાં બાળદિન નિમિત્ત સાત વર્ષની વયની ગાયિકા અને અભિનેત્રી વાચા ઠક્કરનું સન્માન કરી તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું

    બાળદિન નિમિત્તે સન્માન : માધાપર (ભુજ)ની દૂન પબ્લિક સ્કુલમાં બાળદિન નિમિત્ત સાત વર્ષની વયની ગાયિકા અને અભિનેત્રી વાચા ઠક્કરનું સન્માન કરી તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું. પ્રિન્સિપાલ સરીકાબેન શર્મા, ચેરમેન દીપેશભાઈ ઠક્કર પેટ્રન, નેહાબેન ઠકકર તેમજ ગીવ વાચા ફાઉનડેશનના ટ્રસ્‍ટી ડો. કૃપેશ ઠકકર અને કૃપ મ્યુઝિકના ચેરમેન ડૉ. પૂજા ઠકકરએ હાજરી આપી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં વાચા ઠક્કરનું સન્માન, તેમનું ૪ લોકપ્રિય “શહીદો કો સલામ’ ગીત પણ રજુ કરાયું હતું. વાચા ઠકકર અત્યાર સુધી ૧૦ ગીતોને કંઠ આપેલો છે તેમજ અભિનય પણ કરેલું છે. તેના વીડિયો ૩ કરોડથી પણ વધુ લોકો નિહાળી ચૂક્યા છે અને ફેસબુક પર તેના ર૫૦૦૦થી વધુ ચાહકો છે.

  • ગુરુનાનક જયંતીએ વાચા ઠક્કરનું સતનામ વાહેગુરુ ધૂન માટે ગુરુદ્રારા ખાતે સન્માન

    ગુરુનાનક જયંતીએ વાચા ઠક્કરનું સતનામ વાહેગુરુ ધૂન માટે ગુરુદ્રારા ખાતે સન્માન

    ‘સતનામ વાહેગુરુ નાનક’ ધૂન પણ ગુરુદ્વારામાં રજૂ : બાળગાયિકાનું સન્માન કરાયું

    ગાંધીધામના ગુરુદ્રારા ખાતે ગુરુનાનક જયંતી નિમિત્તે ‘સુખ યા આનંદ’ ટૂંકી ફિલ્મ અને “સતનામ વાહેગુરુ ધૂન’ મ્યુઝિક્લ વીડિયો અંજાર સ્થિત કૃપ મ્યુઝિક અને ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા રજૂ કરાયા હતા. ૭ વર્ષીય ગાયક વાચા ઠક્કર તેમજ ગાયક અને સંગીતકાર ડો. કૃપેશ ઠક્કરે ‘સતનામ વાહેગુરુ ઘૂન’ના બે વીડિયો તૈયાર કર્યા છે જેમાં એકમાં ૧૦૮ વખત ધૂન ગાઇ છે. આ પ્રસંગે ગાંધીધામ ગુરુદ્રારા સમિતિના ખજાનચી શીતલસિંઘે બાળગાયિકા વાચાનું સન્માન કર્યું હતું.

    ડો. કૃપેશ ઠક્કરે જણાવ્યું હતું. કે, તેમના દ્વારા લિખિત અને નિર્મિત ‘સુખ યા આનંદ’ નામની શોર્ટ ફિલ્મ રિલીઝ કરાઇ જેમાં ગુરુનાનક દેવના એક દોહા “મેરો મેરો સભી ક્હતે હૈ, હિત સોં બાધ્યો ચિત, અંતકાલ સંગી નહીં કોઉ, યહ અચરજ કી રીત ‘ના સંદેશને વણી લેવાયો છે. ભૌતિક સુખ માટે સાચા આનંદને ભૂલી જનારા લોકોને ઇશ્વરે આપેલા જીવનનો સદુપયોગ કરવાનો સંદેશ લોકો સમક્ષ રજૂ કરાયો છે. ફિલ્મમાં સુરતના થિયેટરના જાણીતા પારસી ક્લાકાર ફરઝાન કરંજિયા તેમજ તેમના સાથીઓએ અભિનય કર્યો છે. ફરઝાને તેના લોકપ્રિય “પારસી બાવા કરે ધમાલ’ના કિરદાર પારસી બાવામાં લોકોનું મન જીત્યું છે. આ પહેલાં આ પિતા-પુત્રી દ્વારા આ જ વર્ષમાં રામધૂન, હૈ નમન, શહીદોને સલામ તેમજ ગયા અઠવાડિયે જલારામ ધૂન (વીડિયો) રજૂ કર્યો છે.

