Tag: કૃપ મ્યુઝિક

કૃપ મ્યુઝિક

કૃપ મ્યુઝિકની સ્થાપના ૨૦૧૫ માં પ્રખ્યાત ગાયક-ગીતકાર ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી, જે એક પ્રતિષ્ઠિત ભારતીય મ્યુઝિક રેકોર્ડ લેબલ કંપની છે. કૃપ મ્યુઝિક મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ઉભરતી પ્રતિભાઓને શોધવા અને પોષવા માટે સમર્પિત છે. કલાકારોને જરૂરી સાધનો અને સમર્થન પ્રદાન કરીને, તેમને તેમની સંગીત કારકિર્દીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે કાર્ય કરે છે.

  • છ વર્ષીય કચ્છી બાળકનાં દેશભક્તિનાં ગીતોનું લોકાર્પણ

    છ વર્ષીય કચ્છી બાળકનાં દેશભક્તિનાં ગીતોનું લોકાર્પણ

    ૭૬મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે અંજારના છ વર્ષીય પર્વ ઠક્કરના દેશભક્તિ ગીતોના આલ્બમ લવ યુ ભારતનું ગાંધીનગર ખાતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને હસ્તે લોકાર્પણ થયું.

    આઝાદીના આ ઉત્સવને સંગીત સાથે ઊજવતાં આ આલ્બમમાં બાળગાયક અને અભિનેતા પર્વ ઠક્કરના સાત ગીતોનો સમાવેશ થાય છે. જેમાં જન ગણ મન, ઐ વતન, વંદે માતરમ, હૈ નમન, શહીદો કો સલામ તેમજ જન ગણ મન નૉટેશનમાં તેની ઉત્તમ ગાયકી અને અદાકારી જોવા મળે છે. આ આલ્બમ ગીતકાર, સંગીતકાર અને ગાયક ડો. કૃપેશ ઠક્કરના નેતૃત્વ હેઠળ તૈયાર થયું છે જેમાં દસ વર્ષીય વાચા ઠક્કરએ પણ કંઠ આપ્યો છે. આ બંને કલાકારોએ રાષ્ટ્રગીતને સૂરોમાં લયબદ્ધ રીતે ગાઈ નૉટેશન સ્વરૂપે રજૂ કરી વિક્રમ સર્જ્યો છે. પર્વ ફ્યૂઝન બેન્ડના આ ગીતો વૈશ્વિક સ્તરે બસ્સોથી પણ વધુ પ્લેટફોર્મ પર કૃપ મ્યુઝિક દ્વારા વિનામૂલ્યે રજૂ કરવામાં આવ્યા હતા.

    છેલ્લા ચાર વર્ષોથી સતત પ્રગતિ કરતો આ બાળકલાકાર જ્યારે મંત્રીની મુલાકાતે પહોંચ્યો ત્યારે તેની સફળ કારકિર્દી અને કલા થકી ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ અભિયાનમાં તેના યોગદાન માટે હર્ષભાઈએ ખૂબ સરાહના કરી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. ગીતના વિડીયો વિશે વાત કરતાં દિગ્દર્શક ડો. કૃપેશએ જણાવ્યું કે આ દેશભક્તિ ગીતોનું ફિલ્માંકન કચ્છના વિવિધ નયનરમ્ય સ્થળો એ કરવામાં આવ્યું છે, આ ગીતો થકી આવનારી પેઢીમાં દેશભક્તિના સંસ્કારોનું સિંચન થાય એ જ અમારો ઉદેશ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પર્વ ઠક્કર પોતાના બેન્ડ સાથે આ દેશભક્તિ ગીતો લઈને આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે વિવિધ શહેરોમાં ગિવ વાચા ફાઉન્ડેશન અંતર્ગત કાર્યક્રમોમાં નિઃશુલ્ક પર્ફૉર્મ કરે છે.

  • અંજાર ખાતે ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે શિષ્યોએ ગુરુને આપી અનેરી દક્ષિણા

    અંજાર ખાતે ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે શિષ્યોએ ગુરુને આપી અનેરી દક્ષિણા

    ગાયકોએ પોતાના ગીતોના આલ્બમનું ગુરુજીના હસ્તે વિમોચન કરાવ્યું

    ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઈઝી આઈ ડી તથા કપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટરના સંયુકત ઉપક્રમે અંજારની શાળા નંબર ૩ માં ગુરુપૂર્ણિમા પર્વ યોજવામાં આવ્યું હતું. જેમાં સિંગર પર્વ ઠક્કર. વાચા ઠક્કર, ડૉ. પૂજા તથા ગીતકાર, સંગીતકાર અને મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. કૃપેશએ પોતાના આલ્બમ હિટ્સ ઓફ પર્વ ફ્યુઝન બેન્ડ’ નું તેમના ગુરુજનોને હસ્તે લોકાર્પણ કરીને અનોખી ગુરુદક્ષિણા આપી હતી. ડૉ. કૃપેશ આ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

    કચ્છી કલાકારોએ ગુરુપૂજાના કાર્યક્રમમાં તેમના ગુરુઓ માવજીભાઈ મજેઠિયા, કલ્પનાબેન મહેતા. એન. કે. ધોરિયા, વૈશાલીબેન ભટ્ટ અને અંજલીબેન સેવકનું પૂજન કરવામાં આવ્યું હતું. કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જે ગીતા પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ ગુરુજનોના હસ્તે શિષ્યોના આલ્બમનું વિમોચન કરવામાં આવ્યું હતું. આલ્બમ વિશે ડૉ. કૃપેશે જણાવ્યું હતું કે, ‘હું પારિવારિક મૂલ્યો, માતૃભૂમિ અને દેશભક્તની ભાવના ઊજાગર થાય તેવા ગીતો વધુ લખું છું જેને પર્વ અને વાચા મધુર કંઠ આપે છે. આ આલ્બમ અમારા પર્વ ફ્યુઝન બેન્ડના સંગીતને પ્રસ્થાપિત કરે છે. ત્યારે આજે મારી જ શાળામાં મારા ગુરુજનોના આશીર્વાદથી આ આલ્બમનું લોકાર્પણ એ એક અનેરી અનુભૂતિ આપે છે. ડૉ. પૂજાએ જણાવ્યું હતું કે, આ બેન્ડ ભારતીય સંસ્કારો અને સનાતન મૂલ્યોને વિશ્વભરમાં પહોંચાડવાનું કામ કરે છે. ત્યારે આ આલ્બમનું કલાકારો પોતાના ગુરુના આશીર્વાદથી લોકાર્પણ કરાવે છે.

  • કચ્છી કલાકાર પર્વ ઠક્કરનાં આલ્બમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિમોચન

    કચ્છી કલાકાર પર્વ ઠક્કરનાં આલ્બમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિમોચન

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના જનજાગૃતિના વૈશ્વિક પ્રોજેક્ટ અંતર્ગત બાળ કલાકાર પર્વ ઠક્કરનાં ધ ક્લબફુટ વોરિયર આલ્બમનું ગુજરાતનાં હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    ક્લબફુટ વોરિયર તરીકે પ્રોજેક્ટનાં વૈશ્વિક એમ્બેસેડર

    છેલ્લાં છ વર્ષથી ગ્લોબલ ક્લબટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોમાં જોવા મળતી ક્લબફુટ નામની બીમારી અંગે જાગૃકતા ફ્લાવવા પ્રયાસો કરી રહી છે. ક્લબફુટ વોરિયર પર્વ આ પ્રોજેક્ટનાં વૈશ્વિક એમ્બેસેડર તરીકે પોતાની કલા થકી યોગદાન આપી રહ્યો છે. હાલમાં જે ગીતા કાર્યક્રમ સાથે ગુજરાત યાત્રા પર નીકળેલા પર્વ ફ્યુઝન બેન્ડના આ કલાકારો પર્વ ઠક્કર તથા ડો. કૃપેશની ગાંધીનગર ખાતે ઋષિકેશભાઈ સાથે મુલાકાત થઈ હતી અને તેમના હસ્તે સાત ભક્તિ ગીતોના આલ્બમનું વિમોચન થયું હતું. હેલ્થ મિનિસ્ટરે પર્વને પ્રશસ્તિ પત્ર આપી અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે પિતા ડૉ. કૃપેશે કહ્યુ કે જન્મથી જ પર્વને મ્યુઝિક થેરાપીની સારવાર આપવામાં આવી છે. જેના પરિણામે તે દ્રઢ આત્મવિશ્વાસ સાથે ક્લબફુટ વોરિયર તરીકે ઉભરી આવ્યો છે.