  • જલારામ બાપા કે પરચે શોર્ટ ફિલ્મ રીલીઝ થઇ

    જલારામ બાપા કે પરચે શોર્ટ ફિલ્મ રીલીઝ થઇ

    અંજાર કચ્છ સ્થિત કૃપ મ્યુઝીક અને ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા આ જલારામ જયંતી નિમિતે “જલારામ ધૂન” મ્યુસિક વીડિઓ અને “જલારામ બાપા કે પરચે” નામની શોર્ટ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી.

    અંજાર સ્થિત 2 વર્ષના પર્વ ઠક્કર એ ગાયક 7 વર્ષીય વાચા ઠક્કર તેમજ ગાયક અને સંગીતકાર ડો. કૃપેશ સાથે વીડિઓ માં અભિનય કર્યો છે. વીડિઓનું શુટિંગ ભુજ રવાણી ફળિયાના જલારામ મંદિર તેમજ માંડવીના દરિયા કાંઠે અને અંજારમાં કરવામાં આવ્યું છે. વીડિઓ માં ડો. શશીકાંત ઠક્કર, નયનાબેન ઠક્કર તેમજ ડો. પૂજા ઠક્કર પણ સામેલ છે. આમ એક જ કુટુંબ ના 6 સભ્યો દ્વારા અનોખી રીતે જલારામ જયંતી ઉજવવા નો આ નવતર પ્રયાસ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે આ ગીત ની સાથે સાથે ડો. કૃપેશ ઠક્કર દ્વારા લેખિત અને નિર્મિત શોર્ટ ફિલ્મ “જલારામ બાપા કે પરચે” પણ રિલીસ કરવામાં આવી જેમાં જલાબાપા ના પરચા ના પ્રસંગ ને વણી લેવામાં આવ્યા છે. ફિલ્મમાં સુરતના થીએટરના જાણીતા પારસી કલાકાર ફરઝાન કરંજિયા તેમજ તેમના સાથીઓએ અભિનય કર્યો છે.

  • કૃપ મ્યુઝિક, ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ભાવનગરમાં ગાયન, નૃત્ય અને મોડેલ માટેના ઓડીશન લેવાયા

    કૃપ મ્યુઝિક, ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ભાવનગરમાં ગાયન, નૃત્ય અને મોડેલ માટેના ઓડીશન લેવાયા

    ભાવનગર ખાતે તા.૨૯ માર્ચના રોજ કૃપ મ્યુઝિક અને ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ગાયન (સુર ગુજરાત કે), નૃત્ય (નચ લે) અને મોડેલની શોધ (ઈ સિતારા મોડેલ) માટેના ઓડિશન સિલ્વર બેલ્સ સ્કુલ ખાતે યોજવામાં આવ્યા. ઓડિશનમાં વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

    રાજ્ય કક્ષાની આ સ્પર્ધાઓમાં જીતનાર પાંચ સ્પર્ધકોને કૃપ મ્યુઝિકની આવનારી ફિલ્મ કે આલ્બમમાં લેવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં ગીતકાર-સંગીતકાર, ગાયક ડો.કૃપેશ ઠક્કરના હનુમાન જયંતિ નિમિત્તે બનાવેલ ફ્યુઝન ગીત મંગલ ભવન-રામ ધૂનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ગીતમાં ડો.કૃપેશ ઉપરાંત બાળ કલાકાર વાચા ઠક્કરે પણ કંઠ આપ્યો છે. ૨૯ માર્ચે ઓડિશન પાર કરી આગળ વધેલા સ્પર્ધકોને સ્પર્ધાના મેન્ટોર ડો.કૃપેશ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવી. આ સ્પર્ધકો ૩૦ માર્ચના સ્પર્ધાના બીજા રાઉન્ડના ઓડિશનમાં ભાગ લેશે.