    આ ઉપરાંત તે સૌથી નાની ઉંમરનો સફ્ળ ગાયક પણ બન્યો છે. તેના ગીતો થકી અન્ય અસરગ્રસ્ત બાળકોને પણ જીવનમાં કંઇક કરવાન પ્રેરણા મળે તે જ ઉદ્દેશ્ય છે. સંસ્થાના ટ્રસ્ટી નયનાબેને ઉમેર્યું કે ક્લબફુટ બીમારીના નામને આવરી લેતા આ આલ્બમનું વિમોચન જનજાગૃતિન ઉદ્દેશ્યને સાર્થક કરવામાં મદદરૂપ થશે.

  • મ્યુઝિક થેરાપી કમાલ: સંગીતના સથવારે બાળ કલાકારે હસતા મોઢે કરાવી સર્જરી

    મ્યુઝિક થેરાપી કમાલ: સંગીતના સથવારે બાળ કલાકારે હસતા મોઢે કરાવી સર્જરી

    સંગીતની મન અને શરીર પર થતી અસરો પર કરાતાં સંશોધનો

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક સંચાલિત કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર અંતર્ગત વર્ષોથી મ્યુઝિક થેરાપી લઈ રહેલા બાળ કલાકાર પર્વ ઠક્કરે આર્શ ચિલ્ડ્રન ઓર્થોપેડિક હોસ્પિટલ અમદાવાદ ખાતે ચહેરા પર સ્મિત અને સંગીત સાથે ક્લબફૂટની સફ્ળ સર્જરી કરાવી હતી.

    સંસ્થા દ્વારા સંગીતની મન અને શરીર પર થતી અસરો પર વિવિધ સંશોધનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે હાલમાં સર્જરી વખતે સંગીતની હકારાત્મક અસરો પર મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા આ સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. છેલ્લા છ વર્ષથી બાળ પર્વ કે જે કલબ ફૂટથી અસરગ્રસ્ત હતો તેને મ્યુઝિક થેરાપી નિયમિત રીતે આપવામાં આવતી હતી. જેના પરિણામે તેને સંગીત થકી પીડામાંથી રાહત તો મળી જ સાથે તેના વ્યક્તિત્વમાં દેઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે બૌધિક અને ભાવનાત્મક વિકાસ જોવા મળ્યો હતો. ઓપરેશન માટે લીધેલી મ્યુઝિક થેરાપીથી તેણે નિર્ભીક રીતે સર્જરી કરાવી હતી. નાના બાળકને આ રીતે પ્રસન્નતાથી ઓપરેશન માટે સ્વસ્થ જોઈને ડોક્ટરો પણ અચંબિત થયા હતા. માત્ર એટલું જ નહીં ઓપરેશન પછી તેણે ખાસ ડોક્ટરો તથા હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા હોસ્પિટલમાં ભક્તિ ગીતો રજૂ કર્યા હતા.

    આ અંગે ડૉ. કૃપેશે જણાવ્યું હતું કે, મ્યુઝિક થેરાપી એ શરીરના સાત ચક્રોને સંગીતના સાત સૂરોના તાલમેલથી જાગૃત કરતું વિજ્ઞાન છે. પર્વને નિયમિત રીતે મળી રહેલી થેરાપીનું સફળ પરિણામ તેનો પ્રભાવશાળી વ્યક્તિત્વ, દેઢ આત્મવિશ્વાસ અને ઓપરેશન વખતે પણ ચહેરા પરના સ્મિતમાં જોઈ શકાય છે. વધુમાં આ વિશે વાત કરતા આયુર્વેદ વિશેષજ્ઞ તથા ચાઈલ્ડ કાઉન્સેલર માતા ડૉ. પૂજા ઠક્કરે ઉમેર્યું હતું કે, સર્જરીએ કોઈપણ વ્યક્તિના જીવનમાં આવતી કપરી તનાવજનક પરિસ્થિતિ છે. પર્વની સર્જરીના એક મહિના પૂર્વેથી જ તેને ખાસ થેરાપી આપી હતી.

  • સાત ચક્રને સંગીતના સાત સૂર સ્થિર કરે છે: અંજારમાં સેમિનાર યોજાયો

    સાત ચક્રને સંગીતના સાત સૂર સ્થિર કરે છે: અંજારમાં સેમિનાર યોજાયો

    ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યૂઝિક તથા ઇઝી આઇડી દ્વારા સંચાલિત કૃપ મ્યુઝિક થેરાપી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા અંજાર ખાતે કચ્છના લોકો માટે ‘મ્યુઝિક થેરાપી ફોર બેલેન્સ્ડ લાઇફ’ની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા મ્યુઝિક થેરાપી પર આધારિત સંશોધનો તેમજ સારવાર થઇ રહી છે, ત્યારે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે કચ્છમાં સૌપ્રથમ વખત શિબિરનું આયોજન થયું હતું.

    શાળાના આચાર્યો તથા શિક્ષકો તેમજ વિવિધ શહેરોમાંથી ૫૦ થી પણ વધુ લોકો જોડાયા હતા. મ્યૂઝિક થેરાપિસ્ટ ડો. કૃપેશ ઠક્કરએ જીવનમાં સંતુલન જાળવવા મ્યુઝિક થેરાપીના ઉપયોગ ૫૨ વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત તેઓએ બાળક્લાકાર વાચા ઠક્કર અને ડો. પૂજા ઠક્કર સાથે મળીને સાંગીતિક પ્રયોગ પણ રજૂ કર્યો હતો.

    મન પર આધ્યાત્મિક ચક્રોનો પ્રભાવ હોય છે, જો ચક્રો અસંતુલિત હોય તો શારીરિક, સંગીતનાં માધ્યમથી થતા ફાયદા અંગે અંજારમાં સેમિનાર યોજાયો ત્યારની તસવીર. માનસિક તક્લીફો સર્જાય છે. આ સાત ચક્રને સંગીતના સાત સૂર સ્થિર અને સશક્ત કરી શકે છે એમ તેમણે જણાવ્યું હતું. આ શિબિરમાં આયુર્વેદ વિશેષજ્ઞ ડો. પૂજાએ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ અને સંગીતની સ્વાસ્થ્ય ૫૨ થતી અસરો વિશે સમજ આપી હતી.

    માસિક ચક્ર, મેનોપોઝ અને પ્રેગ્નન્સી જેવી મહિલાલક્ષી સમસ્યાઓમાં મ્યુઝિક થેરાપીના ઉપયોગથી રાહત મેળવવા માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે લોકોએ તેમના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે સમાધાન મેળવ્યું હતું.

  • મધર્સ ડે માતાના નામ અને ભારતીય સંસ્કારોથી બન્યું મા પર્વ

    મધર્સ ડે માતાના નામ અને ભારતીય સંસ્કારોથી બન્યું મા પર્વ

    વિશ્વભરમાં ઉજવાતા મધર્સ ડે ને અમેરિકાથી પરત ફરેલા ડોક્ટર એ ભારતીય સંસ્કારો, સનાતન ધર્મ અને નૈતિક મૂલ્યો ને સંકલિત કરીને ત્રીસ દિવસીય ‘મા પર્વ’ તહેવારનું સ્વરૂપ આપ્યું. જે માટે ‘માતૃદેવો ભવઃ’ ના વૈદિક સૂત્રથી મધર્સ ડે નિમિતે સૌ સેવા કાર્યો તેમણે ડૉ. કૃપેશ નયના શશીકાંત તરીકે તેમની માતાના નામ સાથે ઉજવવાની પહેલ કરી અને માતા પિતાના નામ સાથે ઓળખ સ્થાપિત કરનાર પ્રથમ ભારતીય બન્યા.