    તદુપરાંત સૌપ્રથમ વખત ડીજીટલ ઈન્ડિયાના મિશનને ધ્યાનમાં રાખી કૃપ મ્યુઝિક મોબાઈલ એપ દ્વારા સ્પર્ધાના રજીસ્ટ્રેશન તેમજ દરેક સ્પર્ધાના ઓડિશન પણ લેવામાં આવી રહ્યાં છે. એપ દ્વારા સ્પર્ધકો પ્રથમ રાઉન્ડમાં ભાગ લઈ શકે છે અને બીજા રાઉન્ડમાં વિવિધ શહેરોમાં ઓડિશનમાં પ્રવેશ મેળવી શકે છે. આ ઉપરાંત સ્પર્ધાના આગળના તબક્કે વોટીંગ પણ આ એપ મારફત થશે. સુર ગુજરાત કે સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતી ગાયકો પણ ભાગ લઈ રહ્યાં છે.

  • સૂર ગુજરાત કે વિજેતા આર્ચીએ કબડ્ડીના વર્લ્ડ કપમાં રાષ્ટ્રગીત ગાયું

    સૂર ગુજરાત કે વિજેતા આર્ચીએ કબડ્ડીના વર્લ્ડ કપમાં રાષ્ટ્રગીત ગાયું

    ‘સૂર ગુજરાત કે’ વિજેતા રહિ ચુકેલી આર્ચીના કંઠથી અનેકો થયા છે મંત્રમુગ્ધ

    અમદાવાદ ખાતે આયોજીત કબડ્ડીના વિશ્વક્પની ઓપનીંગ સેરેમનીમાં મુન્દ્રાની દિકરી આર્ચી મીસ્ત્રીએ રાષ્ટ્રગીતનું ગાયન કર્યું હતુ. રાજ્યના મુખ્યમંત્રી સાથે 12 દેશોની ટીમના કેપ્ટન ઉપસ્થીત રહ્યા હતા. કબડ્ડીનો વર્લ્ડકપ આ વખતે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે ત્યારે ક્ચ્છના મુન્દ્રાની રહેવાસી આર્ચી ભાવિન મીસ્ત્રીને આ ઉચ્ચ પ્લેટફોર્મ પર દેશનું રાષ્ટ્રગીત પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો હતો. વિશ્વકપની ઓપનીંગ સેરેમનીમાં રાષ્ટ્રગીતનું ગાન કરી રહેલી આર્ચી દ્રશ્યમાન થાય છે.

    શરુઆતમાં આર્ચીએ રાષ્ટ્રગીત લરકાર્યું હતુ. જેની સાથે મુખ્યમંત્રી વિજય રુપાણી, 12 દેશોની કબડ્ડી ટીમના કેપ્ટન, ઉચ્ચ અધિકારીઓ અને હજારોની માત્રામાં દર્શકોએ પણ સાથ પુરાવ્યો હતો. 13 વર્ષની આર્ચી મુન્દ્રાની સીપીએસ સ્કુલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. કૃપ મ્યુઝીક દ્રારા આયોજીત “સુર ગુજરાત કે’ નો ખિતાબ પણ તે મેળવી ચુકી છે ત્યારે આજ દિવસે આગામી દિવસોમાં આવી રહેલી ગુજરાતી ફિલ્મ “કમીટમેન્ટ” માં તેણે ગાયેલુ “હે પ્રભુ’ ગીત લોંચ કરવામાં આવ્યુ હતુ. અહિ નોંધવુ રહ્યુ કે તેના રીલીક્સ અને સંગીત અંજારના કૃપેશ ઠક્કર દ્વારા આપવામાં આવ્યા છે. કચ્છી પ્રતીભાઓ હવે ઉચ્ચપાયદાનો પર ઉઠી જિલ્લાનું વિવિધ સ્તર પર નામ રોશન કરી રહ્યા છે.