    તેમના નેતૃત્વ હેઠળ ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઈઝી આઈ.ડી. ના સંયુક્ત ઉપક્રમે મા પર્વની શરૂઆત તા. ૧૫ એપ્રિલ એ ગીવ વાચા સેન્ટર અંજાર ખાતે સંસ્થાના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો એ માતૃ પૂજન સાથે કરી, તો પૂર્ણાહુતી 14 મે મધર્સ ડે નિમિતે વંદે માતરમ મેમોરીયલ, ભુજોડી ખાતે ભારત માતા અને ધરતી માતાની વંદના સાથે કરવામાં આવી. આ ત્રીસ દિવસીય પર્વ અંતર્ગત ફક્ત એક માતા નહિ પણ સનાતન સંસ્કૃતિ પર આધારિત ડૉ. કૃપેશના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ અનુસાર માતાના અગિયાર રૂપ એટલે કે મા, ગીતા માતા, ગૌ માતા, તુલસી માતા, માતૃભાષા, ગુરુ, માતૃભૂમિ, ભારત માતા, લોકમાતા (નદીઓ), ધરતી માતા અને દેવી મા એમ વિવિધ સ્વરૂપોની વંદના અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા અર્પિત કરવા અનેકવિધ કાર્યક્રમો થયા; જેમાં સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો, કવિ સંમેલન, ગૌશાળામાં ગૂંજે ગીતા, વૃદ્ધાશ્રમમાં માતૃપૂજા, માતા ને સમર્પિત ગીતો અને ઓડીઓ પોએટ્રી ના વિમોચન તથા ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ જેવા સ્વાસ્થ્ય સંબંધિત કાર્ય નો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટની વિશિષ્ટતા એ હતી કે પ્રથમ વખત કોઈ લેખકે પુસ્તક પ્રકાશિત થતા પહેલા તેમાં દર્શાવેલા સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનું સામાજિક સ્તરે અમલીકરણ કર્યું હોય.

    પર્વ ફ્યુઝન બેન્ડ ના કલાકારો વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ પૂજા કૃપેશ, ધ નોટેશન ગર્લ વાચા પૂજા કૃપેશ, ડૉ. પૂજા પ્રવિણા જગદીશ તથા ડૉ. કૃપેશ એ આ ત્રીસ દિવસમાં પંદર જેટલા સંગીતમય ગૂંજે ગીતાના કાર્યક્રમો વિવિધ શહેરોમાં રજુ કર્યા. ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબના સદસ્યોએ કલમ થકી યોગદાન આપ્યું તો સ્વયંસેવકોએ સંસ્થાના જે તે શહેરના ગિફ્ટ ઓફ ટાઇમ એમ્બેસેડર તરીકે માતાના નામ સાથે જોડાઈને સેવા કરી.

    ગીવ વાચા ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન દિવાળીબેન જેઠાલાલ અને ડૉ. શશીકાંત દેવકાબા ઉમરશી એ મધર્સ ડે, ઇન્ડિયન વે ની આ નવી વિચારધારામાં મા પર્વ દરમિયાન સંલગ્ન થયેલી સંસ્થાઓ અને લોકોનું હૃદય થી આભાર માન્યો. આમ એક પરિવાર એ શરૂ કરેલ આ પરંપરા વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે વૈશ્વિક બની છે.

  • મા પર્વમાં દેવી સ્વરૂપ વૃદ્ધાશ્રમની માતાઓનું થયું પૂજન

    મા પર્વમાં દેવી સ્વરૂપ વૃદ્ધાશ્રમની માતાઓનું થયું પૂજન

    અંજારની સંસ્થા ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝીક તથા ઇઝી આઈ.ડી. ના સંયુક્ત ઉપક્રમે ‘મા પર્વ’ નિમિતે માધાપરના શ્રીહરિ શાંતિનિકેતન વયસ્ક વિશ્રામ સ્થાન ખાતે દેવી પૂજાનું આયોજન થયું. જેમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ડૉ. કૃપેશ નયના શશીકાંત, ડૉ. પૂજા ઠક્કર, પર્વ ઠક્કર અને વાચા ઠક્કર એ ‘યા દેવી સર્વભુતે’ ના ભાવથી દેવી સ્વરૂપ વૃદ્ધ માતાઓનું પૂજન કર્યું અને આશીર્વાદ મેળવ્યા તથા ગૂંજે ગીતા પ્રસ્તુત કરી જેમાં ગીતા પઠન માટે પચાસ થી પણ વધુ વડિલો જોડાયા.

    આ કાર્યક્રમમાં લેખક ડૉ. કૃપેશના  પુસ્તક ‘અર્જુન ઉવાચ : મા પર્વ’ ના મુખ પૃષ્ઠનું લોકાર્પણ વૃદ્ધ માતાઓના વરદ હસ્તે થયું. આ પ્રસંગે વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ, આશાપુરા ફાઉન્ડેશન વતી રાગીણીબેન વ્યાસ અને હસ્મીતાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. દેવી પુજાના હૃદયસ્પર્શી આયોજનમાં માતાઓએ પોતાના અનુભવને વ્યક્ત કરતા કહ્યું કે “આજના સમયમાં સંયુક્ત કુટુંબનું આદર્શ પૂરું પાડતું આ પરિવાર જયારે અમારું પૂજન કરી આ સંસ્કારોને જીવંત રાખતું હોય ત્યારે સૌ કોઈએ પ્રેરણા લેવી જોઈએ. એક માતા પિતાની ફરજ બને છે કે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય જેથી ભવિષ્યમાં અમારી જેમ કોઈને નિસહાય ના રહેવું પડે. ખાસ કરીને આ બંને બાળકો કે જે માતૃ પૂજા કરી રહ્યા છે તેમના થી આજની પેઢીને શીખ લેવી જોઈએ.” તો આ પ્રસંગે વક્તવ્ય આપતાં ડૉ. કૃપેશ એ કહ્યું કે “મા પર્વ માં અમે સૌ મારા આગામી પુસ્તક ‘અર્જુન ઉવાચ:મા પર્વ’ માં સૂચિત સનાતન ધર્મ અનુસાર માતાના અગિયાર સ્વરૂપો પ્રત્યે કૃતજ્ઞતા અર્પિત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે દેવી સ્વરૂપ માતાઓના આશીર્વાદ લઇ અને કચ્છમાં નવ જેટલા ગુંજે ગીતા કેન્દ્રો શરુ કરવાની અભિલાષા છે. કે જેથી આવનરી પેઢીમાં પોતાના માતા પિતા પ્રત્યેના કૃતજ્ઞતાના ભાવને જીવંત રાખી શકાય.” સંસ્થાનો આ સંકલ્પ પૂર્ણ થાય એટલે વડીલોએ આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી.

  • ગુજરાત દિવસ નિમિતે ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીત સાથે માતૃભાષા થકી થયું માતૃભૂમિનું પૂજન

    ગુજરાત દિવસ નિમિતે ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીત સાથે માતૃભાષા થકી થયું માતૃભૂમિનું પૂજન

    ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા હાલમાં ચાલી રહેલા ‘મા પર્વ’ અંતર્ગત માતૃભૂમિને વંદન કરવા ગુજરાત દિવસ નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીતના વિડિયોનું શ્રી ત્રિકમદાસજી મહારાજને હસ્તે સચ્ચિદાનંદ મંદિર લોકાર્પણ કરાયું. ગુજરાત અને તેની વિશેષતાઓનું ગુણગાન ધરાવતા આ ગીતને ગીતકાર અને સંગીતકાર ડૉ. કૃપેશ ઠક્કર એ શબ્દો તથા સંગીતથી શણગાર્યું છે તેમજ કચ્છી કલાકારો યંગેસ્ટ સીંગર ઇન વર્લ્ડ પર્વ ઠક્કર, વાચા ઠક્કર તથા ડોકટરે કંઠ આપ્યું છે.

    આ વિડિયોનું શુટિંગ ગોવર્ધન ધામ તેમજ ભીમાસર ખાતે થયેલુ છે તથા ગુજરાતની ગરિમા એવા પર્યટન સ્થળોને પણ તેમાં સાંકળવામાં આવ્યા છે. આ ગીતના ફિલ્માંકન વિશે વાત કરતા ડૉ. કૃપેશે કહ્યું કે “હાલ ચાલી રહેલ ત્રીસ દિવસીય આ ઉત્સવમાં અમે મારા પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ માં દર્શાવેલ માતાના વિવિધ સ્વરૂપોની આરાધના કરીએ છીએ ત્યારે માતૃભાષા થકી માતૃભૂમિની આરાધના કરવાની તક અમને મળી એ અમારું સૌભાગ્ય છે અને ગુજરાત દિવસના શુભ અવસર પર આ વીડિઓ રજુ કરી જન્મભૂમિ પ્રત્યે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છે.” બાળ કલાકારો પર્વ અને વાચા વિષે વાત કરતા ત્રિકમદાસજી મહારાજ એ કહ્યું કે, “અંજારના આ બંને બાળકો સનાતન મૂલ્યોને ફક્ત કચ્છ કે ગુજરાતમાં જ નહિ પણ સમગ્ર ભારત અને વિશ્વકક્ષાએ ઉજાગર કરે છે ત્યારે ગુજરાત દિવસ નિમિતે તેમનું આ કાર્ય કચ્છ માટે ગૌરવની વાત છે.”

    કૃપ ફિલ્મ્સ દ્વારા કચ્છના નયનરમ્ય દ્રશ્યોને કેમેરામાં કંડારવામાં આવ્યા છે તેમજ કૃપ મ્યુઝીક રેકોર્ડ લેબલ દ્વારા વિશ્વભરમાં બસ્સોથી પણ વધુ પ્લેટફોર્મ પર આ ગીતને નિ:શુલ્ક લોન્ચ કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે આ કચ્છી કલાકારો કચ્છનાં વિવિધ પયર્ટન તથા ઐતિહાસિક સ્થળોને ઉજાગર કરવા પોતાના ગીતોનું ત્યાં ફિલ્માંકન કરી તેને વિશ્વભરમાં પહોંચાડે છે.

  • ગુરૂપૂજા થકી માતાના ૧૧ રૂપ માં એક એવા શિક્ષિકાનું થયું પૂજન

    ગુરૂપૂજા થકી માતાના ૧૧ રૂપ માં એક એવા શિક્ષિકાનું થયું પૂજન

    હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા ચાલતાં ‘મા પર્વ ૨૦૨૩’ અંતર્ગત અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગુરૂપૂજાનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ થી પ્રેરિત ત્રીસ દિવસીય તહેવારમાં માતાના અગિયાર સ્વરૂપોની પૂજા સાથે મધર્સ ડે ની ઉજવણી થાય છે ત્યારે અંજારના શિષ્યોએ માતાના સ્વરૂપ એવા તેમના ગુરૂનું પૂજન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી.

    કાર્યક્રમની શરૂઆત સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. કૃપેશ એ તેમના ગુરુ કલ્પનાબેન મહેતાના પૂજન સાથે કરી ત્યાર બાદ બાળ કલાકારો પર્વ અને વાચા એ તેમના ગુરૂ રીચાબેન ચાવડાની પૂજા કરી તથા શિક્ષિકાઓ શીતલબેન રબારી, ભાવનાબેન ભાવસાર, વૈશાલીબેન ભટ્ટ અને અંકિતાબેન જોશીની તેમના શિષ્યોએ આચાર્ય દેવો ભવ: ની ભાવનાથી પૂજન અને તુલસી માતા વડે સત્કાર કર્યું. આ સાથે ભાવવિભોર થયી ગયેલા ગુરૂ-શિષ્યોએ તેમની લાગણીઓ વ્યક્ત કરી. ત્યાર બાદ ગૂંજે ગીતા કાર્યક્રમ દ્વારા ગીતા માતાની આરાધના કરવામાં આવી જેમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર, ડૉ. કૃપેશ અને ડૉ. પૂજા એ ગિટાર પર ગીતા પ્રસ્તુત કરી. આ પ્રસંગ વિશે વાત કરતા ડોકટરે કહ્યું કે “મા પર્વમાં સૌ સાથે મળીને સનાતન સંસ્કૃતિ અનુસાર માતાના વિવિધ સ્વરૂપોની આરાધના કરે છે. ત્યારે શિક્ષિકા કે જેઓ માતાની જેમ જ કાળજીપૂર્વક શિક્ષા અને જ્ઞાન આપી બાળકના ચારિત્ર્ય ઘડતરમાં યોગદાન આપે છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા બાળકો શીખે એ આજના સમયની માંગ છે.”

    આ ઉપરાંત કાર્યક્રમમાં ગર્ભ સંસ્કાર અને માતૃપૂજાના મહત્વ વિશે ડૉ. પૂજા ઠક્કર એ, તો માતૃભાષાના ઋણ વિશે વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ ‘રશ્મિ’ એ સમજ આપી. અત્રે ઉલ્લેખનીય છે કે ઈઝી આઈડી એ મા પર્વને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા તમામ ડીજીટલ સેવાઓ નિ:શુલ્ક આપી યોગદાન આપ્યું છે.

  • મા પર્વ અંતર્ગત ગૌ માતા સમક્ષ ગૂંજી ગીતા

    મા પર્વ અંતર્ગત ગૌ માતા સમક્ષ ગૂંજી ગીતા

    હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા વ્રજ ગૌશાળામાં ગૌ માતા સમક્ષ ગૂંજે ગીતાનો કાર્યક્રમ યોજાયો તથા બાળકોને ગૌ પૂજનના સંસ્કાર શીખવવામાં આવ્યા.

    ૧૫ એપ્રિલથી 14 મે સુધી ચાલી રહેલા વૈશ્વિક ‘મા પર્વ ૨૦૨૩’ અંતર્ગત સંસ્થા સનાતન સંસ્કૃતિ અનુસાર માતાના વિવિધ સ્વરૂપો માટે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યો કરી રહી છે ત્યારે ગૌમાતા માટે મોટી નાગલપર મુકામે આવેલી શ્રી સચિદાનંદ મંદિરની વ્રજ ગૌશાળામાં ગૌ પૂજા અને ગૂંજે ગીતાનું આયોજન થયું. આ કાર્યક્રમ નાના બાળકોને ગાય માતાની પૂજાના મહત્વ વિશેની સમજ આપવામાં આવી; ત્યાર બાદ સૌએ સાથે મળીને ગાય માતાની પૂજા કરી તથા પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પાંચ વર્ષીય પર્વ ઠક્કર, દસ વર્ષીય વાચા ઠક્કર તથા ગીતકાર અને સંગીતકાર ડૉ. કૃપેશ નયના શશીકાંત દ્વારા ગૂંજે ગીતા રજુ કરવામાં આવી જેમાં સૌ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમના આયોજન બદલ મહંત શ્રી ત્રીકમદાસજી મહારાજે શુભકામનાઓ પાઠવી હતી.

    આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, ટીએચઓ. ડૉ. રાજીવભાઈ અંજારિયા તથા કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પૂજા ઉપસ્થિત રહ્યા અને ગૌ પૂજા કરી સૌને પ્રોત્સાહન આપ્યું. મા પર્વ વિષે વાત કરતા ડૉ. કૃપેશ એ કહ્યું કે “ભારતીય સંસ્કૃતિ અનુસાર માતાના વિવિધ સ્વરૂપોમાં ‘ગાવો વિશ્વાસ્ય માતર:’ એમ ગાયને માતા કહી છે. ગૌ પૂજા દ્વારા બાળકો ગાય માતાની પૂજા કરતાં શીખે અને ગાયનું મહિમા સમજે એ ઉદેશ્યથી આ પ્રવૃતિ કરવામાં આવે છે.” વધુમાં એક મ્યુઝીક થેરાપીસ્ટ તરીકે પોતાના અનુભવો વ્યક્ત કરતા એમણે ઉમેર્યું કે “ભક્તિ સંગીતની મન ઉપર હકારાત્મક અસરો ફક્ત મનુષ્યોમાં જ નહિ ગાયો પર પણ થાય છે માટે જયારે ગાય માતા સમક્ષ સંગીતમય રીતે ગીતા પઠન થાય એ તેમના સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી બની શકે.” ગૌશાળામાં ગૌ પૂજા અને ગીતા પાઠને લોકોએ નોંધપાત્ર પ્રતિસાદ આપ્યો છે જેના પરિણામે આ પ્રવૃતિઓ ભવિષ્યમાં પણ થતી રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે.

    કૃપ મ્યુઝીક એ ગીતાના અધ્યાયને વિશ્વભરમાં બસોથી પણ વધુ પ્લેટફોર્મ પર નિશુલ્ક લોન્ચ કરી આ કાર્યમાં યોગદાન આપ્યું છે. સફળ સંચાલન માટે ડૉ. પૂજા ઠક્કર તથા વૈશાલીબેન ભટ્ટ એ જહેમત ઉઠાવી જેમાં સ્વયંસેવકો અંકુર સેવક, અંજલી સેવક, કલરવ રાઠોડ અને યશ ટાંક એ સેવા આપી.